- National
- જમ્મુ-કાશ્મીર મોદી સરકાર જે સીમાંકન કરે છે તેનો સ્થાનિક પક્ષો કેમ વિરોધ કરે છે?
જમ્મુ-કાશ્મીર મોદી સરકાર જે સીમાંકન કરે છે તેનો સ્થાનિક પક્ષો કેમ વિરોધ કરે છે?

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પ્રક્રિયાને પુન સ્થાપિત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે કાશ્મીરના નેતાઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે અમારી પ્રાથમિકતા જમ્મુ-કાશ્મીરમાં જમીની સ્તર પર લોકશાહીને મજબૂત બનાવવાની છે. એ પહેલાં સીમાંકન થવુ જરૂરી છે જેથી ચૂંટણી કરાવી શકાય.
તો બીજી તરફ કાશ્મીરી નેતા રાજયના સીમાંકનના મુદ્દા પર અસંમતિ બતાવી રહ્યા છે. એવામાં સવાલ એ ઉભા થાય છે કે શું સીમાંકનને કારણે કાશ્મીરમાં રાજકારણ બદલાઇ જશે, જેની લીધી બીજેપી સીમાંકનના પક્ષમાં છે તો કાશ્મીરી નેતા વિરોધ કરી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન કરવાની પ્રક્રિયા 5 ઓગસ્ટ 2019ના રોજ પસાર થયેલા જમ્મુ-કાશ્મીર પુર્નગઠન કાયદા હેઠળ અપનાવવામાં આવી છે. આ કાયદા હેઠળ જમ્મુ-કાશ્મીર રાજય હવે બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ અને લદાખની પુન રચના થઇ ચૂકી છે. એવામાં પૂર્વ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઇની આગેવાની હેઠળ જમ્મુ-કાશ્મીર સીમાંકનનું કામ ચાલી રહ્યું છે. આ પહેલાં અહીં 1995માં સીમાંકનનું કામ થયું હતું.
જમ્મુ-કાશ્મીરમાં સીમાંકનની પ્રક્રિયાને લઇને રાજકીય ઉત્તેજના તીવ્ર બની છે. કારણ કે તેને કારણે રાજકીય ભવિષ્ય પર સંપૂર્ણ અસર પડશે. નિર્ધારિત નિયમો અનુસાર, જો સીમાંકન થાય છે, તો જમ્મુ-કાશ્મીરમાં રાજકીય સમીકરણ પુરી રીતે બદલાઇ જશે.
આ સીમાંકન માત્ર જમ્મુ vs કાશ્મીર કે માત્ર બેઠકો વધારવા અથવા તેના સ્વરૂપમાં સંભિવત બદલાવ સુધી સિમિત નથી, પરંતુ અનુસૂચિત જનજાતિઓ, અનુસૂચિત જાતિઓ માટે વિધાનસભામાં અનામતને પણ સુનિશ્ચિત બનાવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કાશ્મીરી નેતાઓ સાથેની બેઠકમાં એ વાત પર ભાર મૂક્યો હતો કે સરકાર બધાના સહયોગથી સીમાંકન પ્રક્રિયા અને તે પછી વિધાનસભાની ચૂંટણી કરવા માટે પ્રતિબધ્ધ છે. શાહે બધા નેતાઓને સીમાંકનની પ્રક્રિયા ઝડપથી પુરી કરવા માટે મદદ કરવાનો આગ્રહ કર્યો હતો. પીએમ મોદીએ બધા પક્ષોને આશ્વાસન આપ્યું હતું કે તેઓ સીમાંકન પ્રક્રિયાઓનો હિસ્સો બનશે. તેમના વિચારોને સન્માન અપાશે.
બેઠક પુરી થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવિટ કરીને લખ્યું હતું કે આપણાં લોકતંત્રની સૌથી મોટી ખુબી એ છે કે આપણે બેસીને એકબીજા સાથે સંવાદ કરી શકીએ છીએ. બીજી ટવિટમાં તેમણે લખ્યું કે અમારી પ્રાથમિકતા જમ્મુ-કાશ્મીરમાં જમીની સ્તર પર લોકશાહીને મજબૂત કરવાની છે. સીમાંકન તરત જ થઇ જવું જોઇએ જેથી એ પછી ચૂંટણી કરી શકાય.
Our priority is to strengthen grassroots democracy in J&K. Delimitation has to happen at a quick pace so that polls can happen and J&K gets an elected Government that gives strength to J&K’s development trajectory. pic.twitter.com/AEyVGQ1NGy
— Narendra Modi (@narendramodi) June 24, 2021
કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા સીમાંકનની પ્રક્રિયાને પુરી કરવા માટે ગયા વર્ષે જ માર્ચ મહિનામાં નિવૃત જજ રંજના દેસાઇની આગેવાનીમાં સીમાંકન આયોગની રચના કરવામાં આવી હતી. જેમનો કાર્યકાળ આ વર્ષના માર્ચ મહિનામાં જ વધારવામાં આવ્યો હતો. આ આયોગમાં જમ્મુ-કાશ્મીરના પાંચેય સાંસદ પણ સામેલ છે જેમની ભૂમિકા સલાહકાર તરીકે રાખવામાં આવી છે. નેશનલ કોન્ફરન્સ થી લઇને પીડીપી સુધી સીમાંકનનો વિરોધ કરી રહ્યા છે અને જમ્મુ-કાશ્મીરમાં મુસલમાનો વિરુધ્ધ્ હોવાનું બતાવી રહ્યા છે.
નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબદુલ્લાએ ગુરુવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પીએમ સાથેની બેઠકમાં સીમાંકન બાબતે પોતે અસંમતિ દર્શાવી હતી. જમ્મુ-કાશ્મીરમાં અત્યારે સીમાંકનની કોઇ જરૂર નથી એવું પીએમને કહ્યું હતું. પરંતું સાથે તેમણે એમ પણ કહ્યું કે તેમની પાર્ટી સીમાંકન માટે પુરો સહયોગ આપવા તૈયાર છે. ઉમર અબદુલ્લાએ કહ્યું હતુ કે દિલ્લી અને દિલની દુરી દુર કરવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે.
હવે જમ્મુ-કાશ્મીરનું રાજકીય ગણિત સમજવા જેવું છે. પુનગઠન કાયદો લાગૂ થયો તે પહેલાં જમ્મુ-કાશ્મીર રાજય વિધાનસભામાં 111 સીટ હતી. જેમાં કાશ્મીર વિભાગની 46, લદાખની 4 અને જમ્મુ વિભાગની 37 સીટ ઉપરાંત પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 24 સીટ હતી. હવે લદાખની 4 સીટ સમાપ્ત થઇ ગઇ છે અને જમ્મુ- કાશ્મીરમાં 107 સીટ રહી ગઇ છે.સીમાંકન દ્રારા 7 સીટ વધારવાની દરખાસ્ત છે. આ એ જ 7 સીટ છે જે ખીણના રાજકારણમાં મોટું રાજકીય પરિવર્તન લાવી શકે છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે સીમાંકનને કારણે જે 7 બેઠકો વધશે, તે જમ્મુ વિભાગમાં વધશે. એ રીતે જમ્મુની જે 37 સીટ છે તે વધીને 44 થઇ જશે. કાશ્મીરની 46 બેઠક યથાવત રહેશે. આવી સ્થિતિમાં કાશ્મીર કેન્દ્રીય રાજકીય પક્ષોનું વર્ચસ્વ ખતમ થઇ જશે. એટલે કાશ્મીર કેન્દ્રીત પાર્ટીઓ સીમાંકનના વિરોધમાં છે અને ભાજપ કોઇ પણ સંજોગોમાં સીમાંકન પછી જ ચૂંટણી કરાવવાના પક્ષમાં છે.
જમ્મુ- કાશ્મીરમાં હાલની 83 વિધાનસભા બેઠકો ( કાશ્મીર 46+ જમ્મુ 37)માં 7 અનુસૂચિત જાતિઓ માટે અનામત છે અને આ બધી માત્ર જમ્મુ વિભાગમાં છે. હવે અનુસૂચિત જનજાતિઓ માટે પણ 11 બેઠકો અનામત રહેશે. હાલની પરિસ્થિતિમાં જમ્મુ- કાશ્મીરમાં અનુસૂચિત જનજાતિઓ માટે એક પણ બેઠક અનામત નહોતી.
અનુસૂચિત જનજાતિઓ માટે 11 બેઠકો અનામત રાખવામાં આવી છે, તેમાંથી મોટા ભાગની કાશ્મીરમાં જ હશે, કારણ કે જમ્મુ વિભાગમાં આ કેટેગરી માટે જે બેઠકો અનામત રહેશે તેની પર ગુર્જર બકકરવાલ સમુદાયના ઉમેદવારોનો કબ્જો પહેલેથી જ છે. રાજયમાં અનુસૂચિત જનજાતિઓમાં ગુર્જર, બકકરવાલ, સિપ્પી, ગદ્દી સમુદાય જ મુખ્ય છે. એમાં ગદ્દી સમાજની વસ્તી સૌથી ઓછી છે અને તેઓ ગેર મુસ્લિમ છે, જે કિશ્તવાડ, ડોડા, ભદ્રવાહ અને બાની વિસ્તારમાં છે.
તો રાજૌરી, પુંછ, રિયાસી, બનિહાલ, કુલગામ, બારામુલા, શોંપિયા, કુપવાડા, ગાંદરબલમાં જનજાતીય સમુદાયની એક સારી એવી વસ્તી છે, પરંતુ રાજકારણમાં ભાગીદારી નથી. SC સમાજ માટે 11 બેઠકો અનામત રહેશે તો ઉમેદવારો બધી પાર્ટીના ઉતરશે. એવામાં જમ્મુ-કાશ્મીરમાં એક નવું રાજકીય સમીકરણ સામે આવી શકે અને બીજેપીનું ખીણ પર સત્તાનું સપનું પણ સાકાર થઇ શકે. એ જ કારણ છે કે બીજેપી કોઇ પણ સંજોગોમાં ચૂંટણી પહેલાં સીમાંકન પુરુ કરવા માંગે છે.
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)