ટ્રમ્પ-પુતિન અલાસ્કામાં મળશે, ગણતરીની મિનિટમાં રશિયન આર્મી પહોંચી શકે એવી જગ્યા, રશિયાએ USને વેચેલું અલાસ્કા

યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો કરવા માટે US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 15 ઓગસ્ટે અલાસ્કામાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળશે. ટ્રમ્પે શુક્રવારે સોશિયલ મીડિયા પર આ બહુપ્રતિક્ષિત જાહેરાત કરી. તેમણે કહ્યું કે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સહિત તમામ પક્ષો યુદ્ધવિરામ કરારની નજીક છે. આ બેઠક સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા સંઘર્ષને ઉકેલી શકે છે. જેના માટે યુક્રેનને મહત્વપૂર્ણ પ્રદેશ સોંપવો પડી શકે છે.

Trump,-Putin,-Alaska4
navbharattimes.indiatimes.com

હજુ સુધી એ જાહેર કરવામાં આવ્યું નથી કે, અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન કયા શહેર કે કયા સ્થળે મળશે. આ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી ટ્રમ્પ અને પુતિન વચ્ચે આ પહેલી સામ-સામે મુલાકાત હશે. આ ઉપરાંત, આ પહેલી વાર હશે જ્યારે બંને નેતાઓ અમેરિકન ભૂમિ પર મળશે. આ શિખર સંમેલન માત્ર સાડા ત્રણ વર્ષ જૂના સંઘર્ષ માટે જ નહીં, પરંતુ US-રશિયા સંબંધો અને બંને રાષ્ટ્રો વચ્ચે સેતુ તરીકે અલાસ્કાના વારસા માટે પણ એક મહત્વપૂર્ણ ક્ષણ હશે.

Trump,-Putin,-Alaska6
bhaskar.com

વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતા, ટ્રમ્પે સૂચવ્યું કે, કરારમાં કેટલીક જમીનની આપ-લે પણ શામેલ હશે. US રાષ્ટ્રપતિએ કહ્યું, 'બંનેના હિતમાં કેટલાક પ્રદેશોની અદલાબદલી થશે.' જોકે, રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે, યુક્રેન પ્રાદેશિક મુદ્દાઓ પર તેના બંધારણનું ઉલ્લંઘન કરી શકે નહીં. તેમણે કહ્યું, 'યુક્રેનિયન લોકો તેમની જમીન કબજે કરનારાઓને ભેટમાં નહીં આપે.' પુતિનના સહાયક યુરી ઉષાકોવે કહ્યું કે, બંને નેતાઓ 'યુક્રેનિયન કટોકટીના લાંબા ગાળાના શાંતિપૂર્ણ ઉકેલ માટેના વિકલ્પોની ચર્ચા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.'

Trump,-Putin,-Alaska5
yahoo-com.translate.goog

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, બેઠક સ્થળ તરીકે અલાસ્કાની પસંદગી એ કાનૂની ગૂંચવણોને ટાળે છે જે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC)ના સભ્ય રાજ્યની મુલાકાત લે તો ઊભી થઈ શકે છે. રશિયન રાષ્ટ્રપતિ યુક્રેનમાં કથિત યુદ્ધ ગુનાઓના સંબંધમાં ICC દ્વારા બહાર પડાયેલા ધરપકડ વોરંટને પાત્ર છે. જેનો અર્થ એ છે કે, આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ, ICC સભ્ય દેશ તેમને તેના ક્ષેત્રમાં પ્રવેશ કરવા બદલ અટકાયતમાં રાખવા માટે બંધાયેલા રહેશે. US ICCનું સભ્ય નથી અને તેના અધિકારક્ષેત્રને માન્યતા આપતું નથી. જે પુતિનની ધરપકડ કરવાની તેમના માટે કાનૂની જવાબદારીને દૂર કરે છે.

Trump,-Putin,-Alaska2
bhaskarenglish-in.translate.goog

અલાસ્કાના ભૌગોલિક સ્થાને પણ તેને એક વ્યવહારુ વિકલ્પ બનાવ્યો. રાજ્યની મુખ્ય ભૂમિ રશિયાથી બેરિંગ સ્ટ્રેટ પેલે પાર માત્ર 88 કિલોમીટર (55 માઇલ) દૂર છે. તેના કેટલાક નાના ટાપુઓ તેનાથી પણ નજીક છે. ક્રેમલિન પહેલાથી જ સંયુક્ત આરબ અમીરાત સહિત અન્ય સંભવિત સ્થળોનો પ્રસ્તાવ મૂકી ચૂક્યું હોવા છતાં, ટ્રમ્પે તેમની જાહેરાતમાં પુષ્ટિ આપી હતી કે તેઓ પુતિનને અલાસ્કામાં આતિથ્ય આપશે.

Trump,-Putin,-Alaska6
bhaskar.com

રશિયા સાથે અલાસ્કાના સંબંધો બે સદીઓથી વધુ જૂના છે. રશિયન સામ્રાજ્યએ 18મી સદીમાં પ્રદેશના કેટલાક ભાગોનું અન્વેષણ કર્યું અને પછી સ્થાયી થયા. તેઓએ ફર ટ્રેડિંગ પોસ્ટ્સ સ્થાપી અને બેરિંગ સમુદ્ર પાર તેમની હાજરીનો વિસ્તાર કર્યો. 30 માર્ચ, 1867ના રોજ, US અને રશિયાએ સંપાદન સંધિ પર હસ્તાક્ષર કર્યા. જેના હેઠળ રશિયાએ તે સમયે 7.2 મિલિયન ડૉલરના ભાવે અલાસ્કાને USને ટ્રાન્સફર કર્યું. જે પ્રતિ એકર લગભગ બે સેન્ટ હતું. આ કરારથી ઉત્તર અમેરિકામાં રશિયાની 125 વર્ષની હાજરીનો અંત આવ્યો. જે તેની ટોચ પર કેલિફોર્નિયાના ફોર્ટ રોસ સુધી વિસ્તર્યું.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.