- Gujarat
- જૂનમાં તો વરસાદે બધા રેકોર્ડ તોડી નાંખ્યા, જુલાઇના વરસાદ વિશે હવામાન શું કહે છે?
જૂનમાં તો વરસાદે બધા રેકોર્ડ તોડી નાંખ્યા, જુલાઇના વરસાદ વિશે હવામાન શું કહે છે?
જૂન 2025માં વરસાદે એવી ધમાકેદાર બેટીંગ કરી છે કે અનેક રેકોર્ડ તુટી ગયા છે. હવામાન વિભાગે આગાહી કરેલી કે જૂન 2025માં ગુજરાતમાં 4.43 ઇંચ જેટલો વરસાદ પડશે તેની સામે જૂનમાં 11.55 ઇંચ વરસાદ પડી ગયો છે. વરસાદે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવી દીધા હતા. 30 જૂન સુધીમાં 44 વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે. 1980માં જૂન મહિનામાં 11.93 ઇંચ વરસાદ પડેલો.
હવામાન વિભાગે જુલાઇ મહિના માટે કહ્યું છે કે, જૂન પછી જુલાઇમા પણ સારો વરસાદ પડશે. કચ્છમાં 10 જુલાઇ સુધી સારો વરસાદ અને 10-17 જોર ઘટશે. ઉત્તર ગુજરાતમા અરવલ્લીમાં વધારે વરસાદ પડશે તેની સામે પાટણ અને બનાસકાંઠામાં નબળો વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં 17 જુલાઇ સુધી ભારે વરસાદ રહેશે 18 જુલાઇથી જોર ઘટશે. મધ્ય-પૂર્વ ગુજરાતમાં મહિસાગર, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદ પડશે જ્યારે અમદાવાદ, ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદ રહેશે.

