- National
- ‘પેગ, બાઇટિંગ અને કારમાં..’, ગ્રામજનોએ TMC નેતા અને BJPના મહિલા નેતાને દા*રૂ પીતા પકડ્યા
‘પેગ, બાઇટિંગ અને કારમાં..’, ગ્રામજનોએ TMC નેતા અને BJPના મહિલા નેતાને દા*રૂ પીતા પકડ્યા
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં મોડી રાત્રે કારમાં 2 અલગ-અલગ રાજનીતિક પાર્ટીઓના નેતાઓ દ્વારા દારૂની પાર્ટી કરવાની વાત સામે આવતા વિવાદ છેડાઈ ગયો છે. ગ્રામજનોએ TMC અને ભાજપના નેતાઓને એકાંત જંગલમાં પાર્ક થયેલી કારમાં સાથે-સાથે દારૂ પીતા પકડી લીધા. આ ઘટના અપલચંદના જંગલ પાસે બની હતી. સ્થાનિક લોકોને એ સમયે શંકા ગઈ, જ્યારે તેમણે એક ખાનગી કાર અસામાન્ય રીતે લાંબા સમય સુધી આ વિસ્તારમાં પાર્ક કરેલી જોઈ. જ્યારે ભીડ એકત્ર થઈ અને તેમાં બેઠેલા લોકોને બહાર આવવા કહ્યું, તો તેઓ ભાજપના મહિલા મોરચાના જલપાઈગુડી જિલ્લાના પ્રમુખ દીપા બનિક અધિકારીને એક TMC નેતાની કારમાં બેઠા જોઈને દંગ રહી ગયા.
બાદમાં ખબર પડી કે પંચાયત સમિતિના અધ્યક્ષ અને TMCના જિલ્લા સ્તરના નેતા પંચાનન રોય અને દીપા બનિક અધિકારી, તેમનો ડ્રાઇવર સાથે દારૂ પાર્ટીનું આયોજન કરી રહ્યા હતા. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ કારને ઘેરી લીધી અને વિરોધ કર્યો, અને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો. ફૂટેજમાં દીપા અધિકારી કારની પાછળની સીટ પર બેઠા જોવા મળી રહ્યા છે. જ્યારે સ્થાનિક લોકોએ તેમને ટોક્યા તો તેઓ દારૂથી ભરેલી પ્લાસ્ટિકની ગ્લાસ આગળની સીટ પર સરકાવી દે છે.
https://twitter.com/iamroysunny/status/1943157661543092583
કારમાં એક શખ્સ પણ દેખાય છે, જે ડ્રાઇવર હોવાનું કહેવાય છે. જેવો જ કેમેરા તેની તરફ જાય છે. તે ઝડપથી બારી ખોલી દે છે. થોડા સમય બાદ દીપા અધિકારી કારમાંથી ઉતરીને જતા રહે છે અને અંતે પોતાની બીજી કારમાં બેસીને જતી રહે છે. રોય અને તેના ડ્રાઇવરને ગ્રામજનોએ થોડા સમય માટે બંધક બનાવી રાખ્યા હતા અને પછી તેમને છોડી દેવામાં આવ્યા. આ ઘર્ષણની નિંદા થઈ છે, ખાસ કરીને વામપંથી જૂથોએ તેને સ્થાનિક રાજનીતિક નેતૃત્વનું 'શરમજનક પ્રતિબિંબ' ગણાવ્યું હતું.
આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા દીપા બનિક અધિકારીએ કહ્યું કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને દાવો કર્યો છે કે આ ઘટના રાજનીતિક ષડયંત્રનો હિસ્સો હતો. હોબાળા છતા TMC અને ભાજપ બંનેએ સત્તાવાર નિવેદનો આપવાનું ટાળ્યું છે. અપલચંદના સરપંચ અને બંને પાર્ટીના જિલ્લાના નેતાઓ પણ મૌન રહ્યા છે.

