- World
- મહિલાને ઇજા થઈ, તેના પર કૂતરાએ ચાટ્યું, એક અઠવાડિયા પછી જીવ ગુમાવ્યો
મહિલાને ઇજા થઈ, તેના પર કૂતરાએ ચાટ્યું, એક અઠવાડિયા પછી જીવ ગુમાવ્યો
બ્રિટનમાં એક મહિલાના ઇજા થયેલા ઘા ને કથિત રીતે કૂતરા દ્વારા ચાટવામાં આવ્યા પછી તેનું મૃત્યુ થયું. થોડા સમય પહેલા મહિલા તેના ઘરમાં શૌચાલયમાંથી બહાર આવતી વખતે ઘાયલ થઈ હતી અને તેને તેના પગમાં ઈજા થઈ હતી. બીજા જ દિવસે તેની પૌત્રીના કૂતરાએ તેના પગ પરનો ઘા ચાટ્યો હતો. અહેવાલો અનુસાર, આ પછી પહેલા તો મહિલાની તબિયત બગડી ગઈ, અને ત્યાર પછી એક અઠવાડિયામાં તેનું મૃત્યુ થયું.
મહિલાની ઓળખ 83 વર્ષીય જૂન બેક્સટર તરીકે થઈ છે. શૌચાલયમાંથી બહાર આવતી વખતે જ્યારે તેના પગમાં ઈજા થઈ હતી, ત્યારે તેની પૌત્રી કેટલન એલન તેને મળવા આવી. કેટલન સાથે, તેનો કૂતરો પણ જૂન બેક્સટરના ઘરે પહોંચ્યો. અને તેણે જૂન બેક્સટરના ઇજા થયેલા પગને ચાટ્યો હતો.
બીજા જ દિવસે જૂન બેક્સટરની તબિયત બગડી. આવી સ્થિતિમાં, તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી. મીડિયા સૂત્રોના સમાચાર અનુસાર, સારવાર કરી રહેલા ડોકટરોનું કહેવું છે કે જૂન બેક્સટરના ઘાની તપાસ દરમિયાન, તેમાં 'પેસ્ટ્યુરેલા મલ્ટોસિડા' નામનો બેક્ટેરિયા મળી આવ્યો હતો. આ બેક્ટેરિયા સામાન્ય રીતે પાળેલા પ્રાણીઓના મોંમાં જોવા મળે છે. પરંતુ તે તેમના માટે ખતરનાક નથી.
જૂન બેક્સટરનું કૂતરા દ્વારા ચાટ્યાના લગભગ એક અઠવાડિયા પછી સારવાર દરમિયાન મૃત્યુ થયું. મૃત્યુના અન્ય (ગૌણ) કારણોમાં કિડની, લીવર અને હૃદય સંબંધિત અન્ય રોગોનો સમાવેશ થાય છે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીના વેટરનરી મેડિસિન વિભાગના રોગશાસ્ત્રના એસોસિયેટ પ્રોફેસર ડૉ. એન્ડ્રુ કોનલોન, મીડિયા સૂત્રો સાથે વાત કરતા કહે છે, 'જો કોઈની રોગપ્રતિકારક શક્તિ ઉંમર અથવા અન્ય કોઈ ચેપને કારણે નબળી પડી ગઈ હોય, તો તેણે કૂતરાની લાળ તેના પર પડવાથી સાવચેત રહેવું જોઈએ. જો તમે સ્વસ્થ છો, તો તેમનું ચાટવું ખતરનાક નથી હોતું.'
જ્યારે, બીજા એક ડૉક્ટર મીડિયા સૂત્રને કહે છે કે, પ્રાણીઓ માટે શરીરના અન્ય ભાગો ચાટવા સામાન્ય રીતે ખતરનાક નથી. પરંતુ પ્રાણીઓને આંખો, નાક અને મોં ચાટવાની મંજૂરી આપવી જોઈએ નહીં. કારણ કે આ ભાગો મ્યુકોસ મેમ્બ્રેનથી ઢંકાયેલા છે. જે સામાન્ય ત્વચા કરતાં વધુ સંવેદનશીલ હોય છે. આ ભાગો બેક્ટેરિયા સામે લડવા માટે તુલનાત્મક રીતે નબળા હોય છે. આ ઉપરાંત, ડોકટરો સલાહ આપે છે કે, ખુલ્લા ઘાને પણ પ્રાણીઓથી સુરક્ષિત રાખવા જોઈએ.

