- Politics
- અમિત શાહે લોકસભામાં 'મત ચોરી'ના આ 3 કેસો અંગે કરી વાત, સંસદમાં મચ્યો હોબાળો
અમિત શાહે લોકસભામાં 'મત ચોરી'ના આ 3 કેસો અંગે કરી વાત, સંસદમાં મચ્યો હોબાળો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર ‘મત ચોરી’ના 3 આરોપ લગાવ્યા, જેના પર કોંગ્રેસના સાંસદોએ ભારે વાંધો ઉઠાવ્યો. શાહે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીનું નામ લીધું અને સોનિયા ગાંધી સાથે જોડાયેલા એક કેસનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં મતદાર નોંધણી પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા અને સંસદમાં હોબાળો શરૂ કરી દીધો હતો.
શાહે કહ્યું કે, ‘મત ચોરીના 3 ઉદાહરણ છે. પહેલું, જ્યારે જવાહરલાલ નેહરુ દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે ચૂંટાવા માટે સરદાર પટેલ સામે હાર્યા છતા વડાપ્રધાન બન્યા. બીજું, જ્યારે 1975માં અલ્લાહબાદ હાઈકોર્ટે રાયબરેલીથી ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરી, અને તેને ઢાંકવા માટે તેમણે સંસદમાં એક બિલ રજૂ કર્યું, જેથી વડાપ્રધાનોને કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવે. ત્રીજું, જ્યારે તમે લાયક ન હોવ ત્યારે પણ મતદાર બની જાવ છો.’ થોડા સમય અગાઉ, દિલ્હીની એક કોર્ટમાં એક કેસ સામે આવ્યો હતો, જેમાં વિવાદ એ છે કે, સોનિયા ગાંધી દેશના નાગરિક બનતા પહેલા મતદાર બની ગયા હતા.
https://twitter.com/AmitShah/status/1998799867842584759?s=20
શાહે કહ્યું કે, 2014માં નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી તેમને (વિપક્ષને) વાંધો છે. અમે 2014 થી 2025 સુધી કુલ 44 લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ જીતી છે, પરંતુ તેમણે (વિપક્ષ) પણ કુલ 30 ચૂંટણીઓ જીતી છે, જેમાં વિવિધ વિધાનસભા ચૂંટણીઓ પણ સામેલ છે. જો મતદાર યાદી ભ્રષ્ટ છે, તો પછી શપથ શા માટે લેવામાં આવ્યા?
તેમણે કહ્યું કે, 15 માર્ચ 1989ના રોજ રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન EVM રજૂ કરવામાં આવ્યા હતા. 2002માં જ્યારે એક અરજી દાખલ કરવામાં આવી હતી, ત્યારે આ દેશની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ EVMમાં ફેરફારને યોગ્ય ઠેરવ્યા હતા. તેઓ સુપ્રીમ કોર્ટને માનતા નથી, તેઓ રાજીવ ગાંધીને પણ માનતા નથી. 1998માં, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીની 16 વિધાનસભા બેઠકો પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ તપાસ બાદ EVMનો ઉપયોગ 2004માં કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસે 2004ની ચૂંટણી જીતી હતી. તે સમયે EVM પર ચર્ચાઓ બંધ થઈ ગઈ હતી.
અમિત શાહે કહ્યું કે, 2009ની ચૂંટણી પણ EVMથી થઈ અને તેઓ જીતી ગયા અને ચર્ચા ફરીથી બંધ થઈ ગઈ. તેમના સમયમાં ચૂંટણી થતી હતી, બિહાર અને ઉત્તર પ્રદેશમાં આખે આખી મતપેટીઓ ગાયબ થઈ જતી હતી. EVM આવ્યા પછી આ બંધ થઈ ગયું. ચૂંટણીમાં ગોટાળા બંધ થઈ ગયા છે, જેના કારણે પેટમાં દુઃખાવો થાય છે. દોષ EVMનો નથી; ચૂંટણી જીતવાની પદ્ધતિ જનાદેશનો નહોતો, પરંતુ ભ્રષ્ટ પદ્ધતિનો હતો. આજે તેઓ એક્સપોઝ થઈ ચૂક્યા છે.

