- World
- કેશિયરે USમાં પાકિસ્તાનીની પત્નીને સુંદર કહેતા ગરમ થઈ ગયો પતિ, કહ્યું- આ અમેરિકા છે, ભારત નથી...
કેશિયરે USમાં પાકિસ્તાનીની પત્નીને સુંદર કહેતા ગરમ થઈ ગયો પતિ, કહ્યું- આ અમેરિકા છે, ભારત નથી...

અમેરિકાના કેનસસ સિટીમાં એક રેસ્ટોરાંનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં, રેસ્ટોરાંમાં કામ કરતા કર્મચારીને એક મહિલાને સુંદર કહેવું ખૂબ મોંઘુ પડી ગયું. એક પુરુષે જ્યારે પોતાની સામે રેસ્ટોરાંના કર્મચારીને તેની સામે તેની પત્નીને ‘બ્યૂટીફુલ’ કહેતા સાંભળ્યો, તો તે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના અમેરિકાની પ્રખ્યાત ફાસ્ટ ફૂડ ચેઇન Popeyesના આઉટલેટ પર બની હતી. આ ઘટનાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @btownwire પર શેર કરવામાં આવ્યો છે.

કેવી રીતે શરૂ થયો વિવાદ?
તમને જણાવી દઈએ કે, Popeyes રેસ્ટોરાંમાં ઉપસ્થિત કર્મચારીએ ગ્રાહકની પત્નીનું સ્વાગત કરતાં કહ્યું- ‘હાય, બ્યૂટીફુલ!’. બસ, આજ વાત એ શખ્સને એટલી ખરાબ લાગી કે તેણે તરત જ કર્મચારીને ઠપકો આપવાનું ચાલુ કરી દીધું અને કહ્યું કે, ‘મારી પત્નીને સુંદર ન કહો. તમે એમ કહ્યું અને તે ખોટું છે.’ કર્મચારીએ સ્પષ્ટતા કરી કે તેણે માત્ર તેના વખાણ કર્યા હતા, કોઈ ખોટો ઈરાદો નહોતો. તેણે કહ્યું કે, ‘મેં તો બસ કહ્યું કે, તમે સારા લાગી રહ્યા છે, પરંતુ તે શખ્સનો ગુસ્સો ઓછો ન થયો. તે કહેતો રહ્યો કે, ‘તું અમેરિકામાં છે, ભારતમાં કે બીજે ક્યાંય નહીં.’
https://www.instagram.com/reel/DLz45tixN5j/?utm_source=ig_web_copy_link&igsh=bWZ5cWJpYXRuNDgw
કર્મચારીના વારંવાર માફી માગવા છતા ગ્રાહકનો ગુસ્સો વધતો જઈ રહ્યો હતો, જ્યારે કર્મચારીએ શાંતિથી જવાબ આપતા કહ્યું કે, હું સમજું છું કે તમે પરેશાન છો. છતા ગ્રાહક ન રોકાયો અને બોલ્યો– ‘અજાણી મહિલાને તેના લૂક્સ પર કમેન્ટ કરવાનું ખોટું છે. આ ક્લાસ અને રિસ્પેક્ટની વાત છે.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈને ઇન્ટરનેટ પર બહેસ શરૂ થઈ ગઈ છે. ઘણા યુઝર્સે ગ્રાહકની વાતને ઓવરરીએક્શન ગણાવી છે. એક યુઝરે લખ્યું કે, ‘વધુ એક ટિપિકલ પાકિસ્તાની, જે ભારત પર ફ્રસ્ટ્રેશન કાઢવા માગે છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘સુંદરતાના વખાણ કરવા ક્યારથી ખરાબ થઈ ગયું?’ બીજા યુઝરે કહ્યું કે, તમે કોઈ સંસ્કૃતિને શા માટે દોષ આપો છો? લંડનમાં લોકો 'ડાર્લિંગ' કે 'લવ' બોલે છે, આ એક સામાન્ય વાત છે.

શું છે Popeyes?
Popeyes એક અમેરિકન ફાસ્ટ ફૂડ બ્રાન્ડ છે જેની શરૂઆત વર્ષ 1972માં ન્યૂ ઓર્લિયન્સમાં થઈ હતી. આજે તેનું હેડ ક્વાર્ટર મિયામી, ફ્લોરિડામાં છે અને તેના વિશ્વભરમાં હજારો આઉટલેટ્સ છે.
Related Posts
Top News
એક એવો મલ્ટીબેગર શેર કે 1 લાખના 84 લાખ થઇ ગયા, તમારી પાસે છે?
‘હિન્દી-તામિલ-મરાઠી તો ઠીક, પરંતુ પ્રોગ્રેસ જોઇએ તો આ ભાષા શીખવાની રાહુલ ગાંધીએ સલાહ આપી
આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!
Opinion
