ભાજપ કાર્યકર્તાઓમાં સી.આર. પાટીલ મુક્ત ગુજરાતનો નવો ઉત્સાહ અને જગદીશ પંચાલને સ્નેહસભર આવકાર

ગુજરાતના રાજકીય વાતાવરણમાં તાજેતરની ફેરફારો એક નવી લહેર લાવી છે. 4 ઓક્ટોબર, 2025ના રોજ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિએ સહકાર, કુટીર અને પ્રોટોકોલ મંત્રી જગદીશ પંચાલને ગુજરાત ભાજપના 14મા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક તરીકે નિયુક્તિ કરી. આ નિમણૂકથી પાર્ટીના કાર્યકર્તાઓમાં એક અલગ જ ઉત્સાહની લહેર ફરી વળી છે. ખાસ કરીને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ (સી.આર. પાટીલ)ના પાંચ વર્ષિય કાર્યકાળ દરમિયાન જે હતાશા અને દબાણનું વાતાવરણ રહ્યું હતું તેનાથી મુક્તિ મળ્યાની લાગણી વ્યાપી છે. કાર્યકર્તાઓ પોસ્ટરો, બેનરો અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સમાંથી સી.આર. પાટીલના ફોટા હટાવીને નવા અધ્યક્ષના ફોટા અપલોડ કરી રહ્યા છે જે આ ફેરફારની સ્વીકૃતિનું સ્પષ્ટ ચિત્ર છે.

03

સી.આર. પાટીલના કાર્યકાળમાં ભાજપે પ્રધાનમંત્રી મોદીના નામે ચૂંટણીઓમાં રેકોર્ડ જીત મેળવી પરંતુ આ જીતોની સાથે કાર્યકર્તાઓની અંદર અસંતોષની ધારા વહેતી રહી. આવા વાતાવરણમાં જગદીશ પંચાલની નિમણૂક એક કાર્યકર્તાઓમાં એક અનેરી તાજગી લાવી છે. પંચાલ જે અમદાવાદ શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ રહ્યા છે તેમની કાર્યપદ્ધતિમાં કાર્યકર્તા મૈત્રીનો ભાવ જોવા મળે છે. તેમણે પદગ્રહણ પ્રસંગે કહ્યું, "પ્રદેશ પ્રમુખ મારી ઓળખ નથી, ભાજપનો કાર્યકર્તા મારી ઓળખ છે." આ વાક્ય કાર્યકર્તાઓના હૃદયને સ્પર્શી ગયું છે.

સમગ્ર ગુજરાતમાંથી આવતા પ્રતિસાદો દર્શાવે છે કે કાર્યકર્તાઓમાં વિશ્વાસ અને હૂંફની આશા જાગી છે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાંથી લઈને ગ્રામીણ વિસ્તારો સુધી કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયા પર નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ પંચાલના ફોટા અપડેટ કર્યા છે. એક કાર્યકર્તા કહે છે, "પાટીલજીના સમયમાં દબાણ હતું, હવે પંચાલજી સાથે અમે આત્મીયતા અને કામ કરવાની આજાદી અનુભવીએ છીએ." આ પ્રક્રિયા સહજ છે પરંતુ તેમાં હતાશામાંથી મુક્તિ પણ એક અગત્યની ભૂમિકામાં છે. પંચાલની નિમણૂક પાર્ટીની 'બૂથ સ્તરના કાર્યકર્તાને પ્રમુખ બનાવવાની પરંપરાને મજબૂત કરે છે જે પ્રધાનમંત્રી મોદીઅને ગૃહમંત્રી અમીત શાહના માર્ગદર્શનનું પ્રતીક છે.

bjp-gujarat
bjp.org

કાર્યકર્તાઓમાં લાગણી છે કે આ ફેરફારથી ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે. પંચાલ 10 ઓક્ટોબરથી અંબાજીથી ગુજરાત ભ્રમણ શરૂ કરી રહ્યા છે જેમાં 8 દિવસમાં જિલ્લાઓ અને શહેરોનો પ્રવાસ કરી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ નવો ઉત્સાહ પાર્ટીને વધુ સશક્ત બનાવશે. 'સી.આર. પાટીલ-મુક્ત' ગુજરાતમાં કાર્યકર્તાઓની આ નવી ઉર્જા 'વિકસિત ભારત-વિકસિત ગુજરાત'ના સ્વપ્નને વધુ વેગ આપશે. આ આવકાર ગુજરાત ભાજપના સંગઠનમાં એક નવા યુગની શરૂઆત છે જ્યાં કાર્યકર્તાઓ પોતાની અંતરાત્માનો આવાજ સાંભળીને શીર્ષસ્થ નેતૃત્વમાં માર્ગદર્શનમાં આગળ વધશે.

About The Author

Top News

સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

પાટણમાં આજે સિંધવાઈ માતા મંદિર પરિસરમાં સમગ્ર પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેત્ન...
Gujarat 
સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના 'અપના દલ'ના ધારાસભ્ય વિનય વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ...
National 
ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વધુ એક પરીક્ષા સંબંધિત વિવાદના કારણે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે. ગુરુવારે લેવાયેલી સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર ...
Education 
GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

સેમસંગના વોટરપ્રૂફ ફોનમાં પાણી ઘૂસી ગયું, કોર્ટે ગ્રાહકને આટલા રૂપિયા ચૂકવવા કર્યો કંપનીને આદેશ

આજે, અમે સ્માર્ટફોન સંબંધિત એક એવા સમાચાર બતાવવા જઈ રહ્યા છીએ જે તમને ખુશીની સાથે આશા પણ આપશે. તે...
Tech and Auto 
સેમસંગના વોટરપ્રૂફ ફોનમાં પાણી ઘૂસી ગયું, કોર્ટે ગ્રાહકને આટલા રૂપિયા ચૂકવવા કર્યો કંપનીને આદેશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.