ગૂડ ન્યૂઝ, કેનેડામાં નાગરિકતાના નિયમ સરળ થયા, જાણો શું છે Bill C-3

કેનેડા પોતાના નાગરિકતા સાથે જોડાયેલ બાય ડિસેન્ટ કાયદામાં સુધારો કરવા તરફ એક મોટું પગલું ભર્યું છે. સંસદમાં રજૂ કરાયેલ બિલ C-3ને હવે શાહી મંજૂરી મળી ગઈ છે, ત્યારબાદ તે કાયદો લાગૂ થવાની એક ડગલું નજીક પહોંચી ગયો છે. આ ફેરફારોથી હજારો ભારતીય મૂળના પરિવારોને ફાયદો થવાની અપેક્ષા છે.

કેનેડિયન સરકારના જણાવ્યા મુજબ, એકવાર નવો કાયદો લાગૂ થયા બાદ, એ લોકોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે, જે લોકો તેનો હક ધરાવતા હતા, પરંતુ પ્રથમ પેઢીની મર્યાદા અથવા જૂના નિયમોને કારણે બાકાત રાખવામાં આવ્યા હતા. પ્રથમ પેઢીની મર્યાદા 2009માં લાગૂ કરવામાં આવી હતી. આ કાયદા હેઠળ જો કોઈ બાળકનો જન્મ અથવા કેનેડાની બહાર જન્મ્યું હોય અથવા દત્તક લેવામાં આવ્યું હોય અને તેમના કેનેડિયન માતા-પિતા પણ કેનેડાની બહાર જન્મ્યા હોય અથવા દત્તક લેવામાં આવ્યા હોય, તો આવા બાળકને નાગરિકતા મળતી નથી. આ કારણે ઘણા ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો માટે આ લાંબા સમયથી સમસ્યા થઈ રહી હતી.

Bill C-3
aajtak.in

જાણો બિલ C-3માં શું બદલાશે

નવો કાયદો કેનેડાની બહાર જન્મેલા અથવા ઉછરેલા કેનેડિયન માતા-પિતાને તેમના બાળકોને નાગરિકતા આપવાની પણ મંજૂરી આપશે, જો તેઓ કેનેડા સાથે મજબૂત સંબંધ સાબિત કરી શકે. કેનેડિયન ઇમિગ્રેશન મંત્રી લીના મેટલેજ-દિયબે જણાવ્યું હતું કે આ બિલ લાંબા સમયથી ચાલતા ભેદભાવનો અંત લાવશે અને વિદેશી જન્મેલા બાળકોને ન્યાય આપશે.

Bill C-3
hindustantimes.com

19 ડિસેમ્બર, 2023ના રોજ, ઓન્ટારિયોની એક કોર્ટે આ પહેલી પેઢીની મર્યાદાને ગેરબંધારણીય જાહેર કરી હતી. સરકારે તેને પડકાર્યો નહોતો કારણ કે તે માનતી હતી કે આ નિયમ ઘણા પરિવારો માટે અન્યાય કરી રહ્યો હતો. કાયદો ક્યારે પૂરી રીતે લાગૂ થશે, તેની તારીખ કેનેડિયન સરકાર પછીથી બતાવશે. ત્યાં સુધી નિયમોથી પ્રભાવિત લોકો માટે વચગાળાની વ્યવસ્થા પહેલાની જેમ ચાલુ રહેશે.

About The Author

Related Posts

Top News

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.