- Lifestyle
- ગુજરાતમાં ગુજરાતી નથી આવડતી? આ સવાલનો જવાબ તો બધાએ આપ્યો, પરંતુ ઓટોવાળા ભાઈએ તો દિલ જીતી લીધું
ગુજરાતમાં ગુજરાતી નથી આવડતી? આ સવાલનો જવાબ તો બધાએ આપ્યો, પરંતુ ઓટોવાળા ભાઈએ તો દિલ જીતી લીધું
ભાષા દિલોને જોડવાનું કામ કરે છે, ન કે તોડવાનું, પરંતુ ઇન્ટરનેટ પર દરરોજ આવા વીડિયો વાયરલ થાય છે, જેમાં કેટલાક લોકો ભાષાના નામે ઝઘડો કરતા જોવા મળે છે. પરંતુ ગુજરાતના એક કન્ટેન્ટ ક્રિએટરે એક એવો ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જેણે લોકોના દિલ જીતી લીધા છે. ક્લિપમાં ખાસ કરીને ઓટોવાળા ભાઈના શબ્દોએ લોકોને ખૂબ જ ભાવુક કરી દીધા છે. ‘મને ગુજરાતી નથી આવડતી' સવાલના જવાબમાં, રસ્તા પર પસાર થતા લોકોએ એવા શાનદાર જવાબો આપ્યા છે, જેની અપેક્ષા માત્ર દેશભક્તો પાસેથી જ રાખી શકાય છે. લોકોનું કહેવું છે કે, ભલે ભાષાઓ અનેક છે, પરંતુ દેશ તો એક છે. આ ક્યાંકને ક્યાંક દરેક ભારતીયને એક-બીજા સાથે જોડે છે અને આજ વાત માટે યુઝર્સ હવે આ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
છોકરો વીડિયોમાં કહે છે કે, ‘મને ગુજરાતી નથી આવડતી', તેના જવાબમાં બાઇક પર બેઠો શખ્સ કહે છે કા, ‘કોઈ વાંધો નહીં, હિન્દી તો આવડે છે ને તેમાં વાત કરો.’ પછી છોકરો પાનની દુકાન પર માઈક લઈને બેઠેલા કાકાને પણ આ જ સવાલ પૂછે છે, જેના પર તે કહે છે કે 'કોઈ પ્રોબ્લેમ નથી, આપણે લોકો પણ હિન્દીમાં વાત કરીશું.’ આગળનો શખ્સ આ સવાલના જવાબમાં પણ કહે છે કે ‘ભલે તમને ગુજરાતી ન આવડતી હોય, તો પણ શાંતિથી રહો અને રહેવા દો.’ પછી તે છોકરો સ્કૂટર પર બેઠેલા વ્યક્તિને પણ આ જ સવાલ પૂછે છે, તો તે કહે છે કે, 'જો કોઈ બહારથી આવ્યું હોય, મહેમાન છે, તો તેને સારું લાગવું જોઈએ, જો તેને ગુજરાતી ન આવડતી હોય તો હું હિન્દીમાં વાત કરી લઇશ.’ અંતે આ છોકરો વ્યક્તિ ઓટોવાળાને ગુજરાતી ન આવડવાને લઈને સવાલ પૂછે છે, જેના પર તે કહે છે કે, 'જુઓ, દેશ એક છે, ભારત એક જ છે, ભાષાઓ અલગ-અલગ છે, પરંતુ જો બધા સાથે પ્રેમથી બોલો તો વાત એક જ છે.’ 46 સેકન્ડની આ રીલ અહીં જ સમાપ્ત થઈ જાય છે.
https://www.instagram.com/reel/DL2gth_IvFS/?utm_source=ig_web_copy_link
@jaipunjabii નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલે આ રીલ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું- લાસ્ટ અંકલ. સ્વભાવિક રીતે તે ઓટો ડ્રાઈવરની વાત કરી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 કરોડ 85 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. 15 લાખથી વધુ યુઝર્સે તેને લાઈક પણ કરી છે, જ્યારે પોસ્ટ પર 26 હજારથી વધુ કોમેન્ટ્સ પણ આવી છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ હવે ભાષા વિવાદ અંગે કોમેન્ટ સેક્શનમાં ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક યુઝરે લખ્યું કે, ગુજરાતના ઓટોવાળા ભાઈમાં કર્ણાટક કે મહારાષ્ટ્રના સરેરાશ (શિક્ષિત) ગુંડા કરતા વધુ કોમન સેન્સ છે. બીજા એક યુઝરે કહ્યું કે, ગુજરાતીઓ સૌથી મીઠા છે. ત્રીજા યુઝરે લખ્યું કે, હું ગુજરાતમાં 7+ વર્ષથી રહું છું, મને ક્યારેય ભાષાની સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. ચોથા યુઝરે કહ્યું કે હું આ રાજ્યનો હિસ્સો બનીને ખુશ છું.

