- Business
- બજાજ ઑગસ્ટથી બંધ કરી શકે છે EV પ્રોડકશન; આ છે કારણ
બજાજ ઑગસ્ટથી બંધ કરી શકે છે EV પ્રોડકશન; આ છે કારણ
દેશની પ્રખ્યાત ઓટો કંપની બજાજ ઓટોને મોટો ઝટકો લાગી શકે છે. કંપનીના MD રાજીવ બજાજે કહ્યું છે કે, જો પરિસ્થિતિમાં નહીં સુધારે તો કંપનીએ ઑગસ્ટ 2025થી પોતાના ઇલેક્ટ્રિક વાહનો (EV)નું ઉત્પાદન બંધ કરવું પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ સમસ્યાનું સૌથી મોટું કારણ ચીન છે, જેણે રેર અર્થ મેગ્નેટના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મેગ્નેટ ઇલેક્ટ્રિક મોટર્સ બનાવવા માટે ખૂબ જ જરૂરી કાચો માલ છે. તેમના વિના, ઇલેક્ટ્રિક વાહનો બનાવવા મુશ્કેલ થઈ શકે છે.
બજાજ હાલમાં પોતાના Chetak ઇલેક્ટ્રિક સ્કૂટર અને તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલા GoGo ઇ-રિક્ષાનું ઉત્પાદન કરી રહી છે, પરંતુ હવે ચીનમાંથી રેર અર્થ મેગ્નેટનો પુરવઠો બંધ થવા લાગ્યો છે, જેના કારણે EV મોટર્સ બનાવવા માટે જરૂરી સામગ્રી મળી શકતી નથી. કંપનીનું કહેવું છે કે, જો વર્તમાન સ્ટોક જલદી ખતમ થઈ જાય અને વૈકલ્પિક પુરવઠો ન મળે, તો ઑગસ્ટ 2025 કંપની માટે ‘ઝીરો પ્રોડકશન મંથ’ સાબિત થઈ શકે છે.
બજાજે સરકાર પાસેથી માગી મદદ
રાજીવ બજાજે આ મુશ્કેલ પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, EVમાં વપરાતા મેગ્નેટ્સનો લગભગ 90 ટકા હિસ્સો ચીનથી આવે છે. ચીનની નવી નિકાસ નીતિને કારણે માત્ર બજાજ જ નહીં, પરંતુ ઘણી અન્ય ભારતીય ઓટો કંપનીઓની સપ્લાય ચેઇનને અસર પડી છે. રાજીવ બજાજે ભારત સરકારને અપીલ કરી છે કે તે આ બાબતને ગંભીરતાથી જોય. તેમણે કહ્યું કે સરકારે નીતિમાં સ્થિરતા અને સ્પષ્ટ દિશા પ્રદાન કરવી જોઈએ, જેથી કંપનીઓ ઝડપથી દેશમાં જ સમાધાન અથવા નવા સપ્લાયર્સ શોધી શકે.
માત્ર બજાજ જ નહીં, TVS અને Ather પણ પ્રભાવિત
બજાજની જેમ, અન્ય ઇલેક્ટ્રીક વાહન નિર્માતા કંપનીઓ જેમ કે TVS અને Ather Energy પણ આ સમસ્યાનો સામનો કરી રહી છે. આ કંપનીઓ પણ પુરવઠાની સમસ્યાઓને કારણે ધીમે-ધીમે પોતાનું પ્રોડકશન ઘટાડી રહી છે. જો ટૂંક સમયમાં કોઈ ઉકેલ ન નીકળે તો આગામી સમયમાં ગ્રાહકોને તેની સીધી અસર જોવા મળી શકે છે. તેનાથી ન માત્ર EVની ઉપલબ્ધતા ઘટશે, પરંતુ તેમની કિંમતોમાં પણ વધારો થઈ શકે છે.
શું છે રેર અર્થ મેગ્નેટ્સ મહત્ત્વ?
રેર અર્થ મેગ્નેટ્સ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EVs) માટે ખૂબ જ જરૂરી પાર્ટ હોય છે. તેનો ઉપયોગ ખાસ કરીને મોટર ચલાવવામાં કામ આવે છે. આ મેગ્નેટ્સનું ઉત્પન્ન ખૂબ ઓછા દેશોમાં થાય છે. આ સમયે, ચીન આ મેગ્નેટ્સનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર છે. જ્યારે ચીન તેના નિકાસ પર પ્રતિબંધ લગાવે છે, તો તેની સીધી અસર દુનિયાભરની ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવનારી કંપનીઓ પર પડે છે.

