GST દરમાં ફેરફાર થવાને કારણે કાર અને બાઇક સસ્તા થઈ શકે છે! જાણો સરકારની શું યોજના છે

નવી કાર અને બાઇક ખરીદનારાઓને મોટી રાહત મળવાની શક્યતા છે. આ વખતે સ્વતંત્રતા દિવસના અવસર પર, PM નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી નવા GST સુધારાની જાહેરાત કરી, તેમણે કહ્યું કે, નવા GST સુધારા દિવાળી પર લાગુ કરવામાં આવશે. આ દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે, કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિસ્ટમમાં મોટો ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેનો ઉદ્દેશ્ય GSTમાં સુધારો કરીને કર પ્રણાલીને સરળ બનાવવાનો છે. આ ફેરફારથી કાર ખરીદવા માંગતા લોકોને, ખાસ કરીને નાની કારને રાહત મળવાની શક્યતા છે.

IEના એક અહેવાલ મુજબ, સરકાર નાની અને મોટી કાર માટેના કર દરમાં તફાવત કરવાનું વિચારી રહી છે. અહેવાલમાં સૂત્રોનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, નાની કાર, જેમાં હાલ 28 ટકા GST અને 1-3 ટકા સેસ દર લાગુ પડે છે, તે નવા ફેરફાર પછી 18 ટકા ટેક્સ સ્લેબ હેઠળ આવી શકે છે. આ ઉપરાંત, 28 ટકા ટેક્સ સ્લેબ દૂર કર્યા પછી, મોટી લક્ઝરી કાર અને SUVને 40 ટકાની ખાસ ટેક્સ શ્રેણીમાં ટ્રાન્સફર કરી શકાય છે.

GST-Reforms2
timesbull.com

અહેવાલમાં એક સરકારી સૂત્રનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, 'નાની કાર લક્ઝરી વસ્તુઓ નથી, ફક્ત 5-7 વસ્તુઓને 40 ટકા સ્લેબમાં રાખવાની યોજના છે.'

હાલમાં, એન્ટ્રી લેવલ હેચબેક, નાની સેડાન અને મીની-SUV સહિતની નાની કાર પર 28 ટકા GST વસૂલવામાં આવે છે, સાથે સાથે 1 ટકા (પેટ્રોલ) અને 3 ટકા (ડીઝલ) સેસ પણ વસૂલવામાં આવે છે. 1200 cc (1.2 લિટર) સુધીની એન્જિન ક્ષમતા અને 4 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી નાની કાર પર 28 ટકાનો ભારે ટેક્સ સામાન્ય ગ્રાહકો માટે તેને વધુ મોંઘો બનાવે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર મધ્યમ કદની કાર પર પણ ટેક્સ ઘટાડી શકે છે. હાલમાં, 1.2 લિટર અથવા 1.5 લિટરથી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી મધ્યમ સેગમેન્ટની કાર 28 ટકા GST સ્લેબમાં આવે છે. તેમના પર 15 ટકાનો વધારાનો સેસ પણ વસૂલવામાં આવે છે. ત્યારપછી કુલ ટેક્સનો આંકડો 43 ટકા થઈ જાય છે. હવે તેમને 40 ટકા સ્લેબમાં લાવવાની શક્યતા છે, જો આવું થાય તો આ કારોને પણ ટેક્સ દરમાં 3 ટકા સુધીની રાહત મળશે.

GST-Reforms3
financialexpress.com

જો આ GST સુધારો લાગુ કરવામાં આવે છે તો, 1.0 લિટર અને 1.2 લિટર એન્જિન સાથે આવતી  Maruti Alto K10, WagonR, Swift, Baleno, Dzire, Tata Tiago, Tigor, Punch, Hyundaiની i10, i20 અને Xtor જેવી કાર સસ્તી થશે. આ ઉપરાંત, Renault Kwid, Triber, Kiger, Skoda Kilak જેવી કારની કિંમત પણ ઘટી શકે છે. જ્યારે, Maruti Brezza, Tata Nexon, Kia Seltos, Sonnet, Hyundai Creta જેવી SUV કારની કિંમતમાં તફાવત આવશે, જે 1.5 લિટર એન્જિન સાથે આવે છે.

કાર ઉપરાંત, એન્ટ્રી લેવલ બાઇકના ટેક્સ સ્લેબમાં પણ ફેરફારની અપેક્ષા છે. રિપોર્ટ અનુસાર, હાલમાં 350 cc સુધીની બાઇક પર 28 ટકા GST વસૂલવામાં આવે છે, જેને ઘટાડીને 18 ટકા કરી શકાય છે. જ્યારે 350 ccથી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી બાઇક પર ઊંચા દર લાગુ કરી શકાય છે. અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં 350 ccથી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી બાઇક પર 28 ટકા GST દર સાથે 3 ટકા સેસ પણ વસૂલવામાં આવે છે, જેનાથી કુલ ટેક્સ 31 ટકા થઇ જાય છે.

GST-Reforms1
tv9hindi.com

અહીં તમને જણાવી દઈએ કે, ભારતમાં ટુ-વ્હીલર્સની સંખ્યા કાર કરતા વધુ છે અને મોટરસાઇકલ ખરીદનારાઓમાં એન્ટ્રી-લેવલ અથવા કોમ્યુટર સેગમેન્ટ ખરીદનારા સૌથી વધુ છે. આવી સ્થિતિમાં, જો સરકાર 350 cc સુધીની બાઇક પર GST ટેક્સમાં 10 ટકા સુધીની રાહત આપે છે, તો તે ખરીદનાર અને બજાર બંને માટે ખૂબ ફાયદાકારક રહેશે.

About The Author

Related Posts

Top News

ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) ભરતી કૌભાંડ અંગે CID પૂછપરછ દરમિયાન વધુ એક મોટો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલ...
National 
ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-08-2026 દિવસ: ગુરુવાર મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી. વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન હવે ગુનો ગણાશે. લોકસભા અને રાજ્યસભા દ્વારા 'વંદે માતરમ બિલ'ને...
National 
'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

એક વીડિયોમાં પાણી ભરાયેલું પાર્કિંગ છે. પાર્કિંગ પણ જેવું-તેવું નથી, પરંતુ નોઈડા એરપોર્ટનું પાર્કિંગ છે, એ જ એરપોર્ટ...
National 
રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.