- Gujarat
- શરમજનક! ટોયલેટ સીટ પર બેસીને જ જજ સામે રજૂ થયો શખ્સ, ગુજરાત HCની સુનાવણીનો વીડિયો વાયરલ
શરમજનક! ટોયલેટ સીટ પર બેસીને જ જજ સામે રજૂ થયો શખ્સ, ગુજરાત HCની સુનાવણીનો વીડિયો વાયરલ

ગુજરાત હાઈકોર્ટની ઓનલાઈન કાર્યવાહી દરમિયાન એક શખ્સ દ્વારા શૌચાલયમાંથી રજૂ થવાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ ઘટના હાઈકોર્ટના જસ્ટિસ નિર્જર એસ. દેસાઈની સુનાવણી દરમિયાન બની હતી. જ્યારે આરોપી વ્યક્તિ હાઈકોર્ટની કાર્યવાહી સાથે જોડાયો હતો. તે સમયે બીજા પક્ષ પણ જોડાયા હતા. હવે આ આખો મામલો સોશિયલ મીડિયા પર લાઈમલાઇટમાં આવી ગયો છે. ગુજરાત હાઈકોર્ટમાં આવી ઘટના બીજી વખત બની છે.

શું છે આખો મામલો?
બાર અને બેન્ચે વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. રિપોર્ટ મુજબ, આ ઘટના 20 જૂનની છે. જસ્ટિસ નિર્જર એસ. દેસાઈ એક કેસની સુનાવણી કરી રહ્યા હતા. તેમાં ‘સરમદ બેટરી’ નામના એક શખ્સે લોગ ઇન કરેલું હતું. જે ગળામાં બ્લૂટૂથ ઈયરફોન લગાવીને જોવા મળી રહ્યો છે. તે થોડે દૂર ફોન રાખીને જોઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહેલા ફ્લશથી ખબર પડે છે કે તે ટોઈલેટ સીટ પર બેઠો છે. જાણકારી સામે આવી છે કે આ શખ્સ FIR રદ કરાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજીમાં પ્રતિવાદીના રૂપમાં રજૂ થયો હતો. તે ક્રિમિનલ કેસમાં ફરિયાદકર્તા હતો. બંને પક્ષો વચ્ચે સમાધાન થયા બાદ કોર્ટે FIR રદ કરી દીધી.
https://twitter.com/barandbench/status/1938507921861628098
આ પહેલી વખત નથી, જ્યારે આમ થયું છે. આ બીજો મામલો છે, આ અગાઉ એપ્રિલમાં પણ આવી ઘટના સામે આવી હતી. ત્યારે પણ એપ્રિલમાં એક શખ્સ ગુજરાત હાઈકોર્ટની સુનાવણી દરમિયાન કેમેરા પર સિગારેટ પીતો જોવા મળ્યો હતો. કોર્ટે તેના પર 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એજ જ રીતે, દિલ્હી હાઈકોર્ટે પણ સુનાવણી દરમિયાન સિગારેટ પીતા જોવા મળેલા એક શખ્સને સમન્સ પાઠવ્યું હતું. તેના પર કોર્ટે કોર્ટની અવમાનનાની કાર્યવાહી કરી હતી. ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ પુનીત જુનેજાનું કહેવું છે કે વર્ચ્યૂઅલ સુનાવણી લોકોની સુવિધા માટે છે, પરંતુ આવી ઘટનાઓ નિશ્ચિત રૂપે ચિંતાનો વિષય છે. જુનેજાએ એક સવાલના જવાબમાં કહ્યું કે કોર્ટ આવું કરનાર વ્યક્તિ સામે અવમાનનાની કાર્યવાહી કરી શકે છે. તેમાં દંડ, ચેતવણી સાથે છોડી દેવા અને 6 મહિનાની જેલનો વિકલ્પ સામેલ છે.
Related Posts
Top News
મધ્યપ્રદેશનું સરકારી કામ! ખેડૂતો માટેના લગભગ 5 કરોડના ભંડોળમાંથી 90 ટકા રકમની અધિકારીઓ માટે કાર ખરીદી, મંત્રીનો વિચિત્ર જવાબ
મહિલાને ઇજા થઈ, તેના પર કૂતરાએ ચાટ્યું, એક અઠવાડિયા પછી જીવ ગુમાવ્યો
Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી
Opinion
