શું અમદાવાદમાં ST અને ખાનગી બસો જેવા મોટા વાહનોને પ્રવેશ નહીં અપાય?

અમદાવાદમાં આગામી દિવસોમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે ST અને ખાનગી લક્ઝરી બસોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. અમદાવાદનાં રિવરફ્રન્ટ ખાતે એક્ઝિબિશનમાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, ‘કોમનવેલ્થ ગેમ્સ અગાઉ શહેરને તૈયાર કરવા મોટા વાહનો રિંગ રોડ પર જ રોકાશે. મુસાફરોએ હવે સિટીમાં આવવા માટે મેટ્રો, BRTS અને AMTS જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો પડશે. આ પ્રોજેક્ટ હેઠળ રિંગ  રોડ પર ખાસ ટ્રાન્સપોર્ટ હબ પણ તૈયાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ આયોજિત થવાની છે અને દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેને ધ્યાનમાં રાખી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા અને શહેરીજનો વધુમાં-વધુ જાહેર પરિવહનની સેવાનો ઉપોયગ કરે તે માટે વર્ષ 2030માં આયોજિત કોમનવેલ્થ સુધી લક્ઝરી બસો અને ગુજરાત ST નિગમની બસો શહેરની બહાર દોડાવવામાં આવશે. અમદાવાદમાં ભારે લક્ઝરી અને ST બસો SG હાઈવે અને SP રિંગ રોડ સુધી જ આવશે. હાઈવેથી જાહેર પરિવહન સેવા AMTS, BRTS અને મેટ્રોનો ઉપયોગ થાય તે પ્રકારનું આયોજન સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.

amdavadnxt3
x.com/kumarmanish9

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વર્ષ 2023માં કોમનવેલ્થ ગેમ્સ આવવાની છે ત્યારે અનેક પ્રતિનિધિઓ અન્ય દેશમાંથી આવશે. ત્યારે અમદાવાદ શહેરની સારી ઓળખ લઇને જશે. રોડ-રસ્તા ફૂટપાથ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વમાં અમદાવાદનું નામ રોશન કરીએ જેના માટે લોકો સરકાર અને AMCને સપોર્ટ કરે એવી અપીલ છે.

સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે 21થી 23 ફેબ્રુઆરી 3 દિવસ દરમિયાન રિવરફ્રન્ટ હાઉસ ખાતે 10:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી જાહેર પરિવહન સેવા પર એક્ઝિબિઝન યોજાયું છે. આ એક્ઝિબિશન તમામ નાગરિકો માટે ખુલ્લુ રહેશે. આ પહેલનો મુખ્ય હેતુ શહેરમાં જાહેર પરિવહનને મજબૂત બનાવી સર્વસમાવેશક, જલવાયુ-સહનક્ષમ અને લોકો-કેન્દ્રિત મોબિલિટી અંગે શહેરવ્યાપી ચર્ચા થશે.

સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદને 2036ની ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવાના ભવ્ય વિઝનની રૂપરેખા રજૂ કરાઈ હતી. આગામી 25-50 વર્ષના આયોજન સાથે સેકન્ડ રિંગ રોડ, લોજિસ્ટિક પાર્ક અને સાબરમતી રિવરફ્રન્ટનું વિસ્તરણ અમદાવાદને વિશ્વસ્તરીય 'લિવબલ સિટી' બનાવશે. તેમણે રિંગ રોડ પર ટ્રાફિક ઘટાડવા કનેક્ટર વાહનોના ઉપયોગ અને મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગ સુવિધા વધારવા પર ભાર મુકાયો છે.

આ પ્રકારના આયોજનથી શહેરમાં ટ્રાફિક હળવો થયા તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે આ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. લોકો AMTS અને BRTS તેમજ મેટ્રોનો વધુમાં વધુ ઉપોયગ કરે તેવી મારી અપીલ છે. શહેરમાં દિન પ્રતિદિન વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. એક ઘરમાં ચાર લોકો રહેતા હોય અને ચારે વાહનોનો ઉપયોગ થાય તો ટ્રાફિક સમસ્યા વધુ થાય. જેથી લોકો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરશે તો ટ્રાફિક ઘટાડી શકાશે. અમદાવાદ મેટ્રોસિટી છે જેથી અન્ય મેટ્રોસિટીની જેમ પ્લાનથી જો પરિવહન સેવા ચાલશે તો અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા ખૂબ ઘટાડી શકાશે.

