દાહોદમાં લવ મેરેજ કરનારી દીકરીના પિતાએ કર્યા અંતિમ સંસ્કાર, કર્યું પિંડદાન

ગુજરાતના દાહોદમાંથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પિતાને દીકરીના પ્રેમ લગ્ન કરવા જરા પણ પસંદ ના આવ્યા અને તેમણે જીવતા જીવ તેના અંતિમ સંસ્કાર કરી દીધા. મામલો ગરબાડા ગામનો છે. અહીં એક મહિના પહેલા એક બ્રાહ્મણ સમાજની છોકરીએ બીજી જાતિના યુવક સાથે ભાગીને લવ મેરેજ કરી લીધા. માતા-પિતાને પહેલા આ વાતની જાણ નહોતી. એક મહિના પહેલા છોકરી અચાનક ઘરેથી ગૂમ થઈ ગઈ. માતા-પિતાએ ગ્રામજનો સાથે મળીને દીકરીની શોધખોળ કરી પરંતુ, તે ના મળી. પછી તેમણે પોલીસમાં તેના ગૂમ થવાની ફરિયાદ દાખલ કરાવી. પોલીસે જ્યારે તેને શોધી તો પરિવારજનોને જાણકારી મળી કે તેમની દીકરીએ બીજી જાતિના છોકરા સાથે લગ્ન કરી લીધા છે.

તેમણે દીકરીને મનાવી કે તે પાછી આવી જાય. પરંતુ, દીકરી પોતાની જીદ પર અડી રહી. તેણે માતા-પિતા સાથે જવાનો ઇન્કાર કરી દીધો. છોકરી વયસ્ક હતી. આથી, પોલીસ પણ આ મામલામાં કોઈ એક્શન ના લઇ શકી. કારણ કે, છોકરીએ કહ્યું કે તેણે પોતાની મરજીથી યુવક સાથે લગ્ન કર્યા છે અને તે તેની સાથે જ રહેવા માંગે છે. આ બધુ સાંભળીને માતા-પિતાને ખૂબ જ આઘાત લાગ્યો. તે સમયે તો તેઓ પાછા ઘરે આવી ગયા પરંતુ, ગામમાં આવતા જ તેમણે દીકરી સાથે બધા સંબંધો તોડી નાંખ્યા. ત્યાં સુધી કે, તેના જીવતા જીવ અંતિમ સંસ્કાર પણ કરી દીધા. પિતાએ કહ્યું કે, તેમના માટે તેમની દીકરી મરી ચુકી છે. હવે તેમની દીકરી સાથે કોઈ સંબંધ નથી.

જણાવી દઇએ કે, આ અગાઉ આવો જ એક મામલો ઉત્તર પ્રદેશના ઔરૈયામાંથી સામે આવ્યો હતો. અહીં એક દીકરીના પ્રેમ સાથે લવ મેરેજ કરવા પર પિતાએ તેની સાથેના બધા સંબંધો તોડી નાંખ્યા હતા. પછી તેના જીવતા જીવ અંતિમ સંસ્કાર કરી દીધા હતા. અંતિમ સંસ્કારની રસ્મો નિભાવતા પિતાએ માથે ટાલ કરાવવાની સાથે સાંકેતિક પિંડદાન પણ કરી દીધુ. ત્યારબાદ, પિતા બોલ્યા કે હવે મારી દીકરી મારા માટે મરી ચુકી છે.

ત્યાં જ, બહેનને પ્રેમી સાથે જવા દેવા પર ઘરે આવીને ભાઈએ ઝેરી પદાર્થ ખાઇને જીવ આપવાનો પ્રયત્ન કર્યો હતો. જેને ગંભીર હાલતમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તેનો જીવ બચી ગયો. મામલો દિબિયાપુરનો છે. અહીં 19 વર્ષીય યુવતીને શેરીમાં રહેતા વેપારીના દીકરા સાથે પ્રેમ થઈ ગયો. બે વર્ષથી તેમનો પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. બંનેએ એકસાથે રહેવાનો નિર્ણય કરી લીધો. બંનેના પ્રેમ પ્રસંગની જાણકારી પરિવારજનો તેમજ ભાઇઓને પણ ના થઈ શકી.

ગ્રામજનો અને પરિવારજનોથી છૂપાઇને બંનેએ આર્ય સમાજમાં જઇને લગ્ન કરી લીધા. ત્યારબાદ બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા. જ્યારે છોકરીએ કોર્ટ મેરેજ કરવાની જાણકારી પોતાના ઘરના સભ્યોને આપી તો ઘરના સભ્યોએ તેનો વિરોધ કર્યો. તેણે કહ્યું કે, તેઓ આ લગ્નનો સ્વીકાર નહીં કરશે. છતા છોકરી ના માની અને પતિ સાથે સાસરે જતી રહી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.