રાહુલ ગાંધીએ SIRને થોપવામાં આવેલો જુલમ ગણાવ્યો, જાણો X પર બીજું શું-શું લખ્યું?

રાહુલ ગાંધી મતદાર યાદી સુધારણા (SIR) પર ગુસ્સે ભરાયા છે. તેમણે કહ્યું કે, SIR કોઈ સુધારો નહીં, પરંતુ થોપવામાં આવેલો જુલમ છે. તેમણે X પર એક પોસ્ટ કરતા આ વાત કહી. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચે એક એવી સિસ્ટમ બનાવી છે, જેનાથી મતદારોને થાકીને હારી જાય, અને મત ચોરી રોક-ટોક વિના ચાલુ રહે.

રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં BLO આત્મહ*ત્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે લખ્યું હતું કે, ‘SIRના નામે દેશભરમાં અફરાતફરી મચાવી રાખી છે- પરિણામ? 3 અઠવાડિયામાં 16 BLOએ પોતાના જીવ ગુમાવ્યા. હાર્ટએટેક, તણાવ, આત્મહત્યા- SIRએ સુધારો નહીં, થોપવામાં આવેલો જુલમ છે.

rahul
x.com/RahulGandhi

તેમણે SIR દ્વારા મત ચોરીનો આરોપ લગાવતા આગળ લખ્યું હતું કે, ‘ECIએ એક એવી સિસ્ટમ બનાવી છે જ્યાં નાગરિકોને પોતાને શોધવા માટે 22 વર્ષ જૂની મતદાર યાદીઓના હજારો સ્કેન કરેલા પાનાં ફેરવવા પડે છે. ઉદ્દેશ્ય સ્પષ્ટ છે: યોગ્ય મતદારો થાકીને હારી જાય અને મત ચોરી રોક-ટોક વિના સતત ચાલુ રહે.

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની પારદર્શિતા અને જવાબદારી પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે લખ્યું કે, ‘ભારત વિશ્વ માટે અત્યાધુનિક સોફ્ટવેર વિકસાવે છે, પરંતુ ભારતીય ચૂંટણી પંચ હજુ પણ કાગળનું જંગલ ઊભું કરવા પર આગ્રહી છે. જો ઇરાદા સ્પષ્ટ હોત, તો યાદી ડિજિટલ, સર્ચેબલ અને મશીન-રિડેબલ હોત- અને ECI 30 દિવસની ઉતાવળમાં કામ પૂર્ણ કરવાને બદલે ઉચિત સમય લઈને પારદર્શિતા અને જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરતું.

rahul
http://facebook.com/rahulgandhi

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આગળ લખ્યું કે, ‘SIR એક ઇરાદાપૂર્વકની ચાલ છે - જ્યાં નાગરિકોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને BLOના બિનજરૂરી દબાણને કારણે થતા મૃત્યુને કોલેટરલ ડેમેજ માનીને અવગણવામાં આવી રહ્યા છે. આ નિષ્ફળતા નહીં, ષડયંત્ર છે - સત્તાના રક્ષણ માટે લોકશાહીની બલિ છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.