- Politics
- દિલ્હી મહાનગર પાલિકાની 12 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા, ભાજપને ઝટકો
દિલ્હી મહાનગર પાલિકાની 12 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા, ભાજપને ઝટકો
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) પેટાચૂંટણી 2025ના પરિણામો આવી ગયા છે. તમામ 12 વોર્ડમાં મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપે 12 વોર્ડમાંથી 7 વોર્ડ જીત્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP)એ 3 વોર્ડ જીત્યા છે. તો, ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક (AIFB) અને કોંગ્રેસે એક-એક બેઠક જીતી છે.
12 બેઠકોની પેટાચૂંટણીમાં કોણ જીત્યું?
1. મુંડકામાં AAPના ઉમેદવાર અનિલે 1,577 મતોના માર્જિનથી વોર્ડ જીત્યો, જેથી વિસ્તારમાં પાર્ટીની ઉપસ્થિતિ યથાવત રહી.
2. ભાજપના અનિતા જૈને શાલીમાર બાગ-Bના વોર્ડમાં 10,101 મતોની જંગી લીડ સાથે જીત મેળવી.
3. અશોક વિહારમાં નજીકની સ્પર્ધા જોવા મળી, જ્યાં ભાજપના વીણા અસીજાએ માત્ર 405 મતોથી જીત મેળવી.
4. ભાજપના ઉમેદવાર સુમન કુમાર ગુપ્તાએ ચાંદની ચોકમાં 1,182 મતોના માર્જિનથી જીત મેળવી.
5. AIFBના ઉમેદવાર મોહમ્મદ ઈમરાને ચાંદની મહલ બેઠક પર 4,692 મતોથી જીત્યા.
6. ભાજપે દ્વારકા-Bમાં પોતાની જીત સિલસિલો યથાવત રાખ્યો, જ્યાં મનીષા દેવીએ 9,100 મતોના માર્જિનથી જીત મેળવી.
7. ભાજપની રેખા રાનીએ દિચાઓં કાલાનમાં જીત મેળવી.
8. AAPના ઉમેદવાર રાજન અરોડાએ નારાયણ બેઠક પર 148 મતોના ખૂબ જ ઓછા માર્જિનથી જીત મેળવી અને પાર્ટીનો દબદબો જાળવી રાખ્યો.
9. કોંગ્રેસે સંગમ વિહાર-Aમાં શાનદાર વાપસી કરી, જ્યાં સુરેશ ચૌધરીએ 3,628 મતોથી જીત મેળવી.
10. AAPના ઉમેદવાર રામ સ્વરૂપ કનોજિયા દક્ષિણપુરીમાં 226 મતોના માર્જિનથી જીત્યા.
11. ભાજપના ઉમેદવાર અંજુમ મંડલે ગ્રેટર કૈલાશમાં 4,065 મતોથી જીત મેળવી.
12. ભાજપના ઉમેદવાર સરલા ચૌધરીએ વિનોદ નગરમાં 1,769 મતોના માર્જિનથી જીત મેળવી.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં ભાજપ હજુ પણ સૌથી મજબૂત પાર્ટી છે. MCDની કુલ 250 બેઠકોમાંથી ભાજપ પાસે 122 બેઠકો છે, જ્યારે આમ આદમી પાર્ટી પાસે 102 બેઠકો, ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી (IVP) પાસે 16 બેઠકો, કોંગ્રેસ પાસે 9 બેઠકો અને AIFB પાસે 1 બેઠક છે. પણ આ ચૂંટણીમાં ભાજપને એક ઝટકો લાગ્યો છે. તેમની પાસે જે 2 બેઠક હતી, જેમાં તેઓ ગઈ ચૂંટણીમાં જીત્યા હતા, તેમાં આ વખતે હાર મળી છે.

