અમરાવતી મેયરની ચૂંટણીમાં AIMIM કોર્પોરેટરના સમર્થનથી જીતી BJP, હવે થઈ કાર્યવાહી

6 ફેબ્રુઆરીએ અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી દરમિયાન એક મોટો અને અણધાર્યો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો હતો. AIMIM કોર્પોરેટર મીરા કાંબલેએ ભાજપના ઉમેદવાર શ્રીચંદ તેજવાનીની તરફેણમાં મતદાન કર્યું હતું. આ ઘટનાક્રમ અમરાવતીમાં બન્યો અને આ સમર્થનને કારણે શ્રીચંદ તેજવાની મેયર તરીકે ચૂંટાયા હતા. સામાન્ય રીતે ભાજપના વિરોધી માનવામાં આવતી AIMIMના આ વલણથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણીમાં એવા સમીકરણ જોવા મળ્યા, જેની કોઈએ આશા રાખી નહોતી. AIMIM કોર્પોરેટર મીરા કાંબલેએ છેલ્લી ઘડીએ ભાજપના ઉમેદવાર શ્રીચંદ તેજવાનીને સમર્થન આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ સમર્થનથી ભાજપને નિર્ણાયક લીડ મળી અને શ્રીચંદ તેજવાનીએ મેયર પદ મેળવ્યું હતું.

amravati-mayor1
x.com/Jansatta

AIMIMની કાર્યવાહી અને મીરા કાંબલેનું વલણ

આ ઘટના બાદ તરત જ, AIMIMએ કડક વલણ અપનાવ્યું અને મીરા કાંબલેને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. પાર્ટીએ કહ્યું કે આ નિર્ણય તેની વિચારધારા અને અનુશાસન વિરુદ્ધ છે. AIMIMએ કમિશનરને પત્ર લખીને તેમના કોર્પોરેટરનું પદ રદ કરવાની માંગણી કરી હતી. તો, મીરા કાંબલેનું કહેવું છે કે તેમણે વિકાસના એજન્ડાને પ્રાથમિકતા આપતા ભાજપના ઉમેદવાર શ્રીચંદ તેજવાનીને મત આપ્યો હતો. તેમનો તર્ક છે કે અમરાવતી શહેરના વિકાસ માટે આ નિર્ણય જરૂરી હતો.

amravati-mayor2
tv9hindi.com

મહાયુતિની સત્તા અને ભવિષ્યની સત્તા- ભાગીદારી ફોર્મ્યૂલા

મેયરની ચૂંટણીની સાથે-સાથે, ડેપ્યુટી મેયર પદ માટે પણ ચૂંટણીઓ થઈ હતી, જેમાં યુવા સ્વાભિમાન પાર્ટીના સચિન ભેંડે ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા. મહાયુતિએ હવે અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા સ્થાપિત કરી દીધી છે. આ મહાયુતિમાં ભાજપ, શિવસેના શિંદે જૂથ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અજિત પવાર જૂથ અને યુવા સ્વાભિમાન પાર્ટીનો સમાવેશ થાય છે. નક્કી સત્તા-વહેંચણી ફોર્મ્યૂલા હેઠળ, શ્રીચંદ તેજવાની પહેલા 1.5 વર્ષ માટે મેયર રહેશે, ત્યારબાદ આગામી 1.5 વર્ષ માટે ભાજપના આશિષ અતકરે પણ મેયર પદ સાંભળશે. આ વ્યવસ્થા અમરાવતીના રાજકારણમાં સ્થિરતા લાવવા તરીકે જોવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.