PM નરેન્દ્ર મોદી-રાષ્ટ્રપતિ પુતિનની સેલ્ફીથી USમાં હલચલ.. ફસાઈ ગયા ટ્રમ્પ!... અમેરિકામાં વિપક્ષે ગંભીર આરોપ લગાવ્યા

તાજેતરમાં, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવ્યા હતા. PM નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને દેશો વચ્ચેના સંબંધોની દ્રષ્ટિએ આ મુલાકાત ખુબ જ મહત્વપૂર્ણ હતી. PM નરેન્દ્ર મોદીએ પાલમ એરપોર્ટ પર પુતિનનું વ્યક્તિગત રીતે સ્વાગત કર્યું હતું, અને પછી બંને એક જ કારમાં PM હાઉસ પહોંચ્યા હતા. કારમાં બેઠેલા બંને નેતાઓની એક સેલ્ફી વાયરલ થઇ હતી. હવે, આ ફોટાએ અમેરિકામાં વિવાદ ઉભો કર્યો છે. PM નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચેની મુલાકાત પછી, US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર વિપક્ષ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે.

હકીકતમાં, PM નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કારમાં સાથે બેઠેલાનો વાયરલ થયેલો ફોટો US કોંગ્રેસમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક ડેમોક્રેટિક સાંસદ, કામલેગર-ડોવે એ આ ફોટો પોસ્ટ કર્યો અને ચેતવણી આપી કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ અને ભારત પ્રત્યે સંઘર્ષપૂર્ણ વલણ અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ ભાગીદારીને રશિયા તરફ ધકેલી રહ્યું છે. કામલેગર-ડોવે દક્ષિણ અને મધ્ય એશિયા પર હાઉસ ફોરેન અફેર્સ સબકમિટીની US-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પર કોંગ્રેસનલ સુનાવણી દરમિયાન પોતાની ટિપ્પણી કરી હતી. ડેમોક્રેટિક રેન્કિંગ સભ્ય સિડની કામલેગર-ડોવે પણ ટ્રમ્પ પર દાયકાઓની દ્વિપક્ષીય પ્રગતિને ખતમ કરવાનો આરોપ લગાવ્યો.

PM-Modi-Putin-Car-Selfie1
tv9hindi.com

કમલેગર-ડોવે કહ્યું કે, બાઇડેન વહીવટીતંત્રે ટ્રમ્પને એક સારા દ્વિપક્ષીય સંબંધો સોંપ્યા હતા, તેમણે એક પુનર્જીવિત ક્વાડ, એક ઉભરતી સંરક્ષણ ટેકનોલોજી ભાગીદારી અને એક વિશ્વસનીય સપ્લાય ચેઇન ભાગીદારનો ઉલ્લેખ કર્યો, પરંતુ ટ્રમ્પે તેને સંપૂર્ણપણે બગાડી નાખ્યો. તેમણે ચેતવણી આપી હતી કે, ઇતિહાસ ટ્રમ્પને કઠોર પાઠ શીખવી શકે છે, જ્યાં સુધી તેઓ પોતાનો માર્ગ નહીં બદલે. આવી સ્થિતિમાં, ટ્રમ્પ એવા US રાષ્ટ્રપતિ હશે, જેમણે ભારતને ગુમાવ્યું હશે. ડેમોક્રેટ્સે કહ્યું, 'તમે (ટ્રમ્પ) વ્યૂહાત્મક ભાગીદારોને તમારા દુશ્મનોના ખોળામાં ધકેલીને નોબેલ શાંતિ પુરસ્કાર જીતી શકતા નથી.'

US કોંગ્રેસની હાઉસ ફોરેન અફેર્સ સબકમિટીની સુનાવણી દરમિયાન, દક્ષિણ અને મધ્ય એશિયા માટેના રેન્કિંગ સભ્ય સિડની કામલેગર-ડોવે PM મોદી અને પુતિનને દર્ર્શવાતો એક ફોટો, પોસ્ટર પર  પ્રદર્શિત કર્યો, જેને બતાવતા કહ્યું કે, તે ભારત નહીં, પરંતુ અમેરિકા હતું જે આ ભાગીદારીને નુકસાન પહોંચાડી રહ્યું હતું. તેમણે કહ્યું, 'ટ્રમ્પની ભારત નીતિ એવી છે કે, આપણે પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. આનાથી બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક વિશ્વાસ અને સમજણને ગંભીર નુકસાન થયું છે.'

