- National
- PM મોદીના ઉત્તરાધિકારી કોણ? RSS પ્રમુખ મોહન ભાગવતે આપ્યો જવાબ
PM મોદીના ઉત્તરાધિકારી કોણ? RSS પ્રમુખ મોહન ભાગવતે આપ્યો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ બનશે? જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે આ બહેસમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ભાગવતે કહ્યું હતું કે દેશના આગામી વડાપ્રધાન બાબતે વિચાર-વિમર્શ અને નિર્ણય પૂરી રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) અને નરેન્દ્ર મોદી કરશે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ બનશે? ત્યારે મોહન ભાગવતે કહ્યું કે, ‘કેટલાક પ્રશ્નો મારા દાયરાની બહાર છે. એટલે મારે આ બાબતે કંઈ કહેવું નથી. ‘હું ફક્ત તેમને શુભેચ્છા પાઠવી શકું છું, બીજું કંઈ નહીં. મોદીજીના ઉત્તરાધિકારી કોણ બનશે તે મોદીજી અને ભાજપે નક્કી કરવાનું છે.’
ચેન્નાઈમાં RSS શતાબ્દી સમારોહમાં હાજરી આપવા માટે પહોંચેલા ભાગવતના જવાબને સ્પષ્ટ સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે કે સંઘનો ભાજપની અંદર ઉત્તરાધિકારની બહેમાં સામેલ થવાનો કોઈ ઈરાદો નથી. સાથે જ તેમણે એ વાત પણ ભાર મૂક્યો હતો કે જો ભારતને ‘વિશ્વગુરુ’ તરીકે ઉભરવું હોય, તો જાતિ આધારિત અને ભાષાકીય વિભાજનને ખતમ કરવા જોઈએ. ભાગવતે કહ્યું કે, ‘આપણે RSSને એક લાખ કે તેથી વધુ સ્થળોએ લઈ જવાનું છે. આપણે આપણા દેશમાં જાતિ અને ભાષાકીય વિભાજનને ખતમ કરવાના છે અને એક સંયુક્ત સમાજ બનાવવાનો છે.’
RSS પ્રમુખ મોહન ભાગવતે બુધવારે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં કહ્યું કે જનતા સાથે ઊંડી સંવાદ પ્રક્રિયા હોવી જોઈએ, કારણ કે RSSની અત્યાર સુધીની યાત્રા તથ્યો પર નહીં, પરંતુ ધારણાઓ દ્વારા ફેલાઈ. તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને દેશભરમાં નવા-નવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં RSS સ્વયંસેવકો, લોકો સાથે વાતચીત કરશે અને તેમની સાથે RSS બાબતે સચોટ અને તથ્યપૂર્ણ માહિતી શેર કરશે.
‘RSSની 100 વર્ષની યાત્રા- નવા ક્ષિતિજ’ કાર્યક્રમમાં બોલતા ભાગવતે કહ્યું કે, ‘સંગઠને 100 વરશોનું કાર્ય પૂર્ણ કર્યું છે અને છેલ્લા 10-15 વર્ષોથી, RSS નિયમિત ચર્ચાનો વિષય રહ્યો છે. જ્યારે પણ ચર્ચા થાય છે, ત્યારે એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે અમારા શુભેચ્છકો અને વિરોધીઓ બંને તથ્યો પર નહીં, પણ ધારણાઓ પર બોલે છે.’

