- Gujarat
- નવરાત્રીમાં 400 લોકોને છૂટ, પૂર્વ CM રૂપાણીના કાર્યક્રમમાં 1500થી વધુ લોકો હાજર
નવરાત્રીમાં 400 લોકોને છૂટ, પૂર્વ CM રૂપાણીના કાર્યક્રમમાં 1500થી વધુ લોકો હાજર

રાજ્યની અંદર સરકારે જનતા અને નેતા બંને માટે અલગ-અલગ નિયમો બનાવ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે, લોકોએ ફરજીયાત માસ્ક પહેરવાનું પણ નેતાએ માસ્ક નહીં પહેરવાનું. જનતા માસ્ક ન પહેરે તો તેને દંડ થાય છે અને નેતા માસ્ક ન પહેરે તો પોલીસ કઈ ન બોલે.
જનતા કોઈ કાર્યક્રમનું આયોજન કરે અને વધારે લોકો આવે તો પોલીસ ગુનો દાખલ કરે છે, પણ નેતા કાર્યક્રમનું આયોજન કરે અને ગમે તેટલા લોકો આવે પણ પોલીસ ગુનો નોંધતી નથી. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ઋષ સ્વીકાર કાર્યક્રમ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં યોજવામાં આવ્યો હતો. વિજય રૂપાણીના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય હતા.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં 1500 કરતા પણ વધારે લોકો એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ પણ થયો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલા મોટા ભાગના લોકોએ તેમના માસ્ક દાઢી પર લટકાવી રાખ્યા હતા. તો બેઠક વ્યવસ્થામાં પણ બે ગજની દૂરી ભૂલાઈ હતી. તો આ કાર્યક્રમમાં આવેલા એક પણ વ્યક્તિની પાસેથી વેક્સીનેશનનું સર્ટીફીકેટ પણ માગવામાં આવ્યું નહોતું.
તો આ કાર્યક્રમના દિવસે જ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ રાજકોટમાં જન આશિર્વાદ યાત્રા કરી હતી. આ જન આશિર્વાદ યાત્રામાં પણ લોકોએ સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ કર્યો હતો. તો ઠેર-ઠેર જગ્યા પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં અલગ-અલગ સંસ્થાના લોકો ઉમળકા ભેર જોડાયા હતા. લોકો થેન્ક્યુ વિજયભાઈ લખેલા બેનરો બતાવતા હતા અને તે પણ માસ્ક પહેર્યા વગર. મહત્ત્વની વાત છે કે, રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીમાં શેરી ગરબામાં 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે.
આ નિયમનો ભંગ થાય તો લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે છે. પણ નેતાઓને 400 લોકોની મર્યાદા નડતી નથી. માત્ર વિજય રૂપાણીના કાર્યક્રમમાં જ નહીં પણ ભાજપના નવા મંત્રીઓ જે-જે જગ્યા પર જન આશિર્વાદ યાત્રા કરી રહ્યા છે તે તમામ યાત્રાઓમાં 400 લોકોની મર્યાદાના નિયમનું પાલન થતું નથી. એટલે ગુજરાતમાં જનતા અને નેતાઓ માટે અલગ-અલગ કાયદો હોય તેવું લાગી રહ્યું છે.
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?
Opinion
