- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ -15-11-2025
વાર- શનિવાર
મેષ - શરદી ખાંસી જેવા રોગોથી સાચવવું, શત્રુ વર્ગ ઉપર તમે હાવી થશો, મોસાળ તરફથી લાભ થાય.
વૃષભ - સંતાન લગતી બાબતોમાં સારો દિવસ રહે, લોકોને આનંદની અનુભૂતિ કરાવી શકશો, તમારા જ્ઞાનમાં વધારો થશે.
મિથુન - નોકરી ધંધામાં પ્રગતિ થાય પણ ભવિષ્યના તમારા આયોજનો કોઈને કહેવા નહીં, કોઈ કામ અધૂરુ ન રાખતા.
કર્ક - આજે બહાર કે બહારગામને લગતા કામોમાં ધ્યાન આપો, તમારી બુદ્ધિથી સાહસને રૂપ આપી સફળતા પ્રાપ્ત થાય.
સિંહ - તમારી ધનની સ્થિતિ બગડી શકે છે, બીમારીમાં લાપરવાહ રહેવુ નહીં, ભક્તિમાં વધારો કરો.
કન્યા - આજે માનસિક તણાવોમાં રાહત રહે, કોઈ પણ પ્રકારનું સાહસ ટાળો, આર્થિક પ્રગતિ પર ધ્યાન આપો.
તુલા - તમારી બચતમાં વૃદ્ધિ થશે, કચેરીને લગતા કામ પાર પડી શકશો, બીમારીઓમાં રાહત મળશે.
વૃશ્ચિક - ઘર પરિવાર અંગે ચિંતા રહેશે, કામ માટે ઉત્સાહ વધશે, આજે ધીરજ રાખવી પણ જરૂરી.
ધન - હરવા ફરવામાં સમય નીકળે, સમાજમાં નામના પ્રતિષ્ઠા અંગે ચિંતા રહેશે, કોઈને સલાહ આપતા પહેલા વિચારજો.
મકર - બહારના ખાવા પીવાથી બચો, નોકરી ધંધાની બાબતમાં ગુસ્સો ટાળવો, ધર્મકાર્યમાં વધારો થાય.
કુંભ - ઘર પરિવારમાં વિવાદોથી બચો, નોકરી ધંધામાં વધુ ધ્યાન આપો, નવા લોકોથી સંપર્ક વધારો.
મીન - તમારા ખર્ચાઓ વધી શકે છે, અસ્વસ્થતાનો અનુભવ થાય, તમારા વિષયમાં દુષ્પ્રચાર થઈ શકે છે. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

