‘હિન્દી-તામિલ-મરાઠી તો ઠીક, પરંતુ પ્રોગ્રેસ જોઇએ તો આ ભાષા શીખવાની રાહુલ ગાંધીએ સલાહ આપી

રાહુલ ગાંધીની નજરમાં, આજે અંગ્રેજી વિના પ્રગતિ શક્ય નથી. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'જો ભારતમાં કોઈ વસ્તુથી પ્રગતિ મળે છે, તો તે અંગ્રેજી શિક્ષણ છે. આજે આ સૌથી મોટું પરિબળ છે, જે સફળતા અને પ્રગતિ નક્કી કરે છે.' રાહુલ ગાંધીનું કહેવું હતું કે, હિન્દી, તમિલ, કન્નડ જેવી પ્રાદેશિક ભાષાઓનું પોતાનું મહત્ત્વ છે, પરંતુ આજના ભારતમાં, જો કોઈ એવી વસ્તુએ સામાજિક અસમાનતાની દીવાલ તોડી છે, તો તે અંગ્રેજી ભાષા છે. તેમણે કહ્યું કે, ‘આ એક હેરાન કરી દેનારું સત્ય છે, પરંતુ તે સાચું છે. હું એમ કહી રહ્યો નથી કે હિન્દી કે પ્રાદેશિક ભાષાઓ જરૂરી નથી, પરંતુ અંગ્રેજીથી મળતી તકો આજે પણ સૌથી અસરકારક છે.

rahul-gandhi
facebook.com/rahulgandhi

રાહુલ ગાંધી અહીં જ ન અટક્યા. તેમણે ભાજપના નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘જે લોકો કહે છે કે અંગ્રેજી ખતમ થવી જોઈએ, તેમને પૂછો કે તેમના બાળકો ક્યાં અભ્યાસ કરે છે? તમને જવાબ મળશે - અંગ્રેજી માધ્યમની શાળામાં. તો પછી ગરીબ બાળકને આ તક કેમ ન મળવી જોઈએ? દલિત, આદિવાસી કે OBC મહિલાને કેમ ન મળે?'

rahul-gandhi2
facebook.com/rahulgandhi

રાહુલ ગાંધીની આ વાતો  તેમની સામાજિક ન્યાયવાળી રાજનીતિનો આગામી ભાગ લાગે છે. તેમણે અંગ્રેજીને નફરત કે ઉપેક્ષાનું નહીં, પરંતુ અવસરનું માધ્યમ બતાવ્યું. તેમના મતે જ્યાં સુધી ગરીબોને પણ અમીરોના બાળકોને મળતું શિક્ષણ નહીં મળે ત્યાં સુધી સમાનતાનું સપનું અધૂરું રહેશે. રાહુલ ગાંધીની આ થિયોરીથી વધુ એક બહેસ જન્મ લઈ શકે છે. શું ભારતમાં 'ભાષાકીય સમાનતા'ની જગ્યાએ 'ભાષાકીય તક'ની વાત થવી જોઈએ? શું હવે અંગ્રેજી શીખવું સામાજિક ન્યાયનો ભાગ બની ચૂક્યું છે?

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.