- Opinion
- બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા
બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા

બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965), છતાં તેમણે ગુજરાતમાં ગ્રામ્ય શાસનને નવી દિશા આપી. તેઓ માત્ર ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નહીં, પરંતુ ભારતમાં પંચાયતી રાજના પિતા તરીકે ઓળખાય છે. રાષ્ટ્રસેવા અને ગરીબોને ઉપર લાવવા માટેની તેમની પ્રતિબદ્ધતા આજે પણ રાજકારણીઓને પ્રેરણા આપે છે.
બળવંતરાય મહેતા બાળપણથી જ રાષ્ટ્રસેવા માટે સમર્પિત હતા. 19 ફેબ્રુઆરી 1899 ના રોજ ભાવનગરમાં જન્મેલા મહેતા ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ, અસહકાર ચળવળ અને ભારત છોડો આંદોલનમાં જોડાયા. આઝાદી પછી, તેઓ બૉમ્બે વિધાનસભા અને કેન્દ્ર સરકારમાં મહત્વની ભૂમિકાઓમાં રહ્યા. વર્ષ 1957માં તેમની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ દેશમાં પંચાયતી રાજની ભલામણ કરી, જે ગ્રામ વિકાસ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે પાયાની સ્તરે વિકાસ પર ફોકસ કર્યું. પંચાયતોને વધુ સશક્ત બનાવવા માટેની નીતિઓ અમલમાં મૂકી. ગામડાંના લોકો પણ અનુભવવા લાગ્યા કે તેઓ પણ શાસનનો ભાગ છે.ગામોના વિકાસ માટે વિશેષ ખર્ચ, રોકાણ અને શિક્ષણ-આરોગ્ય પર ભાર મૂક્યો. વીજળી, સડકો અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ખાસ યોજનાઓ અમલમાં મૂકી.
1965માં, ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમનું કુનેહપૂર્વકનું નેતૃત્વ ગુજરાત માટે મહત્વપૂર્ણ સાબિત થયું. તેમણે લશ્કર સાથે સંકલન કરીને સરહદી વિસ્તારની સુરક્ષા નિશ્ચિત કરી. યુદ્ધ પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્યોમાં સક્રિય સહયોગ. સંકટમાં પણ તેમણે ગુજરાતના વિકાસ એજન્ડાને આગળ વધાર્યો.
તેઓ એક અકસ્માતમાં શહીદ થઇ ગયા. 19 સપ્ટેમ્બર 1965ના રોજ, જ્યારે તેઓ યુદ્ધગ્રસ્ત કચ્છના પ્રવાસે હતા. તેમના એરક્રાફ્ટ પર પાકિસ્તાન તરફથી હુમલો થયો. ગુજરાત, દેશ અને કોંગ્રેસ માટે તેઓ શહીદ બની ગયા. જોકે, તેમની આકસ્મિક વિદાય ગુજરાત માટે મોટું નુકસાન કરી ગઇ.
બળવંતરાય મહેતા દ્વારા અપાયેલી પંચાયતી રાજ વ્યવસ્થા આજે પણ ભારતના ગ્રામ્ય વિકાસ અને લોકશાહીના પાયામાં મજબૂતી પ્રદાન કરે છે. તેમના વિચારો અને નીતિઓ ગુજરાતના ગ્રામ્ય શાસન માટે મજબૂત પાયો બન્યા.
Top News
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
Opinion
