- World
- ‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વ...
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો, જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફરતો થવા લાગ્યો. ઇન્ડિગો કટોકટી વચ્ચે ઘણા લોકોએ આ વીડિયો શેર કરતા કહ્યું કે, ‘ઓલિગાર્ક (મોટા ઉદ્યોગપતિઓ) દેશને પોતાની રીતે ચલાવી શકતા નથી.’
પુતિન જે તે સમયે રશિયાના વડાપ્રધાન હતા, લાઇવ ટેલિવિઝન પર એક ટોચના ઓલિગાર્કને કડક શબ્દોમાં ઠપકો આપતા જોવા મળે છે, જે એક સમયે રશિયાના સૌથી અમીર વ્યક્તિ હતા અને તેમણે 3 મહિનાથી પોતાના કર્મચારીઓને પગાર ચૂકવ્યો નહોતો. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે તેને હેડલાઇન આપી: ‘Putin plays sheriff for cowboy capitalists.' આ આખી ઘટના પાછળથી ‘સિગ્મા પુતિન’ ઉર્જાવાળી વાયરલ રીલ્સનો ભાગ બની ગઈ.
This alleged arm twisting of govt by Indigo reminds me of 2009
— Shekhar Dutt (@DuttShekhar) December 5, 2025
About a Putin master class on how to handle oligarchs and oligopolies
That when in 2009 a struggling factory wasn't paying its workers, Putin publicly confronted its billionaire owner, Oleg Deripaska
He made him… pic.twitter.com/kRzSeDj3dp
ઇન્ડિગો સાથે શું ગરબડ થઈ?
દેશની સૌથી મોટી એરલાઇન 60% થી વધુ બજારહિસ્સો ધરાવતી ઇન્ડિગો, અચાનક ધડામ થઈ ગઈ. એક જ દિવસમાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં હજારો મુસાફરો ફસાયા. એરપોર્ટના ફ્લોર વેઇટિંગ રૂમ બની ગયા, લોકો ખુરશીઓ પર સૂતા જોવા મળ્યા, બેગનો ઢગલો થઇ ગયો અને લોકોના મતે એરલાઇન્સ કોઈ સ્પષ્ટ માહિતી આપી રહી નહોતી.
સંકટનું અસલી કારણ DGCAના નવા ફ્લાઇટ ડ્યૂટી ટાઈમ લિમિટેશન (FDTL) નિયમો હતા. આમાં પાઇલટ્સ માટે કડક આરામનો સમયગાળો અને રાત્રિ ફરજ પર કડક નિયંત્રણો શામેલ હતા. ઇન્ડિગો આ નિયમો લાગૂ કરવા તૈયાર નહોતી. પરિણામે, સમગ્ર કામગીરી પડી ભાંગી. વ્યાપક આક્રોશ બાદ DGCAએ ફેબ્રુઆરી 2026 સુધી ઇન્ડિગો માટે રાત્રિ ફરજના નિયમોમાં આંશિક રીતે છૂટછાટ આપી. ઘણા લોકોએ કહ્યું કે આનાથી સાબિત થાય છે કે ઇન્ડિગોની પ્રેશર પોલિટિક્સ સફળ સહી. અને અહી યાદ આવ્યો પુતિનનો ક્લાસિક 2009નો વીડિયો.
વર્ષ 2009નું હતું. રશિયન શહેર પિકાલ્યોવો અફરાતફરી મચી હતી. અબજપતિ ઓલેગ ડેરિપાસ્કાના કારખાનાઓએ 3 મહિનાથી કામદારોને પગાર ચૂકવ્યો નહોતો. પગાર નહોતો, પરિવારો ભૂખ્યા હતા. ગુસ્સે ભરાયેલી મહિલાઓએ હાઇવે બ્લોક કરીને કલાકો સુધી વિરોધ કર્યો. પુતિન હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા, કેમેરા લાઈવ હતા.
પુતિને કોઈ ઉદારતા ન દાખવી, ન બંધ કેમેરાથી વાત કરી. તેમણે ખુલ્લા મંચ પરથી જ ઉદ્યોગપતિને કામદારોને છેતરવા અને દેશને શરમસાર કરવા બદલ ખુલ્લેઆમ ઠપકો આપ્યો. તેમણે તેને ‘વંદા’ જેવું વર્તન કરનાર ગણાવ્યા અને કહ્યું કે પરિસ્થિતિ અસ્વીકાર્ય છે. પછી તે ક્ષણ આવી જેને લેજેન્ડરી કહેવામાં આવે છે.
પુતિને ડેરિપાસ્કાને પૂછ્યું કે, ‘શું તમે સહી કરી? મને તમારી સહી દેખાતી નથી. આવીને સહી કરો.’ પુતિને કાગળ તેની તરફ ફેંક્યો અને કહ્યું- ‘સહી કરો.’ ડેરિપાસ્કાએ ધ્રૂજતા-ધ્રૂજતા સહી કરી. જતા-જતા તેઓ પેન પણ લઈ જવા લાગે છે, ત્યારે પુતિનનો છેલ્લો વાર આવે છે: ‘મારી પેન પાછી આપો.’
આ ઘટનાનું ખૂબ જ પ્રતિકાત્મક મહત્ત્વ હતું. દુનિયા સામે, એક અબજપતિએ કાયદા સામે ઝૂકવું પડ્યું. થોડા સમય બાદ કામદારોને તેમનો પગાર મળી ગયો અને પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ. UPSC માર્ગદર્શક શેખર દત્તે લખ્યું કે, ‘IndiGo તરફથી કથિત સરકારી દબાણ મને 2009માં પુતિનની યાદ અપાવે છે.’ એક યુઝરે પૂછ્યું કે, ‘શું ભારત ઇન્ડિગો પર પુતિનવાળું 2009 મોડેલ લાગૂ કરી શકે છે?’
ઘણા લોકોનું કહેવું છે કે ઇન્ડિગો સંકટ માત્ર ફ્લાઇટ રદ કરવા અંગે નથી, પરંતુ જ્યારે કોર્પોરેટ તાકાત રાજ્યની સાર્વભૌમત્વને કિનારે લગાવવાનો પ્રયાસ કરે છે ત્યારે તેના પરિણામ ખતરનાક હોય શકે છે. 2009નો પુતિન વીડિયો આપણને યાદ અપાવે છે કે સત્તા હંમેશાં નાગરિકો પાસેથી રાજ્ય તરફ વહેવી જોઈએ, ન કે કોર્પોરેટ શક્તિઓ તરફ.

