- Politics
- મોદીના હનુમાને પલટી દીધી ગેમ! નીતિશથી લઈને તેજસ્વી સુધી બધાને કરી દીધા બેદમ, બનાવી દીધો મહારેકોર્ડ
મોદીના હનુમાને પલટી દીધી ગેમ! નીતિશથી લઈને તેજસ્વી સુધી બધાને કરી દીધા બેદમ, બનાવી દીધો મહારેકોર્ડ
બિહાર વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધી મળેલા વલણો અનુસાર, ફરી એકવાર NDA સરકાર બનશે તેવું લાગી રહ્યું છે. મહાગઠબંધનમાં સામેલ તમામ પક્ષોએ પણ શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, 110 બેઠકો પર ચૂંટણી લડનાર ભાજપે 19.46 ટકા મત સાથે 74 બેઠકો જીતી હતી, જ્યારે તેના સાથી પક્ષ નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની JDU ત્રીજા સ્થાને રહી હતી. તેણે 122 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 15.39 ટકા મત સાથે 73 બેઠકો જીતી હતી.
છેલ્લી વખત કેવું હતું પ્રદર્શન?
તે સમયે ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)એ NDAથી અલગ થઈને 135 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેને માત્ર એક જ બેઠક મળી હતી, પરંતુ આ વખતે ચિરાગ પાસવાનની પાર્ટીએ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. વર્તમાન વલણો અનુસાર, LJP 22 બેઠકો પર આગળ છે. 2025માં NDAમાં થયેલી બેઠક વહેંચણીમાં ભાજપ અને JDUએ 101-101 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, જ્યારે LJPએ 29 બેઠકો, HAMએ 6 બેઠકો અને RLMએ 6 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા.
અત્યાર સુધીના વલણો શું છે?
અત્યાર સુધીના વલણો અનુસાર, NDAમાં સામેલ દળોમાં ભાજપ-85, JDU-75 બેઠકો, LJP (R)- 22 બેઠકો પર, હિન્દુસ્તાની આવામ મોરચા (HAM)- 4 બેઠકો પર અને RLM- 2 બેઠકો પર આગળ છે. જ્યારે વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ દળોમાં સામેલ RJD-36 બેઠકો પર, કોંગ્રેસ- 6 બેઠકો પર, VIP- 1 બેઠકો પર અને લેફ્ટ- 8 બેઠકો પર આગળ છે.
આ વખતે ચૂંટણીમાં મહાગઠબંધની પાર્ટી RJDએ 143 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે 60 બેઠકો પર, CPI (ML)- 20 બેઠકો પર, VIP- 11 બેઠકો પર, CPI 6- બેઠકો પર અને CPM 4 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. સ્વાભાવિક છે કે, આ વખતે ચૂંટણી વચનો વચ્ચે જનતાએ ફરીથી વિકાસની ગેરંટીમાં વિશ્વાસ દર્શાવ્યો છે.

