પત્નીની પીડા જોઈને પ્રતિજ્ઞા લીધી, હવે ફ્રીમાં ગર્ભવતી મહિલાઓને પહોંચાડે છે હૉસ્પિટલ; રિક્ષાને બનાવી એમ્બ્યુલન્સ

કહેવાય છે કે કેટલાક લોકો જન્મથી નહીં, પોતાના કામથી હીરો બને છે. જમશેદપુરના સોનારી વિસ્તારના રહેવાસી અરુણ દાસ સાહૂ આવો જ એક સાચો હીરો છે, જે પોતાની સેવા અને માનવતાની ભાવનાથી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. વ્યવસાયે એક સાધારણ ઓટો ડ્રાઈવર અરુણ, છેલ્લા 10 વર્ષથી ઓટો ચલાવીને ગુજરાન ચલાવી રહ્યો હતો. તેનામાં પરિવર્તન આવ્યું અને છેલ્લા 6 મહિનાથી તેણે પોતાની ઓટોને મીની એમ્બ્યુલન્સ બનાવી દીધી છે. તે એ મહિલાઓને મફતમાં સેવા આપે છે જે પ્રસૂતિ પીડામાંથી પસાર થઈ રહી છે અને જેમને તાત્કાલિક હૉસ્પિટલ કે ક્લિનિકમાં પહોંચાડવાની જરૂરિયાત હોય છે.

auto.jpg-2

લોકલ 18ના અહેવાલ મુજબ, ઓટોરિક્ષા ચાલક અરુણે તેની પહેલની પ્રેરણાદાયી કહાની શેર કરી. તેણે કહ્યું કે તેના પ્રેમ લગ્ન થયા હતા અને ઘણીવાર તેની પત્ની આર. જાની સાથે નાની-મોટી બહેસ થઈ જતી હતી. પરંતુ એક દિવસ જ્યારે તેની પત્ની ગર્ભવતી હતી, ત્યારે બહેસ દરમિયાન તેણે કહ્યું કે, ‘જો તમે છોકરી હોત, તો તમે આ પીડા સમજી શક્યો હોત. આ વાત અરુણના દિલને સ્પર્શી ગઈ. તેણે મહિલાઓના દુઃખને દૂર કરવા માટે કંઈક કરવાનો સંકલ્પ લીધો.

આ વિચારને ધ્યાનમાં રાખીને તેણે પોતાની ઓટોને એમ્બ્યુલન્સની જેમ સજાવી અને તેના પર લખ્યું-ગર્ભવતી મહિલાઓ માટે નિઃશુલ્ક સેવા ચાલુ રહેશે. સાથે જ તેણે પોતાનો ફોન નંબર 9110919503 પણ લખ્યો, જેથી કોઈપણ જરૂરિયાતમંદ મહિલા તાત્કાલિક તેનો સંપર્ક કરી શકે. અરુણ જણાવે છે કે કેવી રીતે એક રાત્રે તે કદમાની રહેવાસી એક મહિલાને રાત્રે 2:00 વાગ્યે હૉસ્પિટલ લઈ ગયો. તેની હાલત ગંભીર હતી. જો હું તેને સમયસર ત્યાં ન લઈ ગયો હોત તો કદાચ તેનું મૃત્યુ થઈ ગયું હોત. તે રાત્રે મેં મારા છેલ્લા શ્વાસ સુધી આ કાર્ય ચાલુ રાખવાનો સંકલ્પ લીધો.

auto

તેમના સાથી વિમલેશ યાદવ કહે છે કે, અરુણ અમારા સ્ટેન્ડનો હીરો છે. કોઈ પણ ઓટો ડ્રાઈવર આટલો મોટો ત્યાગ નહીં કરી શકે કે કોઈ પોતાની કમાણી છોડીને કોઈનો જીવ બચાવવા માટે દોડી જાયછે. અરુણ કહે છે કે તે તેની રોજિંદી આવકથી ખુશ છે. ભગવાનની કૃપાથી, તેને ક્યારેય નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. આજે, જમશેદપુરના લોકો અરુણને માત્ર એક ઓટો ડ્રાઈવર તરીકે જ નહીં, પરંતુ માનવતાના રક્ષક તરીકે માન આપે છે. તેમના કાર્યથી સાબિત થયું છે કે જો ઈરાદો સાચો હોય, તો એક નાનું વાહન પણ કોઈનો જીવ બચાવી શકે છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.