કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ દવેએ પોતે આ સગાઈનો વીડિયો પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો છે. કિંજલ દવે અને ધ્રુવીન શાહ ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા હતા, આ સગાઈ પ્રસંગમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલ પણ આશીર્વાદ આપવામાં માટે હાજર રહ્યા હતા. કિંજલ દવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર સગાઈની સત્તાવાર જાહેરાત કરતા વીડિયો કેપ્શનમાં લખ્યું કે- ગોડ્સ પ્લાન.

kinjal-dave1
instagram.com/thekinjaldave

લોકપ્રિય સિંગર કિંજલ દવેની અચાનક સગાઈના સમાચારથી તેના ફેંસમાં આશ્ચર્ય અને આનંદની મિશ્ર લાગણી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ કપલને અભિનંદન આપતા કોમેન્ટોનો પૂર આવી ગયો છે.

 

કોણ છે ધ્રુવિન શાહ?

કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ ન માત્ર એક અભિનેતા, પરંતુ તેઓ એક પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. આ ઉપરાંત તેઓ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ્લિકેશન JoJo એપના ફાઉન્ડર પણ છે. ધ્રુવિન શાહ મલ્ટી-ટેલેન્ટેડ હોવાની સાથે એક સફળ ઉદ્યોગપતિ પણ છે.

કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1998ના રોજ પાટણ જિલ્લાના જેસંગપરામાં થયો હતો. કિંજલ દવેને નાની ઉંમરથી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું અને વર્ષ 2017માં તેના હિટ ગીત ચાર ચાર બંગડીથી પ્રસિદ્ધિ  મેળવી હતી. ત્યારથી તેણે ઘણા લોકપ્રિય ગીતો રજૂ કર્યા છે. કિંજલ દવેએ ભારત અને વિદેશમાં પણ વિવિધ મ્યૂઝિક કોન્સર્ટ કર્યા છે. કિંજલ તેના પરંપરાગત ગુજરાતી લોક ગીતો માટે જાણીતી છે અને મ્યૂઝિકની દુનિયામાં તેના યોગદાન માટે તેને ઘણા એવોર્ડ પણ જીત્યા છે.

kinjal-dave2
instagram.com/thekinjaldave

કિંજલના પિતા લલિત દવે હીરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા અને તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાની તક મળી. આ લગ્નગીત થોડાં જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ થઇ ગયું હતું અને પછી કિંજલ આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ હતી.

kinjal-dave3
instagram.com/thekinjaldave

ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ એપ્રિલ, 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી. જોકે વર્ષ 2023માં કિંજલ અને પવનની સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ તૂટ્યાના બે વર્ષ બાદ કિંજલ દવેએ ફરી સગાઈ કરી લીધી છે.

About The Author

Top News

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 25-01-2026 વાર - રવિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.