‘આ રસ્તો મુસ્લિમો માટે નથી’, દિલ્હી-દહેરાદુન હાઇવે પર લખાયા નારા, હિન્દુ રક્ષા દળે લીધી જવાબદારી

દિલ્હી-દહેરાદુન એક્સપ્રેસવે સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હાઇવેની દિવાલો  અને ફ્લાયઓવર પર એક વિશેષ સમુદાય વિરુદ્ધ આપત્તિજનક નારા લખ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેટલીક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘દિવાલો પર આ હાઇવે મુસ્લિમો માટે નથી જેવા સંદેશ લખવામાં આવ્યા છે.

delhi-dehradun-expressway1
amarujala.com

હિન્દુ રક્ષા દળ સાથે સંકળાયેલા લોકોએ આની જવાબદારી લીધી છે. આ વીડિયો દહેરાદુન-દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એશિયાના સૌથી મોટા કોરિડોર, રાજાજી ટાઇગર નેશનલ પાર્કના 12 કિલોમીટર લાંબા રસ્તા પર આવું લખવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી ક્લિપમાં કથિત રીતે હાઇવેની દિવાલો પર ઉશ્કેરણીજનક નારા લખેલા જોવા મળે છે. પોસ્ટ સાથે એ લોકેશન પણ બતાવવામાં આવ્યું છે કે, આ નારા મુંડકા ફ્લાયઓવર પાસે લખવામાં આવ્યા છે. કેટલીક પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સંગઠનની મહિલા પાંખે આ કાર્ય કર્યું હતું, પરંતુ આ દાવાઓની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

NDTVના અહેવાલ મુજબ, વાયરલ વીડિયોમાં લખવામાં આવેલા આપત્તિજનક શબ્દ ભૂસી નાખવામાં આવ્યા છે. પરંતુ ત્યાં અત્યારે પણ સ્પષ્ટ રીતે જોઈ અને વાંચી શકાય છે. હિન્દુ રક્ષા દળના કાર્યકરોનો દાવો છે કે તેમની મહિલા પાંખે આ કાર્ય કર્યું હતું.

હિન્દુ રક્ષા દળના રાજ્ય પ્રમુખ લલિત શર્માએ કહ્યું કે, ‘અમારી ઇચ્છા છે કે ટેક્સ અમે ચૂકવીએ છીએ, તેથી રસ્તા પર ચાલવાનો અધિકાર અમારો છે. આ એક્સપ્રેસ વે પર મોહંડમાં બનેલા એલિવેટેડ રોડ પર આ લખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદથી લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. સહારનપુરના બિહારી ગઢ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અક્ષય શર્માએ જણાવ્યું હતું કે આ મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે અને કેસ દાખલ કરવામાં આવ્યો છે.

delhi-dehradun-expressway3
x.com/PunsterX

આ દરમિયાન, ગાઝિયાબાદ પોલીસ કમિશનરેટે નરેન્દ્ર નાથ મિશ્રાની પોસ્ટ પર જવાબ આપતા સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે કે, ધાર્મિક સદ્ભાવ પ્રભાવિત કરનારી આ પોસ્ટ ભ્રામક છે. પોલીસ કમિશનરેટ ગાઝિયાબાદના અધિકારક્ષેત્રમાં આવી કોઈ ઘટના બની નથી. પોલીસે જણાવ્યું હતું કે ધાર્મિક સદ્ભાવને અસર કરતી આ પોસ્ટ ગેરમાર્ગે દોરનારી છે અને ચકાસણી વિના શેર ન કરવી જોઈએ નહીં. પોલીસે ચેતવણી પણ આપી હતી કે અફવાઓ ફેલાવનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 15-04-2026 વાર- બુધવાર મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને...
Sports 
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

ભારત સરકારે સોમવારે જાહેર કર્યું કે વર્ષ 2026માં દેશમાં ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં નબળો રહેવાની સંભાવના છે. આ ત્રણ વર્ષમાં...
National 
ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય
Copyright (c) Khabarchhe All Rights Reserved.