- Sports
- દિગ્વેશ રાઠીનો IPL બાદ પણ જલવો અકબંધ, લીધી ‘5 બૉલમાં 5 વિકેટ...’ જુઓ બોલિંગનો વીડિયો
દિગ્વેશ રાઠીનો IPL બાદ પણ જલવો અકબંધ, લીધી ‘5 બૉલમાં 5 વિકેટ...’ જુઓ બોલિંગનો વીડિયો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)માં પોતાની શાનદાર બૉલિંગ અને અનોખા સેલિબ્રેશનથી ચર્ચામાં આવેલા દિગ્વેશ રાઠીએ T20ની એક મેચમાં કમાલ કરી દીધી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના યુવા સ્પિનર દિગ્વેશ રાઠીએ સ્થાનિક T20 મેચમાં સતત 5 બોલમાં 5 વિકેટ લીધી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લખનૌ સુપરજાયન્ટ્સની સાથે, ટીમના માલિક સંજીવ ગોયન્કાએ પણ તેનો વીડિયો શેર કર્યો છે.
મેચ દરમિયાન, દિગ્વેશ રાઠીએ સતત 5 બૉલમાં 5 વિકેટ લીધી. આ રીતે તેણે માત્ર એક ઓવરમાં અડધી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી. આ અગાઉ, શ્રીલંકાના દિગ્ગજ બોલર લસિથ મલિંગાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 4 બોલમાં 4 વિકેટ લીધી હતી, પરંતુ રાઠીએ 5 વિકેટ લીધી છે. જોકે, તેણે સ્થાનિક મેચમાં આ કમાલ કરી છે. તેણે આ કમાલ ક્યારે કરી એ સ્પષ્ટ નથી.
https://twitter.com/DrSanjivGoenka/status/1934596381253226929
વીડિયોમાં જોઈ શકાય છે કે, દિગ્વેશ રાઠીએ દરેક બોલ પર બેટ્સમેનોને છેતર્યા. તેના ગુગલી અને ફ્લિપર બૉલને બેટ્સમેન સમજી ન શક્યા અને સતત આઉટ થતા રહ્યા. આ પ્રદર્શન ન માત્ર રોમાંચક હતું, પરંતુ તે દેખાડે છે કે રાઠીમાં એક મોટો સ્પિનર બનવાની ક્ષમતા છે. દિગ્વેશ રાઠીએ IPL 2025માં લખનૌ માટે રમતા 13 મેચમાં 14 વિકેટ લીધી હતી. તે પોતાની ખાસ ‘નોટબુક સેલિબ્રેશન’ માટે પણ ખૂબ ફેમસ છે. વિકેટ લીધા બાદ, તે એક કાલ્પનિક ડાયરી કાઢીને બેટ્સમેનનું નામ લખે છે, જે ફેન્સને ખૂબ પસંદ આવે છે.
Related Posts
Top News
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ
Opinion
