આવી રહી હતી UP 78 નંબરની લક્ઝરી બસ, ચેકિંગ કરતા વડોદરા પોલીસ પણ હેરાન રહી ગઈ

ઉત્તર પ્રદેશના કાનપુરથી અમદાવાદ વચ્ચે દોડતી સમય શતાબ્દી બસ મુસાફરો સાથે ગુજરાતમાં પ્રવેશી ત્યારે વડોદરા પોલીસે તેને રોકી અને તેની તપાસ કરી. બસની ડિગ્ગી સાથે તેના પર ઘણા લગેજ અને સામાન હતો. જ્યારે પોલીસે ચલણ આપવાનો  પ્રયાસ કર્યો, ત્યારે વડોદરા પોલીસ પણ દંગ રહી ગઈ. બસમાં એક કે બે નહીં, પરંતુ 40 પેન્ડિંગ ચલણ હતા. પોલીસે તપાસ કરી ત્યારે રકમ લાખોમાં નીકળી.

મુસાફરોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જતી આ સમય શતાબ્દી બસને પહેલાથી જ 40 ચલણ મળી ચૂક્યા હતા. વડોદરા પોલીસે જ્યારે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે UP78 CT 8523 નંબરની બસનો 3.5 લાખ રૂપિયાનો દંડ બાકી હતો. વડોદરા પોલીસે 40 ઈ-ચલણ ન ચૂકવવા બદલ બસને જપ્ત કરી લીધી છે. પોલીસે આ સંદર્ભે વાહન માલિકને પણ સમન્સ પાઠવ્યું છે.

e-memo
newsjoo.in

વડોદરા શહેર પોલીસ કમિશનર IPS નરસિંહ કુમારે જણાવ્યું હતું કે 'વન નેશન-વન ચલણ'ના ભાગ રૂપે મોટી રકમના ચલણ બાકી હોવાથી બસ જપ્ત કરવામાં આવી છે. લોકોએ ઈ-ચલણને અવગણવું ન જોઈએ. આમ કરવું કાયદા અને ટ્રાફિક નિયમો પ્રત્યે ઉદાસીનતા દર્શાવે  છે. જો કોઈ એવું વિચારે છે કે તે પોલીસની નજરથી છટકી શકશે, તો તે શક્ય નથી. ચલણ ન ભરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનરે વડોદરા શહેરમાં પેન્ડિંગ ચલણવાળા વાહનોની તપાસ કરવા અને તેમની યાદી બનાવવા સૂચના આપી છે જેથી તેમની પાસેથી દંડ વસૂલી શકાય.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.