અભિષેક ફરી નિષ્ફળ, સુંદર... અમદાવાદમાં ભારતની હાર પાછળના 5 કારણો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપની સુપર-8 મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 76 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. આ હારથી ટીમ ઈન્ડિયાના નેટ રન રેટ પર ભારે અસર પડી, જેના કારણે ભારતની સેમીફાઇનલમાં પહોંચવાની આશાઓને ધક્કો લાગ્યો છે. એવામાં, આ કારમી હાર પાછળના કારણોને જાણવા જરૂરી છે.

ભારતીય બોલરોએ દબાણ જાળવી ન રાખ્યું

આ મેચમાં દક્ષિણ આફ્રિકાની શરૂઆત પણ નબળી રહી હતી. દક્ષિણ 20 રનના સ્કોર પર આફ્રિકાના 3 ટોચના બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ભારતીય બોલરો આ દબાણ જાળવી રાખશે. જોકે, મિલર અને બ્રેવિસે બધું દબાણ રીલિઝ કરી દીધું અને આક્રમક બેટિંગ કરી. બંને વચ્ચે 97 રનની ભાગીદારી થઈ.

Team India
BCCI

સ્પિનર્સનો ફ્લોપ શૉ

આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતીય સ્પિનરોને આડે હાથ લીધા. વરુણ ચક્રવર્તીએ પોતાની 4 ઓવરમાં 47 રન આપ્યા અને સુંદરે પોતાની 2 ઓવરમાં 17 રન આપ્યા. સ્પિનરોએ માત્ર 1 જ વિકેટ લીધી.

હાર્દિકની છેલ્લી ઓવર

હાર્દિકે છેલ્લી ઓવરમાં 20 રન આપ્યા. એક સમયે એવું લાગતું હતું કે ભારત દક્ષિણ આફ્રિકાને 175 રન સુધી રોકી દેશે. પરંતુ હાર્દિકની ઓવરથી લક્ષ્ય 188 રન સુધી પહોંચી ગયું, જેણે ભારતીય બેટ્સમેનો પર માનસિક દબાણ બનાવ્યું.

Team India
BCCI

અભિષેકનો ફરી ફ્લોપ શૉ, ઓપનર્સ નિષ્ફળ ગયા

આ મેચમાં ભારતીય ઓપનર્સે ફરી એકવાર ફેન્સને નિરાશ કર્યા.  પહેલી જ ઓવરમાં ઇશાન ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો. ત્યારબાદ તિલક પણ સસ્તામાં આઉટ થઇ ગયો. અભિષેક પાસેથી મોટી ઇનિંગ રમવાની અપેક્ષા હતી, પરંતુ તે પણ 15 રન બનાવ્યા બાદ આઉટ થઇ ગયો.

બેટ્સમેનોના ઇન્ટેન્ટ પર સવાલ વાજબી

દરેક ભારતીય બેટ્સમેન પહેલા બોલથી જ સિક્સર ફટકારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોઈએ પીચ સમજવાની પણ તસ્દી પણ ન લીધી. બોલ અભિષેકના બેટ પર આવી રહ્યો નહોતો. એટલે તેણે પોતાને સમય આપવો જોઈતો હતો, ભાગીદારી બનાવવી જોઈતી હતી અને સિંગલ્સ અને ડબલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈતું હતું. પરંતુ તે દરેક બોલ પર મોટા શૉટથી રમવાનો પ્રયાસ કરતો હતો, આમ તે વિકેટ ગુમાવી બેઠો. સૂર્યા, તિલક અને સુંદરની પણ આજ પરિસ્થિતી રહી.

Team India
BCCI

સુંદરના પ્રયોગ અંગે સવાલ

ભારતે આ મેચમાં અક્ષરની જગ્યાએ સુંદરને તક આપી હતી. જોકે, તે બેટિંગ અને બોલિંગ બંનેમાં નિષ્ફળ ગયો. જ્યારે અક્ષર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયમાં અસરકારક દેખાય છે. સુંદર પાસે માત્ર 2 ઓવર કરવવામાં આવી હતી, એટલે આ પ્રયોગ પણ ખરાબ રીતે નિષ્ફળ ગયો.

About The Author

Top News

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બરાબરનો માહોલ જામ્યો છે. પાર્ટીઓએ આપેલા મેન્ડેટ બાદ હવે બધા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર...
Gujarat 
ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

જ્યારે ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્માને એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી દૂર રહેવાની અપીલ કરી...
National 
'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું

એક તરફ, મેદાન પર વિનાશક બોલિંગ, અને બીજી તરફ, ઘરે ખુશી... આ પ્રફુલ હિંગેના IPL ડેબ્યૂની સાચી...
Sports 
મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.