- Business
- આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ 61 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. બીજી તરફ, એવા સમાચાર છે કે કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષ એટલે કે 2027માં 5 પબ્લિક સેક્ટરની બેન્કોમાં પોતાનો હિસ્સો વેચી શકે છે. આ બેન્કોમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (IOB), યુકો બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા અને પંજાબ એન્ડ સિંધ બેન્ક સામેલ છે.
મીડિયા મુજબ, સરકાર પોતાની નાની હિસ્સેદારીને ઓફર ફોર સેલ (OFS)ના મધ્યમથી વેચવાની યોજના બનાવી રહી છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ બાબતે જાણકારી આપી હતી. જોકે, સ્ટ્રેટેજિક સેલને લઈને કોઈ પ્રકારની યોજના બનાવવામાં આવી નથી. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ (DIPAM) આ પાંચ બેન્કોમાં OFSના મધ્યમાંથી વેચાણ કરશે.

ઓફર ફોર સેલ (OFS)માં, સરકાર તરફથી પોતાની હિસ્સેદારી વેચવામાં આવે છે અને તેનાથી મળતા પૈસા સરકારી તિજોરીમાં જાય છે. આ પ્રક્રિયા નાણાકીય વર્ષ 2027માં શરૂ થશે, કારણ કે આ વર્ષે સરકારનો પ્લાન OFSના માધ્યમથી પબ્લિક સેક્ટરની બીજી કંપનીઓનો હિસ્સો વેચવાનો છે. સ્ટ્રેટેજિક સેલ માટે કેબિનેટની મંજૂરી અને નોટ તૈયાર કરવી જરૂરી છે, જે અત્યારે વિચારાધીન નથી. જો આ બેન્કોને OFSના માધ્યમથી વેચવામાં આવે છે, તો આ પહેલો અવસર હશે જ્યારે PSU બેન્કોની હિસ્સેદારી વેચવા માટે OFSનો ઉપયોગ થશે.
અગાઉ, બેન્કો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP)ના મધ્યમથી બજાર કેપિટલ એકત્ર કરતી હતી. QIPમાં પૈસા બેન્કોને મળે છે, જેનાથી તેમની કેપિટલ વધે છે. પરંતુ OFSમાં સરકારની હિસ્સેદારો ઓછી હોય છે અને પૈસા સરકારને મળે છે. અધિકારીએ એમ પણ કહ્યું કે PSU બેન્કોમાં OFS અત્યાર સુધી થયું નથી. આ પહેલો અવસર હશે. કહેવામાં આવી રહ્યું છે કે DIPAMએ તેને લઈને વેચાણની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
રિપોર્ટ અનુસાર, તેના માટે મર્ચન્ટ બેન્કર અને એડવાઇઝરની નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. મર્ચન્ટ બેન્કર્સની પસંદગી 2 કેટેગરી કરવામાં આવશે. પહેલી, 2000 કરોડ રૂપિયાથી ઓછા ટ્રાન્ઝેક્શન માટે કેટેગરી A અને 2000 કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્ઝેક્શન માટે કેટેગરી A+. આ બેન્કરો વેચાણની રણનીતિ, સમય અને ઢાંચા અંગે સલાહ આપશે. DIPAM તરફથી બેન્કોના શેરની કિંમત અને બજારની પરિસ્થિતિ પર પણ નજર રાખવામાં આવી રહી છે. તેનો ટારગેટ સરકારને વધુમાં વધુ પૈસા અપાવવા અને રોકાણકારોનો ભરોસો જાળવી રાખવાનો છે.

હાલમાં આ પાંચેય બેન્કોમાં સરકારનો મોટો હિસ્સો છે. OFSનો હેતુ સરકારનો હિસ્સો 75 ટકા કરતા ઓછો કરવાનો છે જેથી SEBIના 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ નિયમનું પાલન થઈ શકે. SEBIએ સરકારી કંપનીઓને ઓગસ્ટ 2026 સુધી આ નિયમોનું પાલન કરવાની છૂટ આપી છે. સરકારનો બેન્ક ઓફ મહારાષ્ટ્ર: 86.46 ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક: 96.38 ટકા, યુકો બેન્ક: 95.39 ટકા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા: 93.08 ટકા, પંજાબ એન્ડ સિંધ બેન્ક: 98.25 ટકા હિસ્સો છે.