અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રની લાલ આંખ, 20થી વધુ JCB કામે લાગ્યા

છેલ્લા કેટલાક મહિનાઓથી દબાણો સામે તંત્ર લાલ આંખ કરી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં ડિમોલિશનની કાર્યવાહી મોટા પાયે હાથ ધરવામાં આવી રહ્યું છે. પહેલા ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું હવે શહેરના પૂર્વ વિસ્તારના ઈસનપુર તળાવમાં ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આજે સવારથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ઈસનપુર તળાવમાં 1000થી વધુ લોકો દબાણ કરીને ગેરકાયદે રહે છે. અહી AMC હવે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે માટે 500 જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી અને મજૂરોને કામે લગાડવામાં આવ્યા છે. દબાણ દૂર કરવા માટે 20 જેટલા JCB મશીન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે.

demolition
gujaratsamachar.com

સરકાર અને AMC દ્વારા હાલમાં તળાવોના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે તળાવો પર દાયકાઓથી બાંધવામાં આવેલા દબાણોને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. ઇસનપુરમાં લગભગ ચાર દાયકાથી તળાવ નજીક બાંધવામાં આવેલા દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે.

પહેલાથી આ વિસ્તારમાં 167 ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. AMCએ જણાવ્યું છે કે ચોમાસા અને દિવાળીના આ સમયે ડિમોલિશન મોડું રાખવામાં આવ્યો હતો, જેથી સ્થાનિકોને હાનિ ન પહોંચે. બે દિવસ અગાઉથી પોલીસ મોર્ચ દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને મકાનધારકોને ઘર ખાલી કરવા સમજાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

ડિમોલિશનના સમયે મોટાભાગના મકાનધારકો સ્વેચ્છાએ પોતાના મકાનો ખાલી કર્યા હતા, જેના કારણે કામગીરી સરળ રીતે આગળ વધી રહી છે. AMCનું કહેવું છે કે આ પગલાં તળાવના મૂળ સ્વરૂપને પુનઃસ્થાપિત કરવા અને પાણીના નિકાસ તથા પર્યાવરણ સંરક્ષણ માટે અનિવાર્ય છે. આ ડ્રાઇવ અંતર્ગત ગેરકાયદે બાંધકામોને દૂર કરવાના પગલાં દરમિયાન કોઈ ગંભીર ઘટના ઘટી નથી અને કામગીરી અવિરત જ ચાલી રહી છે.

demolition
https://x.com/News18Guj/

ડિમોલિશન હાથ ધરાય તેના બે દિવસ પહેલાંથી જ પોલીસે અહીં માર્ચ કરી હતી અને લોકોને ઘર ખાલી કરવા સમજાવાયા હતા. સમગ્ર મામલે 10 રહીશો હાઈકોર્ટમાં ગયા હતા. વોટર બોડી પર મકાનો બન્યા હોવાથી હાઈકોર્ટે ડિમોલિશનનો હુકમ કર્યો હતો. જો કે તે 10 લોકોને સમય આપવા કહ્યું હતું. તો અગાઉ 20 તારીખે ડિમોલિશન હાથ ધરાવાનું હતું, પરંતુ સ્થાનિકો દ્વારા વધુ 4 દિવસનો સમય માગતા આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી.

About The Author

Related Posts

Top News

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.