- National
- 'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે મત ચોરી થઈ રહ્યા છે અને અમારી પાસે આના ખુલ્લા અને ઘણા બધા પુરાવા છે. અમારી પાસે આના નક્કર પુરાવા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પંચ આ મત ચોરીમાં સામેલ છે અને હું આ હળવાશથી નથી કહી રહ્યો. હું આ 100 ટકા પુરાવા સાથે કહી રહ્યો છું. જેવી અમે આ જાહેરાત કરીશું તે સાથે જ આખા દેશને ખબર પડી જશે કે ચૂંટણી પંચ મત ચોરી કરાવી રહ્યું છે અને કોના માટે કરી રહ્યું છે? પંચ આ BJP માટે કરી રહ્યું છે. આ એકદમ ખુલ્લું છે. આના પર કોઈ પ્રશ્ન ઉઠાવી શકે નહીં.
તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં અમને શંકા હતી. લોકસભામાં પણ શંકા હતી. મહારાષ્ટ્રમાં, અમારી શંકા થોડી આગળ વધી ગઈ. અમને રાજ્ય સ્તરે લાગ્યું કે ચોરી થઈ છે. એક કરોડ મતદારો ઉમેરાયા હતા, પછી અમે ઊંડી વિગતોમાં ગયા. ચૂંટણી પંચે અમને મદદ કરી નહીં. તેથી અમારે વધુ ઊંડાણમાં જવું પડ્યું. અમે અમારી જાતે તપાસ કરાવી. તેમાં છ મહિનાનો સમય લાગી ગયો. પરંતુ અમને જે મળ્યું છે તે એક અણુ બોમ્બ જેવું છે. જો તે ફૂટશે, તો તમને ભારતમાં ક્યાંય ચૂંટણી પંચ દેખાશે નહીં.
https://twitter.com/ANI/status/1951177680155713620
રાહુલે કહ્યું કે, હું ખૂબ જ ગંભીરતાથી કહી રહ્યો છું કે જે કોઈ પણ આ કરી રહ્યું છે. જે કોઈ પણ ચૂંટણી પંચમાં બેસીને આ કામ કરી રહ્યું છે. ઉપરથી નીચે સુધી કોઈ પણ, અમે તમને બક્ષીશું નહીં. અમે તમને બિલકુલ બક્ષીશું નહીં, કારણ કે તમે ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા છો. આ રાજદ્રોહ છે. આનાથી ઓછું કંઈ નહીં. તમે જ્યાં પણ હોવ, નિવૃત્ત હોવ કે કંઈપણ હોવ. અમે તમને શોધી કાઢીશું. અમે કર્ણાટકમાં આનો ખુલાસો કરીશું.
રાહુલ ગાંધીએ અગાઉ પણ કહ્યું હતું કે, મહારાષ્ટ્રની ચૂંટણીમાં અમારી સાથે છેતરપિંડી થઈ હતી. અમે ચૂંટણી પંચને મતદાર યાદી બતાવવા કહ્યું હતું. પરંતુ અમને મતદાર યાદી બતાવવામાં આવી ન હતી. અમે કહ્યું હતું કે વીડિયોગ્રાફી બતાવવી જોઈએ, તેથી વીડિયોગ્રાફીનો કાયદો જ બદલી નાંખ્યો. મહારાષ્ટ્રમાં એક કરોડ નવા મતદારો આવ્યા હતા, પરંતુ ત્યાં ચૂંટણી ચોરી થઈ હતી. અમે હમણાં જ કર્ણાટકમાં સંશોધન કર્યું છે. અમે ત્યાં એક મોટી ચોરી પકડી છે, હું તેને કાળા અને સફેદ રંગમાં બતાવીશ.
વિપક્ષના નેતાએ કહ્યું કે, હું ચૂંટણી પંચને કાળા અને સફેદ રંગમાં બતાવીશ કે, ચોરી કેવી રીતે અને ક્યાં થાય છે. પરંતુ હવે તેમને ખબર પડી ગઈ છે કે અમે તેમનો ખેલ સમજી ગયા છીએ. અમે એક મતવિસ્તાર પસંદ કર્યો અને ત્યાં ઊંડું સંશોધન કર્યું. અમે તેમની આખી સિસ્ટમ શોધી કાઢી, કે તેઓ ચોરી કેવી રીતે કરે છે, કોને મત આપે છે, કેવી રીતે મતદાન કરે છે. નવા મતદારો કેવી રીતે બનાવવામાં આવે છે. હવે જ્યારે તેઓ સમજી ગયા છે, ત્યારે તેમણે બિહારની આખી સિસ્ટમ નવી રીતે કરવાનું નક્કી કર્યું છે. તેઓ મતદારોને કાઢી નાખશે અને નવી રીતે મતદાર યાદીઓ બનાવશે. વાસ્તવિકતા એ છે કે ભારતમાં ચૂંટણીઓ ચોરી થઈ રહી છે.

