અનિલ અંબાણીની કંપનીના શેરમાં રોકાણ કરનાર માલામાલ, 6 મહિનામાં 300 ટકા રિટર્ન

 દેવાના ડુંગર તળે દબાયેલા અનિલ અંબાણી હવે તેમનું દેવું ધીમે ધીમે ઓછું કરીને બહાર આવી રહ્યા છે. લેણદારોને પોતાની સંપત્તિ વેચીને અંબાણી માથા પરથી દેવું ઘટાડી રહ્યા છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. 6 મહિનામાં જ શેરનો ભાવ 3 ગણો વધી ગયો છે. જાન્યુઆરી મહિનામાં રિલાયન્સ ઇન્ફાનો ભાવ શેર દીઠ 25 રૂપિયા હતો, જે  77 રૂપિયા પર પહોંચી ગયો છે. મતલબ કે રોકાણકારોને 3 જ મહિનામાં 300 ટકા રિટર્ન મળ્યું છે. અંબાણીની કંપનીઓ ખોટ ઘટાડી રહી છે એ સમાચાર રોકાણકારો અને ઉદ્યોગો માટે રાહત આપનારા છે.

અનિલ અંબાણીની કંપનીના શેરમાં તેજી આવવા પાછળ મુખ્ય બે કારણો માનવામાં આવી રહ્યા છે. એક તો જાન્યુઆરીથી ડિસેમ્બર 2020ના સમયગાળામાં ખોટમાં ઘટાડો થયો. બીજું કારણ એ છે કે કંપનીને દેવામુકત કરવા માટે અનિલ અંબાણી ઝડપથી યોજના પર કામ કરી રહ્યા છે. કંપની ઇકવીટી માર્કેટમાંથી 550 કરોડ રૂપિયા ઉભા કરવાની છે, જેના માટે 8 કરોડ 88 લાખ શેરો અથવા વોરંટના માધ્યમથી ફંડ ઉભું કરવામાં આવશે. જાણવા મળેલી માહિતી મુજબ  આ ફંડની રકમ કંપનીની પરિયોજના માટે ઉપયોગમાં લેવામાં આવશે.

અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપને 1 જાન્યુઆરી 2021 સુધીમાં 14000 કરોડનું દેવું હતું. પણ અનિલ અંબાણી પોતાની સંપત્તિ વેચીને દેવામાં ઘટાડો કરી રહ્યા છે. રિલાયન્સની મુંબઇમાં આવેલી હેડઓફિસને વેચીને 1200 કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા હતા,જે યશ બેંકના દેવાની ચૂકવણી માટે આપી દેવામાં આવ્યા. એ જ પ્રમાણે દિલ્હી- આગ્રા ટોલરોડ કયૂબા હાઇવેના વેચાણમાંથી 3600 કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા. ઉપરાંત પાર્વતી કોલડેમ ટ્રાન્સમિશનનો 74 ટકા હિસ્સો ઇન્ડિયા ગ્રેટ ટ્ર્સ્ટને રૂપિયા 900 કરોડમાં વેચવામાં આવ્યો.

અનિલ અંબાણીની વર્ષ 2022 સુધીમાં કર્જમૂકત થવાની યોજના છે અને એ પ્રમાણે કામ પણ ચાલી રહ્યું છે. માર્ચના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અંબાણીની ખોટ ખટીને 46.53 કરોડ થઇ છે જે 2020ના  માર્ચ મહિનાના ત્રિમાસક ગાળામાં રૂપિયા 153 કરોડ હતી. માર્ચના ત્રિમાસિક ગાળામાં આવક વધીને 4610 કરોડ થઇ હતી જે ગયા વર્ષે આ સમાનગાળામાં રૂપિયા 4012 કરોડ રૂપિયા હતી.

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર પણ ખોટમાંથી બહાર આવી ગઇ છે, જો કે રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ હોમ ફાયનાન્સ હજુ ખોટમાં ચાલી રહી છે.

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.