3 ફૂટ લંબાઈ, સુપ્રીમ કોર્ટ સુધી લડી લડાઈ, બન્યા મેડિકલ ઓફિસર; મળો ગુજરાતના ડૉ. ગણેશ બારૈયાને

25 વર્ષની ઉંમરમાં, 3 ફૂટ ઊંચા અને 20 કિલોગ્રામ વજન ધરાવતા ગણેશ બારૈયાએ એ કરી બતાવ્યું, જેને ઘણા લોકો અશક્ય માનતા હતા. ચિકિત્સાના પોતાના અધિકાર માટે સુપ્રીમ કોર્ટ સુધી લડનારા આ નાના ડૉક્ટરે ગુરુવારે મેડિકલ ઓફિસર તરીકેની તેમની પહેલી પોસ્ટિંગ શરૂ કરી. આ બારૈયા માટે એક નોંધપાત્ર સફરનો અંત છે, જે વામનત્વ સાથે જન્મ્યા હતા, જેના પરિણામે તેમને 72% ચાલવા-ફરવામાં પરેશાની થઈ.

બારૈયા જન્મથી જ વામનત્વના શિકાર છે. તેમની શારીરિક મર્યાદાઓ હોવા છતા તેમણે ધોરણ 12માં 87% માર્ક્સ મેળવ્યા. ત્યારબાદ તેમણે ડૉક્ટર બનવાના સપના તરફ પગલાં ભર્યા. તૈયારી કરી અને NEETની પરીક્ષા પાસ કરી. ગણેશ બારૈયાને NEETમાં 233 ગુણ મળ્યા. તેઓ ખૂબ ખુશ હતા, પરંતુ પછી કંઈક એવું બન્યું, જેનાથી તેમના સપના વિખેરાતા નજરે પડ્યા.

Ganesh-Baraiya1
freepressjournal.in

2018માં ગુજરાત સરકારે ગણેશ બારૈયા અને બે અન્ય અપંગ વિદ્યાર્થીઓને MBBS કોર્સમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો. બારૈયાએ તેનો વિરોધ કર્યો. તેમની શાળાના આચાર્ય દલપત કટારિયા અને ટ્રસ્ટી, રેવતસિંહ સરવૈયાએ ​​તેમની મદદ કરી. તેમણે સખત લડત આપી. આખરે સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓની તરફેણમાં ચૂકાદો આપ્યો. શરીરરચના વિજ્ઞાન વિચ્છેદન વર્ગો દરમિયાન, મિત્રો અને પ્રોફેસરો તેમના માટે આગળની હરોળની બેઠકો અનામત કરી દીધી. સર્જરી દરમિયાન સહપાઠીઓ તેમને તેમના ખભા પર લઈ જતા જેથી તેઓ ઓપરેટિંગ ટેબલ ઉપરથી જોઈ શકે.

તેમની પહેલી પ્રાથમિકતા હતી ભાવનગર જિલ્લાના ગોરખી ગામમાં તેમના પરિવાર માટે એક સારું ઘર બનાવવાનું. તેમના માતા-પિતા ખેડૂત છે. ગણેશ બારૈયાના આઠ ભાઈ-બહેન છે- સાત બહેનો અને એક નાનો ભાઈ.

Ganesh-Baraiya2
odditycentral.com

ગણેશ બારૈયાએ કહ્યું કે, ‘મારો પરિવાર હજુ પણ એક કાચા ઘરમાં રહે છે. મારું સૌથી મોટું સપનું તેમના માટે બધી સુવિધાઓ સાથે ઈંટનું ઘર બનાવવાનું છે. બાંધકામ ઘણી વખત અટકી ગયું છે કારણ કે અમારી પાસે ઘણીવાર પૈસા ખતમ થઈ જતા હતા. હવે મારા પગારમાંથી હું આખરે તેને પૂર્ણ કરી શક્યો છું.

બરૈયા કહે છે કે, ‘મારા મિત્રો અને પ્રોફેસરો મને દરેક પગલે મદદ કરતા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે મારી ઊંચાઈ મને ક્યારેય શીખવાથી ન રોકે. પોતાની કોમળ, બાળક જેવા અવાજ છતા બારૈયા શાંત આત્મવિશ્વાસ સાથે બોલે છે. તેમને દર્દીઓની પહેલી મુલાકાતમાં આશ્ચર્યજનક પ્રતિક્રિયાઓની આદત છે.

Ganesh-Baraiya3
odditycentral.com

તે સ્વીકારે છે કે, ‘શરૂઆતમાં, તેઓ મારા રૂપ-રંગ જોઈને દંગ રહી જાય છે. પરંતુ એકવાર તેઓ સાંભળે છે કે ડૉક્ટર બનવા માટે મારે શું સહન કરવું પડ્યું છે, ત્યારે તેઓ મારા પર પૂરો ભરોસો કરે છે. બારૈયા બાળરોગ, ત્વચા વિજ્ઞાન અથવા રેડિયોલોજીમાં નિષ્ણાત બનવા માગે છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.