મેગીને લઈને ફરી ઉઠ્યા સવાલો! પેકેટમાં જીવાત મળ્યાનો દાવો; નેસ્લે ઈન્ડિયાએ કરી સ્પષ્ટતા

મુંબઈના કલ્યાણ વિસ્તારમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગ્રાહકને મેગી નૂડલ્સના પેકેટમાં કથિત રીતે જીવાત અને ઈયળો જોવા મળી હતી. ગ્રાહકના જણાવ્યા અનુસાર, નૂડલ્સ બનાવતી વખતે પેકેટની અંદર જીવાત જોવા મળી હતી. મીડિયા અહેવાલો મુજબ, પેકેટ પર એક્સપાયરી ડેટ ફેબ્રુઆરી 2027 હતી. એવામાં, ઉત્પાદનની નિર્ધારિત શેલ્ફ લાઈફ પૂરી થાય તે પહેલાં જ આ પ્રકારની ખામી જોવા મળવા અંગે સવાલો ઉઠી રહ્યા છે.

નેસ્લે ઈન્ડિયાએ શું કહ્યું?

આ ઘટના બાદ પેકેજ્ડ ફૂડની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા અંગે ચર્ચાઓ તેજ બની છે. એવું જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ને આ ફરિયાદની નોંધ લેવા અને સંબંધિત ઉત્પાદનના નમૂના પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલવા માંગ કરવામાં આવી છે. આક્ષેપોની સત્યતા તપાસ બાદ જ નક્કી થઈ શકે છે. આ બાબતે પ્રતિક્રિયા આપતા નેસ્લે ઈન્ડિયાએ જણાવ્યું હતું કે તેમને મીડિયા અહેવાલો દ્વારા આ ઘટના વિશે જાણ થઈ છે.

maggi
ndtv.com

કંપનીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી સંબંધિત ગ્રાહક કે કોઈ સરકારી અધિકારીએ કંપનીનો સીધો સંપર્ક કર્યો નથી. નેસ્લે ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને જોતા કંપની ફરિયાદની સત્યતા અંગે કોઈ નિષ્કર્ષ કાઢી શકતી નથી. તેમણે જણાવ્યું કે ઉત્પાદનની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કંપની ઉત્પાદન પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ પર કડક નિયંત્રણ અને તપાસના ઉપાય અપનાવે છે.

maggi
madhyamam.com

કંપનીના જણાવ્યા અનુસાર, ગુણવત્તાની ચકાસણી કાચા માલની ખરીદીથી શરૂ થાય છે અને ઉત્પાદનથી લઈને પેકેજિંગ સુધી ચાલુ રહે છે. આ ઉપરાંત, તમામ ઉત્પાદન પ્લાન્ટ્સમાં ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા વ્યવસ્થાપન સાથે જોડાયેલી વ્યવસ્થાઓ લાગૂ છે. નેસ્લે ઈન્ડિયાએ કહ્યું કે, તે ગ્રાહકોને સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. ઉત્પાદનના નમૂનાના પરીક્ષણ અને ત્યારબાદની સત્તાવાર કાર્યવાહી બાદ જ આ કેસની વાસ્તવિકતા સામે આવશે.

About The Author

Top News

માતા પ્રેમ સંબંધની વિરુદ્ધ હતી, દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને પતાવી નાખી

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં પારિવારિક સંબંધોને શર્મસાર કરનારી ભયાનક ઘટના સામે આવી છે. જે માતાએ પુત્રીને જન્મ આપ્યો, ઉછેરીને મોટી...
National 
માતા પ્રેમ સંબંધની વિરુદ્ધ હતી, દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને પતાવી નાખી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 24-11-2026 દિવસ: મંગળવાર મેષ: મહેનતનું ફળ ઓછું મળતું જણાય, ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધ થતા દેખાય. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

700 રન બનાવ્યા તેમ છતા હાથમાં આવેલી મેચ કેવી રીતે ગુમાવી બેઠી ભારતીય ટીમ, બેસિન રિઝર્વમાં થાપ ખાઈ ગયો ગિલ?

સાંભળવામાં ખૂબ જ વિચિત્ર લાગી શકે છે કે કોઈ ટીમ 720 રન બનાવીને પણ મેચ ન જીતી શકી. પરંતુ બેસિન...
Sports 
700 રન બનાવ્યા તેમ છતા હાથમાં આવેલી મેચ કેવી રીતે ગુમાવી બેઠી ભારતીય ટીમ, બેસિન રિઝર્વમાં થાપ ખાઈ ગયો ગિલ?

ઓળખાણ બદલીને 8 હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કરી જીવન બરબાદ કરનાર જુમ્માઉદ્દીન અહેમદની ધરપકડ

આસામના નાગાંવ જિલ્લામાં પોલીસે એક મુસ્લિમ પુરુષની ધરપકડ કરી છે. તેના પર હિન્દુ હોવાનો અને અલગ અલગ ઓળખનો ઉપયોગ કરીને ...
National 
ઓળખાણ બદલીને 8 હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કરી જીવન બરબાદ કરનાર જુમ્માઉદ્દીન અહેમદની ધરપકડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.