વાણી કપૂરની 3 ફિલ્મો બનીને તૈયાર છે પણ આ કારણે રીલિઝ નથી થઈ રહી, એકનું છે પાકિસ્તાન કનેક્શન

બોલિવુડ અભિનેત્રી વાણી કપૂરે 2013માં આવેલી રોમેન્ટિક કોમેડી ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ઘણી ફિલ્મો અને વેબ સીરિઝમાં કામ કરીને બોલિવુડમાં પોતાની ઓળખ બનાવી. અહેવાલો છે કે, વાણી કપૂર તેની અભિનય કારકિર્દીના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. વાણી કપૂર પાસે ઘણી એવી ફિલ્મો છે જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ કોઈ કારણોસર તે રીલિઝ થઈ શકતી નથી. આ ફિલ્મો લાંબા સમયથી અટકી ગઈ છે અને રીલિઝ થવાનું નામ લઈ રહી નથી. ચાલો જાણીએ કે આ 3 ફિલ્મો કઈ છે.

વેરાયટી ઈન્ડિયાએ તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે વાણી કપૂરની 3 ફિલ્મો, લાંબા સમયથી તૈયાર હોવા છતા થિયેટરમાં રીલિઝ થવામાં સ્ટ્રગલ કરી રહી છે. આમાં સર્વગુણ સંપન્ન’, ‘અબીર ગુલાલ’, અને બદતમીઝ ગિલ શામેલ છે. ત્રણેય ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. જો કે, તેની રીલિઝ તારીખો અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.

vani-kapoor3
facebook.com/VaaniKapoorOfficial

વાણી કપૂરની સર્વગુણ સંપન્ન

વાણી કપૂરની સર્વગુણ સંપન્નની વાત કરીએ તો, તે મેડોક ફિલ્મ્સની  એક સોશિયલ કોમેડી છે, જેમાં વાણી એક નાના શહેરની છોકરીની ભૂમિકા ભજવે છે જે એક લોકપ્રિય પોર્ન સ્ટાર જેવી દેખાય છે. આ ફિલ્મ શોનાલી રતન દેશમુખનું દિગ્દર્શક તરીકે ડેબ્યૂ છે, જેમણે અગાઉ તુમ મિલે’, ‘જન્નત અને શિદ્દત જેવી ફિલ્મોમાં સહાયક ભૂમિકા ભજવી છે. ફિલ્મનું શૂટિંગ 2023માં સમાપ્ત થઈ ગયું હોવાના અહેવાલ છે, પરંતુ તેની રીલિઝ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વેરાયટી ઈન્ડિયાના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દિનેશ વિઝન ફિલ્મ માટે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડીલ કરી શક્ય નથી.

બદતમીઝ ગિલ શા માટે પેન્ડિંગ છે?

બદતમીઝ ગિલની વાત કરીએ તો, વાણી કપૂર ઉપરાંત આ ફિલ્મમાં અપારશક્તિ ખુરાના અને પરેશ રાવલ જોવા મળશે. નવજોત ગુલાટી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું શૂટિંગ જુલાઈ 2024માં પૂર્ણ થઇ ગયું હતું અને શરૂઆતમાં આ ફિલ્મ 29 નવેમ્બર 2024ના રોજ થિયેટરમાં રીલિઝ થવાની હતી. જોકે, આ ફિલ્મ પણ રીલિઝ ન થઈ શકી કારણ કે નિર્માતા નિક્કી અને વિકી ભગનાની ખરીદદાર ન મળ્યું.

vani-kapoor1
facebook.com/VaaniKapoorOfficial

અબીર ગુલાલ પર વિવાદ

આ ઉપરાંત, વાણી કપૂરની અબીર ગુલાલપણ ભારતમાં રીલિઝ થઈ નથી કારણ કે તેમાં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મથી ફવાદ ખાન 9 વર્ષ બાદ બોલિવુડમાં પરત ફર્યો હતો. અભિનેતા અગાઉ 3 બોલિવુડ ફિલ્મોમાં દેખાયો હતો, જેમાં ખુબસૂરત (2014), ‘કપૂર એન્ડ સન્સ (2016), અને એ દિલ હૈ મુશ્કિલ (2016) સામેલ છે. આ બધી ફિલ્મો ભારતીય દર્શકો વચ્ચે તેની લોકપ્રિયતાને કારણે ધ્યાન ખેંચ્યું હતું. જો કે, એપ્રિલ 2025માં પહેલગામ ઘટના બાદ આ ફિલ્મને ભારતમાં બેન કરી દેવામાં આવી હતી.

vani-kapoor
facebook.com/VaaniKapoorOfficial

વાણી કપૂરનું વર્કફ્રન્ટ

2013માં બોલિવુડમાં ડેબ્યૂ કર્યા બાદ, વાણી કપૂરે ચંડીગઢ કરે આશિકી’, ‘બેફિક્રે’, ‘વોર’, અને શુદ્ધ દેશી રોમાન્સ સહિત અનેક પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. વાણી કપૂર છેલ્લે ગયા વર્ષે રીલિઝ થયેલી અજય દેવગણની ફિલ્મ રેડ 2માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ અભિનેત્રી 2025માં નેટફ્લિક્સ વેબ સીરિઝ મંડલા મર્ડર્સમાં પણ જોવા મળી હતી.

About The Author

Related Posts

Top News

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 16-03-2026 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.