PM-Modi-Putin-Car-Selfie3
hindi.news18.com

PM મોદી અને પુતિનને દર્શાવતા પોસ્ટર તરફ ઈશારો કરતા કામલેગર-ડોવે કહ્યું, 'જબરદસ્તી કરનાર ભાગીદાર બનવાની એક કિંમત હોય છે, આ પોસ્ટર હજાર શબ્દો જેટલું મૂલ્ય ધરાવે છે.' કામલેગર-ડોવે એ ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ કરતા કહ્યું, 'તમે વ્યૂહાત્મક ભાગીદારોને તમારા દુશ્મનોના ખોળામાં ધકેલીને નોબેલ શાંતિ પુરસ્કાર જીતી શકતા નથી.'

ડેમોક્રેટિક કોંગ્રેસમેન કામલેગર-ડોવે ટ્રમ્પ પર બંને દેશો વચ્ચે દાયકાઓથી ચાલી આવતી ભાગીદારીને નબળી પાડવાનો આરોપ લગાવ્યો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાઇડેન વહીવટીતંત્રે ટ્રમ્પને ખૂબ જ મજબૂત દ્વિપક્ષીય સંબંધો સોંપ્યા હતા, જેમ કે મજબૂત ક્વાડ, સંરક્ષણ ટેકનોલોજીમાં વધતો સહયોગ અને વિશ્વસનીય સપ્લાય ચેઇન ભાગીદારો, પરંતુ આ બધું 'ફ્લશ, ફ્લશ, ફ્લશ... ટોઇલેટમાં' ગયું. કામલેગર-ડોવે ચેતવણી આપી હતી કે, જો ટ્રમ્પ તેમની નીતિ નહીં બદલે, તો ઇતિહાસ તેમને ભારત ગુમાવનારા US પ્રમુખ તરીકે યાદ રાખશે.'

PM-Modi-Putin-Car-Selfie2
hindi.opindia.com

ભારત પર લાદવામાં આવેલા 25 ટકા ઊંચા ટેરિફ અંગે વિપક્ષે ડોનાલ્ડ ટ્રમ્પને ઘેર્યા હતા. કામલેગર-ડોવે જણાવ્યું હતું કે, ટ્રમ્પે પહેલા 25 ટકા લિબરેશન ડે ટેરિફ અને પછી ભારત દ્વારા આયાત કરાયેલા રશિયન તેલ પર વધારાની 25 ટકા ડ્યુટી લાદી હતી, જે કુલ 50 ટકા ટેરિફ હતો. તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભારત પર લાદવામાં આવેલ ટેરિફ દર હાલમાં ચીન કરતા વધારે છે, અને આ નીતિ ખુદ અમેરિકા માટે જ હાનિકારક છે. ડેમોક્રેટ્સે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ટ્રમ્પને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ થઇ રહ્યા છે. ટ્રમ્પે H-1B વિઝા પર 100,000 ડૉલર ફી લાદી છે, જોકે આવા 70 ટકા વિઝા ભારતીયો પાસે છે. કાયદા નિર્માતાએ આને યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીયોના યોગદાનનું 'અપમાન' ગણાવ્યું.

ભારતના અગ્રણી થિંક ટેન્ક, ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના US સંલગ્ન ORF અમેરિકાના ધ્રુવ જયશંકરે જણાવ્યું હતું કે, વેપાર વાટાઘાટો 13 ફેબ્રુઆરી પહેલા શરૂ થઈ હતી, અને જુલાઈ સુધીમાં, બંને પક્ષો એક કરારની ખૂબ જ નજીક પહોંચી ગયા હતા. ભારત મુક્ત વેપાર સોદાઓ પર સક્રિયપણે કામ કરી રહ્યું છે, અને જો વોશિંગ્ટન પાસે રાજકીય ઇચ્છાશક્તિ હોય તો ઉકેલ હાથમાં છે. તેમણે એમ પણ ચેતવણી આપી હતી કે ટેરિફ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને જોખમમાં મૂકી શકે છે, જેમાં ચીનનો સામનો કરવો અને સપ્લાય ચેઇનને સ્થિર કરવી શામેલ છે.

About The Author

Related Posts

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.