CM રેવંત રેડ્ડી 3 કરોડ હિન્દુ દેવતાઓ વિશે એવું બોલ્યા કે ભાજપે કહ્યું- ‘રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરીશું’

તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ કોંગ્રેસ પાર્ટીની આંતરિક એકતા પર વાત કરતા હિન્દુ દેવી-દેવતાઓને લઈને કંઈક એવું નિવેદન આપી દીધું છે કે જેના કારણે વિવાદ ઊભો થઈ ગયો છે. તેમણે કહ્યું કે હિન્દુ ધર્મમાં 3 કરોડ દેવી-દેવતાઓ છે, અને લોકો પોતાના દેવતાઓને લઈને પણ એકમત નથી. કોઈ અયપ્પા સ્વામીની પૂજા કરે છે, કોઇ શિવની, અને આપણે બધા જોઈ રહ્યા છીએ. ગોશામહલના ધારાસભ્ય અને સસ્પેન્ડ કરાયેલા ભાજપના નેતા ટી. રાજા સિંહે રેવંત રેડ્ડીના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે.

revanth-reddy1
neopolitico.com

બુધવારે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિની ગાંધી ભવનમાં એક મોટી બેઠક થઈ હતી. TPPC અધ્યક્ષ મહેશ કુમાર ગૌડે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. AICCના પ્રભારી મીનાક્ષી નટરાજન, AICC સચિવ વિશ્વનાથન અને સચિન સાવંત, ઘણા મંત્રીઓ, નવા ચૂંટાયેલા જિલ્લા પ્રમુખો અને પૂર્વ જિલ્લા પ્રમુખો પણ હાજર રહ્યા હતા. બેઠકમાં પાર્ટીમાં સર્વસહમતિના અભાવ અંગે બોલતા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, ‘જો દેવતાઓ પર આપણી સામાન્ય સહમતિ નથી, તો પાર્ટીમાં આટલા બધા લોકો કેવી રીતે સહમત થઈ શકે?’

રેવંત રેડ્ડીએ આગળ કહ્યું કે, ‘હિંદુ ધર્મમાં કેટલા દેવી-દેવતાઓ છે? 3 કરોડ, છે ને? કેમ? જેમને લગ્ન નથી કર્યા, તેમના માટે હનુમાન છે. જે લોકો પરિણીત છે તેમના માટે વધુ એક દેવતા, જે લોકો દારૂ પી છે તેમના માટે એક દેવતા. એલ્મ્મા, પોશમ્મા અને દાળ-ભાત ખાનારાઓ માટે એક દેવતા. આ રીતે રીતે દેવતાઓ પર કોઈ એકમત નથી. કોઈ કહે છે કે હું ભગવાન બાલાજીની ભક્તિ કરીશ, કોઈ કહે છે, નહીં હું હનુમાનની પૂજા કરીશ, કોઈ કહે છે નહીં, હું અયપ્પા સ્વામીની દીક્ષા લઈશ, કોઈ કહે છે કે હું શિવની પૂજા કરીશ. આપણે આ બધું જોઈ રહ્યા છીએ.

revanth-reddy2
hyderabadmail.com

રેવંત રેડ્ડીનું આ નિવેદન જેવું જ સામે આવ્યું ભાજપના સસ્પેન્ડ કરાયેલા નેતા ટી. રાજા સિંહે આકરી પ્રતિક્રિયા આપી, તેને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ગણાવ્યું. તો તેલંગાણા ભાજપે પણ રેડ્ડીના નિવેદન પર રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી આ નિવેદન પર સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરી નથી. હાલમાં રેવંત રેડ્ડીના આ નિવેદનથી તેલંગાણામાં એક નવો રાજકીય વિવાદ ઉભો થઇ ગયો છે.

About The Author

Related Posts

Top News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.