કમાઉ પત્ની પાસે છૂટાછેડા બાદ પતિ પણ કરી શકે છે મેન્ટેનન્સની ડિમાન્ડ

તમે એવુ ઘણીવાર સાંભળ્યું હશે કે છૂટાછેડા બાદ પતિ પોતાની પત્નીને મેન્ટેનન્સ આપે છે, પરંતુ આ વખતે હાઈકોર્ટે પતિના હકમાં નિર્ણય કરતા પત્નીને આદેશ આપ્યો છે કે તે તેનાથી છૂટાછેડા મેળવેલ પતિને ભથ્થું આપે. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક પત્નીને આદેશ આપ્યો કે તે પોતાના છૂટાછેડા મેળવેલ પતિને દર મહિને મેન્ટેનન્સ આપે. તમે વિચારી રહ્યા હશો કે આવુ શા માટે? તો તેને માટે જાણો આખો મામલો-

17 એપ્રિલ, 1992ના રોજ એક મહિલા અને પુરુષના લગ્ન થયા. બાદમાં પત્નીએ ક્રૂરતાના આધાર પર પતિ સાથે છૂટાછેડા માંગ્યા. 2015માં નાંદેડની કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા. પતિએ નીચલી કોર્ટમાં એક અરજી કરી કે પત્ની પાસેથી તેને દર મહિને 15 હજાર રૂપિયા મેન્ટેનન્સ અપાવો. પતિએ કહ્યું કે, તેની પાસે કોઈ સોર્સ ઓફ ઈન્કમ નથી. જ્યારે તેની પત્નીએ MA તેમજ B.Ed સુધીનો અભ્યાસ કર્યો છે અને સ્કૂલમાં ટીચર છે.

તેના પતિએ દાવો કર્યો કે, તેણે પોતાની પત્નીને ભણાવી છે. પત્ની દર મહિને 30 હજાર રૂપિયાની કમાણી કરે છે. પતિનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું. તે કોઈ નોકરી નથી કરી શકતો. પત્ની પાસે ઘરનો બધો જ સામાન અને પ્રોપર્ટી પણ છે. પત્નીએ દાવો રદ્દ કરવા માટે કહ્યું કે, પતિ એક કરિયાણાની દુકાન ચલાવે છે. તે એક રિક્શાનો માલિક છે. રિક્શા ભાડે આપીને પૈસા કમાય છે. બંનેની એક દીકરી છે, જે માતા પર નિર્ભર છે. આ કેસમાં કોર્ટે બંને પક્ષની આવક અને પ્રોપર્ટી જોતા પત્નીને આદેશ કર્યો કે તે પોતાના પતિને દર મહિને 3 હજાર રૂપિયા મેન્ટેનન્સ આપે.

મેન્ટેનન્સની માગણી કોણ-કોણ કરી શકે છે?

  • શારીરિક અથવા માનસિકરીતે અસ્વસ્થ પતિ જે પૈસા કમાવાને લાયક નથી.
  • છૂટાછેડા મેળવેલ પત્ની.
  • વૃદ્ધ માતા-પિતા.
  • અપરિણિત અથવા વિધવા બહેન.

પતિને મેન્ટેનન્સને લઈને કાયદો શું કહે છે?

હિંદુ મેરેજ એક્ટ, 1955 અનુસાર, પતિ અને પત્ની બંને એકબીજા પાસેથી મેન્ટેનન્સની ડિમાન્ડ કરી શકે છે.

ધારા 24- જો કોર્ટમાં પતિ-પત્નીનો કોઈ કેસ ચાલી રહ્યો હોય અને કાર્યવાહી દરમિયાન કોર્ટને એ જાણવા મળે કે પતિ પોતાની જરૂરિયાત પૂર્ણ નથી કરી શકતો. ત્યાં સુધી કે તેની પાસે આ કાર્યવાહી માટે પણ પૈસા નથી તો કોર્ટ પત્નીને આદેશ આપી શકે છે કે તે પોતાના પતિને મેન્ટેનન્સ અને કોર્ટ કેસમાં આવનારા ખર્ચ માટે પૈસા આપે. જોકે, તેમા પત્નીની પાસે સોર્સ ઓફ ઈન્કમ હોવી જરૂરી છે.

જો પતિ પાસે પ્રોપર્ટી અને કમાવાની ક્ષમતા હોય તો પત્ની પાસેથી મેન્ટેનન્સનો દાવો ના કરી શકાય. જો પતિએ કોર્ટમાં પત્ની પાસેથી મેન્ટેનન્સનો દાવો કર્યો હોય તો તેણે પુરાવા પણ આપવા પડે કે તે શારીરિક અને માનસિકરીતે કમાવા લાયક નથી.

ધારા 25- પતિને પર્મેનન્ટ મેન્ટેનન્સ અને ભરણ-પોષણ મળવાનો નિયમ સામેલ છે. આ પરિસ્થિતિમાં કોર્ટ પતિ અને પત્ની બંનેની પ્રોપર્ટીને ધ્યાનમાં રાખીને વિચાર કરે છે. માની લો કે, કોર્ટે પત્નીને આદેશ આપ્યો કે તે પોતાના પતિને મહિનામાં એક પર્મેનન્ટ મેન્ટેનન્સ આપે. પછી થોડાં સમય બાદ જો પતિ કમાવાને લાયક બની જાય અને કામ કરવા માંડે તો પત્નીના દાવા પર કોર્ટ પોતાના નિર્ણયને રદ્દ અથવા બદલી શકે છે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.