ભગવાન જગન્નાથથી ડરતા હતા અંગ્રેજ? મંદિરની જાસૂસી કરાવવા પર આ રીતે ખૂલ્યું રહસ્ય; પાગલ થઈ ગયા અધિકારી

પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે થયેલી ભાગદોડમાં 3 લોકોના મોત અને 50 અન્ય ઇજાગ્રસ્ત થયાના એક દિવસ બાદ સોમવારે (30 જૂન 2025) હજારો શ્રદ્ધાળુ ભગવાન બળભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથના દર્શન માટે ઉમટી પડ્યા હતા. 1800ના દાયકા દરમિયાન દેશ પર શાસન કરનારા અંગ્રેજો મહાપ્રભુ જગન્નાથને માત્ર ભગવાન તરીકે જોતા નહોતા, પરંતુ તેઓ તેમને એક શક્તિના રુપમાં જોતા હતા.

jagannath-rath-yatra2
mytravaly.com

અંગ્રેજો  ભગવાન જગન્નાથથી ડરતા હતા. મંદિરમાં આવતા લાખો લોકોની ભીડથી અંગ્રેજો ભયભીત રહેતા હતા. સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર રણવિજય સિંહે X પર ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે સંબંધિત ઘટનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કેવી રીતે અંગ્રેજોએ મંદિરના રહસ્યો શોધવા માટે જાસૂસી કરી હતી. જોકે, પાછળથી તેઓ ડરી ગયા અને પીછેહઠ કરી હતી. તત્કાલીન બ્રિટિશ અધિકારી લેફ્ટનન્ટ સ્ટર્લિંગે પોતાની ડાયરીમાં ટેનો ઉલ્લેખ કર્યો છે.

બ્રિટિશરોની નજરમાં પુરી માત્ર મંદિર નગરી નહોતું, પરંતુ લોકો માટે ઊર્જાનું કેન્દ્ર હતું. અહીં કોઈ પણ વસાહતી કાયદાનું પાલન થતું નહોતું. અંગ્રેજો ઘણીવાર તીર્થયાત્રીઓના વેશમાં પોતાના એજન્ટોને મંદિરમાં મોકલતા હતા. તેમનો હેતુ ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો, નકશા બનાવવાનો અને મંદિરના રહસ્યોની જાણકારી મેળવાવનો હતો. જ્યારે સ્થાનિક લોકોને તેની બાબતે ખબર પડી, તો ભારે વિરોધ થયો.

લેફ્ટનન્ટ સ્ટર્લિંગે એક ગુપ્ત ડાયરી લખી હતી, જેમાં તેમણે મૂર્તિની આંખો, ગર્ભગૃહની નજીકની શાંતિ અને જગન્નાથના જીવંત હોવા બાબતે લખ્યું હતું. તેમણે સ્ટર્લિંગે લખ્યું હતું કે, લોકો જે પ્રકારે ભગવાન જગન્નાથ બાબતે વાત કરે છે તે બેચેન કરનારી છે. એવું લાગી રહ્યું છે કે તે જીવંત મૂર્તિ છે અને શ્વાસ લઈ રહી છે. સ્ટર્લિંગ મંદિરની અંદર જાસૂસી કરવા ગયો હતો, પરંતુ અંદર જતા જ તેની અંદર ડરથી ભરાઈ ગયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં જાસૂસી દરમિયાન એક અધિકારી પાગલ થઈ ગયો અને બીજાને તાવ આવી ગયો.

jagannath-rath-yatra
financialexpress.com

બ્રિટિશ લોકો ભગવાન જગન્નાથની મૂર્તિમાં ઉપસ્થિત બ્રહ્મ તત્વનું રહસ્ય જાણવા માટે ઉત્સુક હતા. એવી માન્યતા છે કે, મૂર્તિની અંદર આ તત્વ ઉપસ્થિત છે જે તેમનું ધબકતું દિલ છે. કેટલાક તેને અંતરિક્ષમાંથી આવેલો અવશેષ માને છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ કે બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓ ગર્ભગૃહમાં જવાનું ટાળવા લાગ્યા. લેફ્ટનન્ટ સ્ટર્લિંગની ડાયરી ગાયબ થઈ ગઈ. જોકે, એમ કહેવામા આવે છે કે તેમના પુસ્તકની એક નકલ લંડનના એક સંગ્રહાલયમાં ઉપસ્થિત છે. એવું માનવામાં આવે છે કે તેમાં અંગ્રેજો વિરુદ્ધ ઘણી વાતો લખેલી છે, જેના કારણે તે આજે પણ સીલબંધ રાખવામાં આવી છે. અંગ્રેજોને ડર હતો કે આ મંદિરની અપાર લોકપ્રિયતાથી તેમના શાસન પર જોખમ આવી શકે છે.

વર્ષ 1803માં ઓડિશા પર કબજો કર્યા બાદ અંગ્રેજોએ જગન્નાથ મંદિરના પ્રશાસન પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કર્યો. સ્થાનિક પૂજારીઓ અને ભક્તોના ભારે વિરોધ બાદ તેમને પીછેહઠ કરવા મજબૂર થવું પડ્યું. આ ઘટના બાદ, અંગ્રેજોને સમજાયું કે મંદિરના વિશાળ ધાર્મિક અને સામાજિક પ્રભાવને દબાવવો સરળ નથી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.