‘તારા પતિને સમજાવ, હું ઠાકુર છું...’ HDFC બેંકમાં મહિલા કર્મચારીનો હાઈવોલ્ટેજ ડ્રામા, ગ્રાહકને ગાળો ભાંડી

કાનપુર શહેરના પંકી સેક્ટર-2માં આવેલી HDFC બેંક શાખા એ સમયે અખાડો બની ગઈ, જ્યારે એક મહિલા કર્મચારીએ શિષ્ટાચારની બધી હદો પાર કરી દીધી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, બેંક કર્મચારી આસ્થા સિંહ એક મહિલા ગ્રાહક પર ગુસ્સે થતી જોવા મળી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, આસ્થા સિંહ ન માત્ર ગ્રાહકને ગાળો ભાંડી રહી છે, પરંતુ હિંસક થઈને તેના પર હુમલો કરવા માટે તેનું લેપટોપ પણ પાડી લે છે.

women
tv9hindi.com

બેંકના અન્ય સહકર્મીઓએ તેને પકડીને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ગુસ્સો શાંત ન થયો. આ દરમિયાન તે ગ્રાહકને ધમકાવતી કહે છે- ‘તારા પતિને જઈને સમજાવ. હું ઠાકુર છું. મારી સાથે... જોકે, અમે આ વીડિયોની પુષ્ટિ કરતા નથી.

આશ્ચર્યજનક વાત એ છે કે, એક વ્યાવસાયિક સંસ્થામાં કામ કરતી હોવા છતા મહિલા કર્મચારીએ ખુલ્લેઆમ પોતાની જાતિનો ઉલ્લેખ કર્યો અને દબંગાઈ બતાવી. આસ્થા સિંહ વીડિયોમાં ગ્રાહકને હું ઠાકુર છું કહીને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. એક પ્રતિષ્ઠિત બેંકની અંદર આવા જાતિ આધારિત ઘમંડ અને હિંસક વર્તન જોઈને ત્યાં હાજર લોકો દંગ રહી ગયા.

women
news18.com

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, અને લોકો બેંક મેનેજમેન્ટ અને કર્મચારીઓ સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. જોકે, પોલીસનું કહેવું છે કે આ મામલે હજુ સુધી કોઈપણ પક્ષ દ્વારા કોઈ લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. ફરિયાદ મળ્યા બાદ જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.