- Tech and Auto
- Vivoના આ ફોનની કિંમત છે 10 હજારથી ઓછી, સ્માર્ટફોનમાં છે 6000mAhની બેટરી
Vivoના આ ફોનની કિંમત છે 10 હજારથી ઓછી, સ્માર્ટફોનમાં છે 6000mAhની બેટરી

Vivo T4 Lite 5G કંપની દ્વારા ગયા મહિને લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોન હવે વેચાણ માટે ઉપલબ્ધ છે. તમે તેને ત્રણ RAM અને સ્ટોરેજ કન્ફિગરેશનમાં ખરીદી શકો છો. આ હેન્ડસેટ 4GB RAM+ 128GB સ્ટોરેજ, 6GB RAM+ 128GB સ્ટોરેજ અને 8GB RAM+ 256GB સ્ટોરેજ વિકલ્પોમાં આવે છે.

આ ફોનમાં MediaTek Dimensity 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને કંપનીએ તેને 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતે લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન 6000mAh બેટરી સાથે આવે છે. કંપનીએ તેને સેગમેન્ટમાં સૌથી મોટી બેટરીવાળો ફોન ગણાવ્યો છે. બ્રાન્ડ અનુસાર, ફુલ ચાર્જ થયા પછી, તેના પર BGMI અથવા FreeFire જેવી ગેમ્સ સતત 9 કલાક સુધી રમી શકાય છે. આ ફોન હવે વેચાણ માટે ઉપલબ્ધ છે. તમે તેને વિવિધ પ્લેટફોર્મ પરથી ખરીદી શકો છો.

Vivo T4 Lite 5Gના 4GB RAM+ 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. તેનો 6GB RAM વેરિઅન્ટ 10,999 રૂપિયામાં અને 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 12,999 રૂપિયામાં આવે છે. તમે આ ફોનને પ્રિઝમ બ્લુ અને ટાઇટેનિયમ ગોલ્ડ કલરમાં ખરીદી શકો છો.
બેંક ઓફર હેઠળ, સ્માર્ટફોન પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે આ ફોન ફ્લિપકાર્ટ, Vivoના ઓફિશિયલ સ્ટોર અને અન્ય ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકો છો.

Vivo T4 Lite 5Gમાં 6.74-ઇંચનું LCD ડિસ્પ્લે મળે છે, જે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીન 1000 Nitsની બ્રાઇટનેસ સાથે આવે છે. ફોનને પાવર આપવા માટે, તેમાં Arm Mali-G57 MC2 GPU મળી રહ્યું છે. આ ડિવાઇસ 4GB/ 6GB/ 8GB LPDDR4x RAM સાથે 128GB/ 256GB સ્ટોરેજ સાથે આવે છે, માઇક્રોSD સપોર્ટ પણ ઉપલબ્ધ છે, જેથી તમે સ્ટોરેજ 1TB સુધી વધારી શકો. આ સ્માર્ટફોન મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર પર કામ કરે છે. આ ફોન એન્ડ્રોઇડ 15 પર આધારિત FuntouchOS 15 પર કામ કરે છે, અને તેને 2 વર્ષ માટે એન્ડ્રોઇડ અપડેટ્સ અને 3 વર્ષ માટે સિક્યુરિટી અપડેટ્સ મળશે.

ઓપ્ટિક્સની વાત કરીએ તો, તેમાં 50MP મુખ્ય લેન્સ અને 2MP સેકન્ડરી લેન્સ છે. જયાંરે, કંપનીએ ફ્રન્ટ પર 5MP સેલ્ફી કેમેરા આપ્યો છે. તમને તેમાં ઘણી AI સુવિધાઓ પણ મળે છે. સ્માર્ટફોન 6000mAh બેટરી અને 15W વાયર્ડ ચાર્જિંગ સાથે આવે છે. તેમાં ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યું છે.
Related Posts
Top News
અશ્વિને બેન સ્ટોક્સને ખંખેરી નાખ્યો, જો હું કેપ્ટન હોત તો...
જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Opinion
