ચેમ્પિયન્સ ટ્રોફી પર ફરી પાછું નવું તુત? ICCએ બનાવી પાર્ટનરશિપ ફોર્મ્યુલા

આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. હવે તેમાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી છે, પરંતુ હજુ સુધી શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. તેણે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લીધો છે. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

હવે એવું લાગે છે કે, ICC, BCCI અને PCB ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો મુદ્દો ઉકેલવાની નજીક પહોંચી ગયા છે. ભારતના નિર્ણય પછી ICCએ PCB સમક્ષ હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ મૂક્યો. PCBએ શરૂઆતમાં તેને અપનાવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ હવે લાગે છે કે તે સંમત થઈ ગયું છે. ટુર્નામેન્ટની વ્યવસ્થાઓને અંતિમ રૂપ આપવા માટે ખુબ ઓછા સમયની સાથે, ICCએ હવે પછી આગળ આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક નવી 'ભાગીદારી ફોર્મ્યુલા' સાથે એક કદમ આગળ વધ્યું છે.

PCBએ શરૂઆતમાં હાઇબ્રિડ મોડલ માટે ભારતના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. જો આ મોડલ સાથે ટૂર્નામેન્ટ યોજાશે તો ભારત તેની મેચ UAEમાં રમશે અને બાકીની મેચો પાકિસ્તાનમાં રમાશે. અસંમતિને કારણે, ICCએ ઉકેલ મેળવવા માટે ઉચ્ચ સ્તરીય બોર્ડની બેઠક બોલાવી હતી. જો કે, કોઈપણ નિરાકરણ વિના આ બેઠક સમાપ્ત થઈ, જેના કારણે ટૂર્નામેન્ટના ભવિષ્ય અંગે ચિંતા વધી ગઈ હતી.

હાઇબ્રિડ મોડલ પર મતદાન પ્રક્રિયાને ટાળવા માટે, ICCએ એક નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે, જેનો ઉદ્દેશ્ય ભારત અને પાકિસ્તાન બંનેના હિતોને સંતુલિત કરવાનો છે. જો હાઇબ્રિડ મોડલ પર વોટિંગ થાય છે, તો તેનાથી ક્રિકેટ બોર્ડ એકબીજાના વિરોધમાં ઉભા થઇ જશે. ભાગીદારી ફોર્મ્યુલા હેઠળ, ભારત અને પાકિસ્તાન આગામી ત્રણ વર્ષ સુધી ICC ટૂર્નામેન્ટ દરમિયાન એકબીજાના દેશોમાં મેચ રમશે નહીં. આ જોગવાઈ ઔપચારિક રીતે બંને દેશોના હોસ્ટિંગ કરારોમાં ઉમેરવામાં આવશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈમાં શિફ્ટ કરવામાં આવશે. આનાથી સુરક્ષા અને રાજકીય ચિંતાઓને દૂર કરવાની સાથે સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભાગીદારી નક્કી થઇ જશે. આમાં તે મેચો પણ સામેલ હશે, જેમાં ભારતીય ટીમ પાકિસ્તાનમાં નહીં રમી શકે. આ મેચો સેમી ફાઈનલ કે ફાઈનલ હોઈ શકે છે. ICCએ આ વ્યવસ્થાને 'હાઇબ્રિડ મોડલ' કહેવાનું ટાળવાની યોજના બનાવી છે. તેને એક અલગ ઓળખ આપવા અને વિવાદ ઘટાડવા માટે એક નવું નામ રજૂ કરવામાં આવ્યું છે. ICC મતદાન પ્રક્રિયા જરૂરી બને તે પહેલા સમજૂતી પર પહોંચવાની આશા રાખે છે. જો ફોર્મ્યુલાને આખરી ઓપ આપવામાં આવે છે, તો ICC, BCCI અને PCB વચ્ચે સર્વસંમતિ સધાય પછી તેને બોર્ડના અન્ય સભ્યોને વિગતવાર જણાવવામાં આવશે.

Top News

વોટ્સએપે 11 વર્ષ પછી એ જ કર્યું, જેનો લોકોને ડર સતાવી રહ્યો હતો!

મેટાએ આખરે એવી જાહેરાત કરી દીધી છે કે જેનાથી લોકો છેલ્લા દાયકાથી ડરતા હતા. એટલે કે, વોટ્સએપ પર જાહેરાતો...
Tech and Auto 
વોટ્સએપે 11 વર્ષ પછી એ જ કર્યું, જેનો લોકોને ડર સતાવી રહ્યો હતો!

દિગ્વેશ રાઠીનો IPL બાદ પણ જલવો અકબંધ, લીધી ‘5 બૉલમાં 5 વિકેટ...’ જુઓ બોલિંગનો વીડિયો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)માં પોતાની શાનદાર બૉલિંગ અને અનોખા સેલિબ્રેશનથી ચર્ચામાં આવેલા દિગ્વેશ રાઠીએ T20ની એક...
Sports 
દિગ્વેશ રાઠીનો IPL બાદ પણ જલવો અકબંધ, લીધી ‘5 બૉલમાં 5 વિકેટ...’ જુઓ બોલિંગનો વીડિયો

ડોનાલ્ડ ટ્રમ્પ લાવી રહ્યા છે T1 સ્માર્ટફોન, હવે એપલની મુશ્કેલીઓ વધશે!

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાનો વ્યવસાય વિસ્તારવા જઈ રહ્યા છે, હવે પછી તેઓ સ્માર્ટફોન ઉત્પાદન અને ટેલિકોમ ઉદ્યોગમાં...
Tech and Auto 
ડોનાલ્ડ ટ્રમ્પ લાવી રહ્યા છે T1 સ્માર્ટફોન, હવે એપલની મુશ્કેલીઓ વધશે!

30 વર્ષીય યુવાનના આંતરડામાંથી 8 cmની ચમચી કાઢીને ડોક્ટરોએ જીવ બચાવ્યો! અડધો કલાક ચાલી સર્જરી

ડોક્ટરોએ માત્ર 30 મિનિટની એન્ડોસ્કોપી પ્રક્રિયા કરીને 30 વર્ષીય વ્યક્તિના આંતરડામાં ફસાયેલી 8 cmની ધાતુની ચમચી કાઢીને તેનો જીવ...
Health 
30 વર્ષીય યુવાનના આંતરડામાંથી 8 cmની ચમચી કાઢીને ડોક્ટરોએ જીવ બચાવ્યો! અડધો કલાક ચાલી સર્જરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.