હાર્દિક પંડ્યાએ 10-10 લાખના ચેકનું વિતરણ કરીને પોતાનું વચન પૂરું કર્યું

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માત્ર મેદાન પર જ નહીં, પરંતુ તેની લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતો છે. લક્ઝરી ઘડિયાળોથી લઈને મોંઘી સ્પોર્ટ્સ કાર સુધી, હાર્દિક પંડ્યા પોતાના એવા શોખ માટે જાણીતો છે. તો હાર્દિક ક્યારેક-ક્યારેક મેદાન પર અથવા તેના મેદાન બહારના વર્તનને કારણે લોકોના નિશાના પર રહે છે. જો કે, હાર્દિક પંડ્યા એક દિલદાર વ્યક્તિ પણ છે અને ઘણી વખત આવું જોવા પણ મળ્યું છે. પરંતુ આ વખતે તેણે જે કર્યું તે ખૂબ જ ઓછું જોવા મળે છે. હાર્દિકે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગ્રાઉન્ડ સ્ટાફને એક ખાસ કારણોસર 10-10 લાખ રૂપિયાના ચેકનું વિતરણ કર્યું.

hardik
BCCI

અહેવાલો અનુસાર, IPL 2026 સીઝન શરૂ થાય તે અગાઉ, મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ વાનખેડે સ્ટેડિયમમાં કામ કરતા મુંબઈ ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ સ્ટાફના આશરે 10-11 લોકોને આ ચેકનું વિતરણ કર્યું હતું. જોકે, તમે એમ માનતો હોવ કે IPL દરમિયાન સારી પીચ તૈયાર કરવા માટે આપ્યા છે તો આવું જરાંય નથી. હાર્દિકે જે હૃદયસ્પર્શી કામ કર્યું છે તેની પાછળનું કારણે તેણે થોડા સમય અગાઉ આપેલું વચન છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હાર્દિકે ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યોને 10-10 લાખ આપ્યા કારણ કે તેણે થોડા સમય અગાઉ ભારતીય ઓલરાઉન્ડરની મદદ કરી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, T20 વર્લ્ડ કપ 2026 પહેલા, હાર્દિક વાનખેડે સ્ટેડિયમમાં જ તૈયારી કરી રહ્યો અને આ દરમિયાન ઘણીવાર તે મોડી રાત સુધી પ્રેક્ટિસ કરતો હતો, જેના કારણે ગ્રાઉન્ડ સ્ટાફને વધારે સમય સુધી રોકાવું પડતું હતું. પરંતુ તેમણે હાર્દિકની તૈયારીઓમાં કોઈ કસર છોડી નહોતી.

hardik1
BCCI

તે સમયે પંડ્યાએ વચન આપ્યું હતું કે, જ્યારે પાછો અહીં આવશે તો તેમને ઇનામ આપશે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન આ વચન ભૂલ્યો નહીં અને આ વચન પૂરું પણ કર્યું. મુંબઈ ઈન્ડિયન્સના એક પ્રેક્ટિસ સત્ર બાદ એ તમામ સભ્યોને 10-10 લાખ રૂપિયા આપ્યા જેમણે પ્રેક્ટિસ દરમિયાન મદદ કરી હતી. આ બધાએ હાર્દિક સાથે એક તસવીર પણ ખેંચાવી હતી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, અને દરેક વ્યક્તિ મુંબઈના કેપ્ટનના વખાણ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના...
World 
થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

સોમવારે સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃત્યુના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ મામલે સંયમ રાખવાની અપીલ કરી હતી. ...
National 
કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.