મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજનના પત્ની સાધના જામનેર નગરપાલિકામાં મેયર તરીકે બિનહરીફ ચૂંટાયા, આ કાઉન્સિલરો પણ જીત્યા

મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજનના પત્ની સાધના મહાજન જામનેર નગરપાલિકાના મેયર તરીકે બિનહરીફ ચૂંટાયા છે. મંત્રીના પત્ની સાધના મહાજન 8 કાઉન્સિલરો સાથે બિનહરીફ મેયર તરીકે ચૂંટાયા હતા. રાષ્ટ્રવાદી શરદ પવાર (NCP SP) જૂથ, કોંગ્રેસ અને શિવસેના શિંદે જૂથના ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, જેના કારણે તેમની બિનહરીફ ચૂંટણી થઈ હતી.

જામનેર નગરપાલિકા જલગાંવ જિલ્લાની પહેલી નગરપાલિકા છે, જ્યાં વિરોધ વિના મેયર ચૂંટાયા છે. જલગાંવ જિલ્લાની જામનેર નગરપાલિકા ઘણા વર્ષોથી ગિરીશ મહાજનના એકલાના નિયંત્રણમાં છે. જામનેર શહેર મંત્રી ગિરીશ મહાજનનો ગઢ છે, જ્યાંથી તેઓ 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

Sadhana-Mahajan4
facebook.com/sadhanagmahajan

તો, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)એ શનિવારે ભાજપ પર આરોપ લગાવ્યો કે, મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પરિવાર પહેલાનો મામલો બનાવી દીધો છે અને ભાજપના નેતાઓના સંબંધીઓની બિનહરીફ જીત સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. તેમના વિરોધીઓને મેદાનમાંથી ખસી જવા મજબૂર કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા વિજય વાડેટ્ટીવારે આરોપ લગાવ્યો કે સત્તાધારી મહાયુતિ ગઠબંધન દ્વારા દબાણની રણનીતિ અને સરકારી મશીનરીના દુરુપયોગ દ્વારા લોકશાહીને કચડી નાખવામાં આવી રહી છે. તો, ભાજપે કોંગ્રેસ અને શરદ પવારની આગેવાની હેઠળની NCP પર વળતો પ્રહાર કર્યો અને તેમને વંશવાદની પાર્ટીઓ ગણાવી અને આરોપોને નકારી કાઢ્યા. વાડેટ્ટીવારે આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓના સંબંધીઓ નગર પરિષદો અને નગર પંચાયતોમાં બિનહરીફ ચૂંટાયા છે, જ્યાં 2 ડિસેમ્બરે ચૂંટણી થવાની છે.

Sadhana-Mahajan2
etvbharat.com

તો રાજ્ય ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અગાઉ રાજ્યભરમાં નગર પરિષદો અને નગર પંચાયતોમાં શાસક પક્ષના 100 કાઉન્સિલરો બિનહરીફ ચૂંટાયા હોવાનો દાવો કર્યો છે. ભાજપે કોંગ્રેસ અને NCP (શરદચંદ્ર પવાર) દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.