- National
- ચિપકો આંદોલન: જાણો કેમ ઇન્દિરા ગાંધીને વૃક્ષોની કાપણી પર મૂકવો પડ્યો હતો બેન
ચિપકો આંદોલન: જાણો કેમ ઇન્દિરા ગાંધીને વૃક્ષોની કાપણી પર મૂકવો પડ્યો હતો બેન

પર્યાવરણ સંરક્ષણના હેતુથી આઝાદી પછીના સૌથી મોટા આંદોલનમાં જાણીતા ચિપકો આંદોલનની 26મી માર્ચે એટલે કે આજે 45મી વર્ષગાંઠ છે. ગાંધીવાદી વિચારધારાથી પ્રેરિત આ અહિંસક આંદોલનની સૌથી મોટી ખૂબી એ છે કે તેનું નેતૃત્વ મહિલાઓએ કર્યું હતું. તેથી જ ગૂગલે ચિપકો આંદોલન પર ડૂડલ બનાવવાની સાથે તેને કો-ફેમિનિસ્ટ આંદોલન કહ્યું છે. ગૂગલે તેના વિશે લખ્યું છે કે મહિલાઓએ જ આ આંદોલનની શરૂઆત કરી હતી. આ આંદોલનનું કારણ હતું પર્યાવરણની સુરક્ષા.
1973માં ઉત્તર પ્રદેશના પર્વતીય વિસ્તારમાં અલકનંદા ઘાટના મંડળ ગામમાં ચિપોક આંદોલનની શરૂઆત થઈ હતી. આ પછી તે અન્ય પહાડીય અને હિમાલયના વિસ્તારોમાં ફેલાઈ ગયું. સરકારે જંગલની જમીનને રમત ગમતના સાધન બનાવતી એક કંપનીને આપવાનો નિર્ણય કર્યો હતો. જેના વિરોધમાં આ આંદોલનની શરૂઆત થઈ. સરકારના આ આદેશનો વિરોધ કરવા માટે ગામની સ્ત્રીઓ વૃક્ષોની ચારે બાજૂ ઘેરો બનાવીને વૃક્ષને ચોંટી ગઈ હતી, જેનાથી વૃક્ષનું કાપવું મુશ્કેલ થઈ ગયું હતું.
આ આંદોલનમાં મહિલાઓની આગેવાની ચંડી પ્રસાદ ભટ્ટ અને તેમના NGOએ લીધી હતી. ગાંધીવાદી વિચારધારા ધરાવતા સુંદરલાલ બહુગુણાએ આ આંદોલનને એક દિશા આપી અને તેમણે તાત્કાલિક એ સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને આ વૃક્ષોને કપાતા રોકવા માટે અપીલ કરી હતી. અંતે આ વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ઉત્તરપ્રદેશની સફળતા પછી આ આંદોલન દેશના અન્ય ક્ષેત્રોમાં પણ ફેલાઈ ગયું.
કહેવાય છે કે ચિપકો આંદોલનની પ્રેરણા 18મી સદીમાં રાજસ્થાનના થયેલા આંદોલનમાંથી લેવામાં આવી હતી. આ દરમિયાન જોધપુરમાં મહારાજાએ વૃક્ષો કાપવાનો આદેશ આપ્યો હતો, જેના વિરુદ્ધમાં બિશ્નોઈ સમુદાયના લોકોએ વૃક્ષોને ચિપકી જઈને તેને કપાતા બચાવ્યા હતા. જે અંતર્ગત અમૃતાદેવીના નેતૃત્વમાં 84 ગામના 383 લોકોએ વૃક્ષોને બચાવવા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. અંતે આ આંદોલનની ગૂંજ મહારાજ સુધી પહોંચી અને તેમને પોતાની ભૂલનો એહસાસ થયો અને તેમણે વૃક્ષો કાપવા પર બેન લગાવી દીધો.
Top News
GST દરમાં ફેરફાર થવાને કારણે કાર અને બાઇક સસ્તા થઈ શકે છે! જાણો સરકારની શું યોજના છે
BCCIએ ગંભીર ઈજા રિપ્લેસમેન્ટ નિયમ લાગુ કર્યો, રિષભ પંતની ઇજા બની બદલાવનું કારણ, આ 2 નિયમો પણ બદલાયા
તામિલનાડુના BJP પૂર્વ અધ્યક્ષ સી.પી.રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
Opinion
-copy.jpg)