અમદાવાદમાં જાહેર એક્ઝિબિશન 'AmdavadNXT'ના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી અને અસારવાના ભાજપ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પણ હાજર રહ્યા હતા. સાથે જ આ પ્રસંગે ધારાસભ્ય અમિત શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, AMTS ચેરમેન ધરમશી દેસાઈ, અધિક પોલીસ કમિશનર નીરજ બડગુજર, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસર પર શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘આગામી વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ યોજાવાની છે, ત્યારે મહત્વનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને કરી રહી છે. શહેરમાં જાહેર પરિવહનની AMTS, BRTS અને મેટ્રો દોડી રહી છે.

amdavadnxt4
x.com/AmdavadNxt

શહેરી વિકાસના વિભાગના અગ્રસચિવ એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, ‘વર્ષ 2030ની કોમનવેલ્થ અને 2036ની ઓલિમ્પિક્સ માટે બીડિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ એર ક્વોલિટી (AQI) સુધારવા માટે એરપોર્ટ અને ગિફ્ટ સિટીને જોડતી 4 નવી મેટ્રો લાઇનનો પ્રસ્તાવ છે. ગુજરાત સરકાર દ્વારા પરિવહન માટે વાયબીલીટી ગેપ ફન્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ 'લાસ્ટ માઈલ કનેક્ટિવિટી' અને સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરતા તેમણે જણાવ્યું કે, ‘કલોલ અને સાણંદ જેવા સેટેલાઇટ ટાઉન્સને 'રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ' (RRTS) થી જોડવામાં આવશે, જેનાથી મુસાફરીનો સમય માત્ર 30-45 મિનિટ થઈ જશે.

ahmdavadnxt
divyabhaskar.co.in

અમદાવાદના મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2070 સુધીના 'નેટ ઝીરો' લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા AMC કટિબદ્ધ છે. આ માટે શહેરમાં 3000થી વધુ ઈ-બસો દોડાવવાનું આયોજન છે. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા વાહન વેરામાં 100% મુક્તિ અપાઈ છે. સાથોસાથ MyByk જેવી સેવાઓ દ્વારા પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો.

About The Author

Related Posts

Top News

અભિષેક ફરી નિષ્ફળ, સુંદર... અમદાવાદમાં ભારતની હાર પાછળના 5 કારણો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપની સુપર-8 મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ...
Sports 
અભિષેક ફરી નિષ્ફળ, સુંદર... અમદાવાદમાં ભારતની હાર પાછળના 5 કારણો

આ વાંદરાના બચ્ચાને જોઈને કેટલાક લોકો હસી પડ્યા અને પછી રડ્યા, જ્યારે કેટલાક રડીને પછી હસી પડ્યા!

26 જુલાઈ, 2025ના રોજ, જાપાનના ઇચિકાવા સિટી ઝૂમાં એક વાંદરો જન્મ્યો. જન્મતાની સાથે જ તેની માતાએ તેને...
World 
આ વાંદરાના બચ્ચાને જોઈને કેટલાક લોકો હસી પડ્યા અને પછી રડ્યા, જ્યારે કેટલાક રડીને પછી હસી પડ્યા!

શું અમદાવાદમાં ST અને ખાનગી બસો જેવા મોટા વાહનોને પ્રવેશ નહીં અપાય?

અમદાવાદમાં આગામી દિવસોમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે ST અને ખાનગી લક્ઝરી બસોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. અમદાવાદનાં રિવરફ્રન્ટ...
Gujarat 
શું અમદાવાદમાં ST અને ખાનગી બસો જેવા મોટા વાહનોને પ્રવેશ નહીં અપાય?

વાણી કપૂરની 3 ફિલ્મો બનીને તૈયાર છે પણ આ કારણે રીલિઝ નથી થઈ રહી, એકનું છે પાકિસ્તાન કનેક્શન

બોલિવુડ અભિનેત્રી વાણી કપૂરે 2013માં આવેલી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાન્સ’થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત...
Entertainment 
વાણી કપૂરની 3 ફિલ્મો બનીને તૈયાર છે પણ આ કારણે રીલિઝ નથી થઈ રહી, એકનું છે પાકિસ્તાન કનેક્શન
Copyright (c) Khabarchhe All Rights Reserved.