- Gujarat
- મહેસાણાની જૂની મામલતદાર કચેરીમાંથી 484 મતપેટીની ચોરી થઈ
મહેસાણાની જૂની મામલતદાર કચેરીમાંથી 484 મતપેટીની ચોરી થઈ

રાજ્યમાં ચોરી, લૂંટફાટ ,મારામારી જેવી ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે જાણે ચોર તસ્કરોને પોલીસ કે, પછી કાયદાનો કોઇ ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં મંદિર કે પછી લોકોના ઘરમાં ચોરી થાય તેવી ઘટનાઓ સામે આવી છે. હવે જાણે સરકારી કચેરી પણ સલામત રહી ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, મહેસાણામાં જૂની મામલતદાર કચેરીમાં રાખવામાં આવેલી મતપેટીઓની ચોરી થઇ છે. ચાર વર્ષ પહેલાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ મહેસાણાની જૂની મામલતદાર કચેરીમાં મતપેટીઓ મૂકવામાં આવી હતી અને હવે આ મત પેટીમાંથી 484 જેટલી મતપેટીઓની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. પોલીસ ફરિયાદ નોંધાતા મામલો બહાર આવ્યો છે.
રિપોર્ટ અનુસાર ચાર વર્ષ પહેલાં યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી બાદ મહેસાણાની જૂની મામલતદાર કચેરીમાં 944 જેટલી લોખંડની મત પેટી મુકવામાં આવી હતી. ચાર વર્ષ સુધી મતપેટી કઈ હાલતમાં છે તેની દેખરેખ અધિકારીએ લીધી ન હતી પરંતુ 1 ઓગસ્ટના રોજ જ્યારે કોઈ કર્મચારી જૂની મામલતદાર કચેરીની અંદર મહેસૂલી રેકોર્ડ શોધવા માટે ગયા ત્યારે તેમને જાણવા મળ્યું કે, મામલતદાર કચેરીમાં મુકવામાં આવેલી લોખંડની મતપેટીની ચોરાઈ ગઈ છે.
આ ઉપરાંત કર્મચારીઓને વધુ તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું હતું કે, જૂની મામલતદાર કચેરીના જે રૂમમાં લોખંડની મતપેટીઓ મૂકવામાં આવી હતી, તે રૂમની બારીનો ભાગ તોડીને કેટલાક અજાણ્યા ચોર ઈસમોએ અંદર ઘૂસ્યા હોઈ શકે છે. આ ઉપરાંત રેકોર્ડ રૂમનો દરવાજો તોડીને ઓફિસમાં પડેલા રેકોર્ડ સાથે પણ છેડછાડ થઇ હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આ ઘટનાને લઇને કર્મચારીઓએ તાત્કાલિક મામલતદારને ફરિયાદ કરી હતી. તેથી મામલતદાર પણ ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ તેને મત પેટીની ગણતરી કરતા 484 કેટલી મતપેટી અજાણ્યા ચોર ઈસમોએ ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું. તેથી આ ઘટનાને લઇને મામલતદારે તાત્કાલિક મહેસાણા શહેર A ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મામલતદારની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મહત્ત્વની વાત છે કે, મહેસાણાની જૂની મામલતદાર કચેરી આઝાદ ચોક વિસ્તારમાં આવેલી છે. જેમાં કચેરીથી ઉત્તર દિશામાં તાલુકા પોલીસ સ્ટેશન અને દક્ષિણ દિશામાં LCB પોલીસ સ્ટેશન આવેલું છે અને આ બંને પોલીસ સ્ટેશનની વચ્ચે મામલતદાર કચેરી આવેલી હોવા છતાં પણ તેમાંથી મતપેટીની ચોરી થતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
એવી માહિતી મળી રહી છે કે,28 જૂન 2021ના રોજ ચૂંટણી વિભાગ દ્વારા મામલતદાર કચેરીને પત્ર લખીને મતપેટીની વિગત માગવામાં આવી હતી. આ વિગત માગ્યા 33 દિવસ બાદ મામલતદાર કચેરીના બે કર્મચારીઓ 1 ઓગસ્ટના રોજ જૂની મામલતદાર કચેરીમાં મતપેટીની ગણતરી કરવા ગયા હતા અને 17 દિવસ બાદ એટલે કે 18 ઓગસ્ટના રોજ મતપેટીની ગણતરી કરવામાં આવી હતી અને ત્યારે તેની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યુ હતું અને આ ઘટનાના એક મહિના પછી આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાતા વહીવટીતંત્રની કામગીરી પર ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે.
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)