- Sports
- 'ભારતના ઘર આંગણે શ્રેણી જીતવી...', ઓસ્ટ્રેલિયન દિગ્ગજ નાથન લિયોનની નિવૃત્તિ પહેલાની ઇચ્છા!
'ભારતના ઘર આંગણે શ્રેણી જીતવી...', ઓસ્ટ્રેલિયન દિગ્ગજ નાથન લિયોનની નિવૃત્તિ પહેલાની ઇચ્છા!
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર નાથન લિયોનનો હાલમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો કોઈ ઇરાદો નથી. તે પોતાની શાનદાર કારકિર્દીને અલવિદા કહેતા પહેલા ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતવા માંગે છે. ઓસ્ટ્રેલિયાએ 2004-05 પછી ભારતમાં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી નથી.
37 વર્ષીય નાથન લિયોને અત્યાર સુધી 138 ટેસ્ટ મેચોમાં 556 વિકેટ લીધી છે. તેણે ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ ઓફ-સ્પિનરનો ખિતાબ મેળવ્યો છે. લિયોને ભારત સામે 32 ટેસ્ટ (ઘર અને બહાર બંને)માં 130 વિકેટ લીધી છે. પરંતુ તે અત્યાર સુધી ભારતમાં કોઈ પણ ટેસ્ટ શ્રેણી જીતનો ભાગ બની શક્યો નથી.
લિયોનના રહેતા ભારતના પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાનો પરાજય: 2013-ભારતે 4 મેચની ટેસ્ટ શ્રેણી 4-0થી જીતી, 2017-ભારતે 4 મેચની ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી, 2023-ભારતે 4 મેચની ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી.
હકીકતમાં, ઓસ્ટ્રેલિયા 2004-05 પછી ભારતમાં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી. લિયોને cricket.com.auને કહ્યું, 'મેં હંમેશા કહ્યું છે કે, હું ભારતમાં જીતવા માંગુ છું. હું ઇંગ્લેન્ડમાં જીતવા માંગુ છું.'
https://twitter.com/cricketcomau/status/1939816866094227822
તેમણે વધુમાં કહ્યું, 'અમને થોડા વર્ષોમાં તે તક મળશે, પરંતુ અમારે ટેસ્ટ બાય ટેસ્ટ આગળ વધવું પડશે અને ખાતરી કરવી પડશે કે, અમે વેસ્ટ ઇન્ડીઝમાં અહીં બધું બરાબર કરી રહ્યા છીએ. આ પછી અમારી પાસે ઘરઆંગણે એશિઝનો મોટો પડકાર છે. પરંતુ બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ ચોક્કસપણે મારી યોજનામાં છે.'
જોકે, લિયોને હવે ઓસ્ટ્રેલિયન ટીમમાં 'સોંગ માસ્ટર' ની ભૂમિકા છોડી દીધી છે, આ જવાબદારી હવે વિકેટકીપર-બેટ્સમેન એલેક્સ કેરીને સોંપવામાં આવી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટમાં 159 રનની જીત પછી ડ્રેસિંગ રૂમમાં ઉજવણી દરમિયાન કેરીએ આ ભૂમિકા ભજવી હતી. ઓસ્ટ્રેલિયા હવે 3 જુલાઈથી વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટ મેચ રમશે.
'અંડરનીથ ધ સધર્ન ક્રોસ' નામનું આ ગીત દરેક વિજય પછી ગવાય છે, જેનું નેતૃત્વ ટીમના ગીતકાર માસ્ટર કરે છે. આ પરંપરા રોડ માર્શ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે પછીથી ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માઈકલ હસીએ નાથન લિયોનને સોંપી હતી. ટેસ્ટ મેચોમાં, લિયોને 125 મેચોમાંથી 67 જીતની ઉજવણીનું નેતૃત્વ કર્યું છે.
લાયને કહ્યું, 'હું ખૂબ જ સન્માનની લાગણીનો અનુભવ કરું છું કે મને આ ગીતનું નેતૃત્વ કરવાની તક મળી. 12 વર્ષ સુધી આ જવાબદારી નિભાવવી એ મારી કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે.'
તેમણે કહ્યું, 'આનો અર્થ એ નથી કે હું ટૂંક સમયમાં નિવૃત્તિ લઈ રહ્યો છું. હું તેને એવા ખેલાડીને સોંપવા માંગતો હતો જેને હું ખૂબ પસંદ કરું છું અને જે મેદાનની અંદર અને બહાર બંને રીતે તેજસ્વી છે. મને લાગે છે કે એલેક્સ આ માટે યોગ્ય ઉમેદવાર છે.'

